Next date 21/8/2013
**ફિક્સ પગાર મુદ્દે સુપ્રિમ કોર્ટમાં 21 ઓગસ્ટે સુનાવણી**
ગુજરાતના ફિક્સ પગારના કેસમાં વધુ એક મુદત પડી છે. હવે પછી સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી 21મી ઓગસ્ટે હાથ ધરાશે. ફિક્સ પગારેનોકરી કરતાં સરકારી કર્મચારી કર્મચારીઓની નજર આજે સુપ્રીમ કોર્ટની સુનાવણી પર હતી. જો કે કોર્ટમાં વધુ એક મુદત પડતાં કર્મચારીઓ નિરાશ થઈ ગયા છે. મહત્ત્વની વાત તો એ છે કે, આ મેટરને બોર્ડ પર રખાય તે પૂર્વે જ ગુજરાત સરકાર વતી સુપ્રીમમાં અરજી કરવામાં આવી હતી. અને સરકારે વધુ બે મહિનાના સમયની માગ કરી હતી. જો કે, સુપ્રીમે વધુ સમય આપવાનો ગુજરાત સરકારને સ્પષ્ટઈનકાર કરી દીધો હતો. ત્યાર બાદ આ મેટરને સુપ્રીમના બોર્ડ પર રખાઈ હતી. જો કે, આ અરજીની સુનાવણી હાથ ધરાઈ તે પહેલા જ કોર્ટના કામકાજના કલાકો પૂર્ણ થઈ ગયા હતાં. સુપ્રીમના બોર્ડમાં આજે ફિક્સ પગારની અરજી 13મા નંબરે ચાલનારી હતી. જો કે કોર્ટના નિયત સમય સુધીમાં નવ અરજીની સુનાવણી જ શકય બની હતી. હવે આ કેસમાં 21મી તારીખે નિર્ણય આવી જાય તે લગભગ નિશ્ચિત જણાય છે.
નવા પરિપત્રો,શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનના પ્રોગ્રામ,સરકારી ભરતીઓ,પરિણામ,ગણિત, વિજ્ઞાન અને અન્ય વિષયોના પ્રોગ્રામ તેમજ શિક્ષણને લગતા સમાચાર જાણવા માટે દરરોજ આ બ્લોગ ની મુલાકાત લેતા રહો
મંગળવાર, 13 ઑગસ્ટ, 2013
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ગણિત સંભાવના ક્વિઝ સંભાવના ક્વિઝ સ્કોર: 0 / ...
-
Bhavesh suthar Fix Pay Case New Date Update:26-08-2014 circular-Praveshotsav 2014 Porbandar District ...
-
ધોરણ ૧૦ ઓનલાઇન ફોર્મ ભરવાનો પ્રોગ્રામ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.. Video link https://youtu.be/PuiI9-TXSeA
-
Tapan Patel posted: "Raja Mangani Nu Form Gujarat Primary School Ma Faraj Bajavta Shikshako/Vidhyasahayako Ne Hak Ra...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો