શુક્રવાર, 9 ઑગસ્ટ, 2013

શિક્ષણ પરિપત્રો

શિક્ષણ પરિપત્રો


Posted: 08 Aug 2013 08:51 PM PDT


મિત્રો હમણાંજ માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રમુખ વા શ્રી આર.પી.પટેલ શિક્ષક સંવર્ગમાંથી વિજેતા થયેલા છે. ભૂતકાળમાં તેમના અથાગ પ્રયત્નો દ્વારા શિક્ષક સમાજના 
સળગતા એવા કેટલાયે પ્રશ્નો રજૂઆતના 
અંતે ઉકેલી શકાયા છે. અને બોર્ડના સભ્ય બન્યા પછી પણ તેમની કાર્ય પ્રત્યેની નિષ્ઠા
તથા રજૂઆતના કારણે અમદાવાદ ના  ફાજલ શિક્ષકોના પગાર તેમજ
બદલી અંતર્ગત હેરાનગતિના પ્રશ્નો શિક્ષણમંત્રી - કમિશ્નર અને અગ્રસચિવને  આજ રોજ ધારદાર રજૂઆતના કારણે તાત્કાલિક પ્રશ્ન ના હકારાત્મક પરિણામ મળેલ છે. 
પ્રસંગે મને ધ્યાન દોરવું ગમશે કે શ્રી આર.પી.પટેલ શિક્ષક સંઘના કોઈ માન્ય ઉમેદવાર નથી. છતાં તેમની ધારદાર રજૂઆતના કારણે જે પ્રશ્નો શિક્ષક સંઘ દ્વારા વર્ષાથી ઉકેલાતા નથી તેવા પ્રશ્નો - જેમકે ૧૯૯૮ પછી નિમણૂક પામેલાને ફાજલનું રક્ષણ - ૩૦૦ રૂપિયા મેડીકલ ભથ્થુ જેવા પ્રશ્નો ને શિક્ષણમંત્રી - કમિશ્નરશ્રી - અગ્રસચિવશ્રી વગેરેને અસરકારક રજૂઆત કરેલ છે. નજીકના સમયમાં પ્રશ્નોના હકારાત્મક પરિણામ મળી શકે છે. શ્રી આર.પી.પટેલ સારસ્વત મિત્રોના પ્રશ્નોને વાચા આપવા કટિબધ્ધ છે. એમનો મોબાઈલ નંબર  9537883951 છે. જેના પર આપ એમનો સંપર્ક કરી શકો છો.  

શ્રી આર.પી.પટેલને મારી અંગત રજૂઆત છે કે કેટલીયે શિક્ષણની 
ઓફિસોમાં બની બેઠેલા દલાલો અને  કર્મયોગીઓ  દ્વારા શિક્ષકો - કારકુન કે પટાવાળા અને આચાર્યશ્રી ના હક્કના કામો માટે નાણા 

પડાવવામાં આવે છે જેમકે - (1) પાંચ વર્ષ થયા પછી ફૂલ પગાર માટે ફાઈલ દબાવી રાખી રૂપિયા માગવા 

(2) પોતાના જ જી.પી.એફના પૈસાનો ચેક મેળવવા કર્મચારી પાસે નાણાની માગણી 

(3) ૯/૨૦/૩૧ પગાર ધોરણનો લાભ મેળવવા નાણાની માગણી
(4) એલ.ટી.સી કે મેડીકલ બિલના ચૂકવેલ નાણા મેળવવા નાણાની માગણી

(5) સ્ટીકર મેળવવા કે એરિયર્સ માટે

શ્રી આર.પી.પટેલ આ અંગે ધારદાર રજૂઆત કરી હકારાત્મક પરિણામ માટે  પ્રયત્ને કરે તેવી   લોકલાગણી છે. 








ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો