શિક્ષણ પરિપત્રો |
Posted: 30 Aug 2013 10:41 AM PDT ઘણા મિત્રો પૂછે છે કે જૂના શિક્ષકની વ્યાખ્યા કેવી છે ? મિત્રો મારા અંગત મંતવ્ય મુજબ શિક્ષણ સહાયકના ૫ વર્ષ હંગામી ગણાય છે ત્યારબાદ નિયમિત શિક્ષકના ૫ વર્ષ એમ કુલ ૧૦ વર્ષની સર્વિસ હોય તો તે જૂના શિક્ષકની વ્યાખ્યામાં આવે. આ મારુ અંગત મંતવ્ય છે.કદાચ અન્ય લોકો સંમત ન પણ હોય. ૧૧/૦૨/૨૦૧૧ ના જાહેરનામાનો અભ્યાસ બરાબર કરવો. જે અહિ ઉપર એટેચ કરેલ છે. આ ભરતીમાં - 1. જૂના શિક્ષકના અનુભવ અંગે ચોક્કસ સ્પષ્ટતાની જરૂર છે. 2. વય મર્યાદા અંગે લોકોમાં ગેરસમજ છે જેની ચોક્કસ સ્પષ્ટતાની જરૂર છે. 3. વિધવા - ત્યક્તા બહેનો માટે કોઈ અનામતની જોગવાઈ છે કે કેમ તે વિશે લોકો જાણવા માગે છે. 4. ટાટ પરીક્ષામાં જાહેરનામા અંતર્ગત ૫૦ % ગુણ હોવા જોઈએ. કમ્પ્યૂટર કદાચ બંને બંને પેપરોમાં અલગ અલગ ૫૦ % ગુણ એટલેકે ૧૫૦ માંથી ફરજિયાત ૭૫ કે તે ઉપર અને ૧૦૦ માંથી ફરજિયાત ૫૦ કે તે ઉપર ગણવાનું નથીને ? એની ઘણા મિત્રો ચિંતા કરે છે. ઘણા મિત્રોએ હેમખેમ કમ્પ્યૂટરમાં ફોર્મ ભરાઈ જાય અને ભરતી દરમ્યાન કોઈ કોર્ટ કેસ ન થાય અને ઝડપી નોકરી મળે તેની પણ માતાજીને બાધા માની છે. |
Posted: 30 Aug 2013 02:03 AM PDT ઘણા શિક્ષક મિત્રો વારંવાર પૂછે છે કે ધોરણ- 9 માં વિદ્યાર્થી નાપાસ થઈ શકે ખરો ? ઘણા શિક્ષક મિત્રો એવું સમજે છે કે નવી શિક્ષણ પધ્ધતિમાં FA/SA માં વિદ્યાર્થી નાપાસ થાય નહિ. વિદ્યાર્થીને ફરજિયાત પાસ કરવાનો છે. આ અંતર્ગત મારા મિત્ર તથા ઈટાદરા હાઈસ્કૂલ - ઈટાદરા. તા. માણસાના વિજ્ઞાન શિક્ષક શ્રી રાજેન્દ્ર પટેલ ( કાનૂન ) એ બોર્ડમાં એક આર.ટી.આઈ અરજી કરી હતી અને તેમાં ધોરણ - ૯ અંતર્ગત પાસ / નાપાસની સ્પષ્ટતા અંતર્ગત માહિતી માગી હતી તેમાં તેમની અરજી અંતર્ગત નીચે મુજબ જવાબ મળેલ છે જે આપને જાણ સારૂ અહિ મૂકેલ છે. |
You are subscribed to email updates from . To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો