આપણું ગુજરાત – AAPNU GUJARAT |
- Tet 2 Exam Declare...........!
- Vikalp vada sixako ni salang seniority ganva no sudharo.
- Badli camp news
- પાલનપુર પોલીટેકનીક નું 1/8/2013 નું CCC પરિણામ
- Happy Birthday: શુક્રવારે 49 વર્ષનું થશે ગાંધીનગર.
- તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વર્ગ 2ના 225 પદોને મંજૂરી
- GUNOTSAV 2013 RESULT
- Mission Mangalam ((Gujarat State Rural Livelihoods Mission) Vacancy
- Anand District ni Navi Bharti mate Jagya -Maths-Science.
- Vidhayasahayak Bharti 2012 Junagadh District ni Khali Jagya Nu List
- Vikalp Case Ange............!
- TPEO EXAM SYLLEBUS
Tet 2 Exam Declare...........! Posted: 01 Aug 2013 09:13 PM PDT
|
Vikalp vada sixako ni salang seniority ganva no sudharo. Posted: 01 Aug 2013 08:08 PM PDT |
Posted: 01 Aug 2013 07:27 PM PDT |
પાલનપુર પોલીટેકનીક નું 1/8/2013 નું CCC પરિણામ Posted: 01 Aug 2013 11:01 AM PDT પાલનપુર પોલીટેકનીક નું 1/8/2013 નું CCC પરિણામ |
Happy Birthday: શુક્રવારે 49 વર્ષનું થશે ગાંધીનગર. Posted: 01 Aug 2013 09:45 AM PDT જાણો ગાંધીનગરનો ઈતિહાસ. એશિયા સૌથી હરિયાણા શહેરોમાં માનવામાં આવનાર ગાંધીનગર શુક્રવારે 49 વર્ષનું થઇ જશે. જો કે રાષ્ટ્રપિતાને સમર્પિત આ નગરનું નામ ગાંધીનગર અલગ ગુજરાત રાજ્યની સ્થાપના દોઢ મહિના પૂર્વે 16 માર્ચ, 1960ના રોજ રાખવામાં આવ્યું હતું, પરંતુ તેની વિધિવત ઇંટ વર્ષ 1965માં 2 ઓગષ્ટના રોજ હાલની જીઇબી કોલોની પાસે રાખવામાં આવી હતી. તે સમયે આ શહેરની વસ્તી મુશ્કેલીથી 14 હજાર હતી. ચારેય તરફ જંગલ હતું અને દૂર-દૂર સુધી વસ્તીનું નામોનિશાન ન હતું. આજે આ શહેર ચારેતરફ વિકસ્યું છે. આ સાથે જ વસ્તી વધીને 3,60,071 થઇ ગઇ છે. ગાંધીનગરની સ્થાપનાની ઇંટ મૂક્યાના પાંચ વર્ષ બાદ 1 મે 1970ના રોજ ગાંધીનગરને રાજધાનીનું ગૌરવ પ્રાપ્ત થયું. આ નગરના વાસ્તુકાર લા કાર્બોજિયઇ હતા, જેમને ચંદીગઢનો નકશો બનાવ્યો હતો. રાજધાની બનતાંની સાથે આ શહેરે વિકાસનો અધ્યાય શરૂ કરી દિધો. રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતાના નામ પર બનાવવામાં આવેલા જીવરાજ મહેતા ભવનને સચિવાલય બનાવવામાં આવ્યું. 1 મે 1970ના રોજ ગાંધીનગરમાં પ્રથમ સચિવાલય અમદાવાદથી કે, જે અમદાવાદમાં હાલના પોલીટેકનીક મકાન (આંબાવાડી) થી હાલના ડો.જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રીના નામથી પરથી બનાવવામાં આવેલી બિલ્ડિંગમાં સ્થળાંતર થયું. તા.11 જુલાઇ, 85ના રોજ સચિવાલય તેનું પોતાનું પૂર્ણ સુવિધાવાળા બ્લોક નં.1થી 14 અને 1થી 9 માળમાં વહેંચાયેલા મંત્રીઓ માટે બ્લોક નં.1માં વિશિષ્ટ સુવિધાઓ સાથેના હાલના બિલ્ડીંગમાં સ્થળાંતરીત થયું અને હાલમાં વહીવટીય પાંખ તે મકાનમાંથી લોકહિતના અને જન કલ્યાણના અંગેના નિર્ણયો લે છે. આ સચિવાલયનું ખાત મુહુર્ત 1 જાન્યુઆરી, 1978માં કરવામાં આવ્યું હતું. સરકારી કામકાજનું લોકસંપર્ક ધરાવતું ત્રીજું ભવન છે. ઉદ્યોગભવન, જેનું ઉદ્ઘાટન તા.17-1-91ના રોજ કરવામાં આવ્યું છે. જે 19 બ્લોક સાથે એકમાળથી 7 અને 9 માળ ધરાવે છે જ્યાં ઉદ્યોગોને લગતી તમામ કચેરીઓ ઉપરાંત વિવિધ નિગમો એ પોતપોતાની જગ્યા ખરીદી કચેરીઓ બનાવી છે. ઉપરાંત ઇન્કમટેક્ષ કચેરી, સ્ટેટ બેંક, સૌરાષ્ટ્ર બેંક વગેરે કચેરીઓ આવેલી છે. રાજધાની બન્યા બાદ ગાંધીનગર શહેરનો ઝડપથી વિકાસ થઇ રહ્યો છે. તેની જવાબદારી ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ (ગુડા)ને સોંપવામાં આવી. ગુડાનું નિર્માણ 13 જુલાઇ 1970ના રોજ કરવામાં આવ્યું હતું. ગાંધીનગરની સ્થાપનાની ઇંટ 1/13 ગાંધીનગરની સ્થાપનાની ઇંટ ગાંધીનગરની સ્થાપનાની ઇંટ મૂક્યાના પાંચ વર્ષ બાદ 1 મે 1970ના રોજ ગાંધીનગરને રાજધાનીનું ગૌરવ પ્રાપ્ત થયું. આ નગરના વાસ્તુકાર લા કાર્બોજિયઇ હતા, જેમને ચંદીગઢનો નકશો બનાવ્યો હતો. રાજધાની બનતાંની સાથે આ શહેરે વિકાસનો અધ્યાય શરૂ કરી દિધો. ગુજરાત રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના તા.12-3-1996ના ઠરાવથી ગાંધીનગર શહેર અને છ સંકલિત ગ્રામ્ય વિસ્તાર સાથે આજુબાજુના 39 ગામો સાથે આશરે 388 ચોરસ કીલોમીટર વિસ્તારના સુઆયોજીત વિકાસ માટે શહેરી વિકાસ અધિનિયમની કલમ-22(1), (2) તથા (4) અન્વયે ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ સુધીનો શહેર અને ગામડાઓની જરૂરિયાતો ધ્યાને લઇ વિકાસ યોજનાનો મુસદ્દો પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો. 20 માર્ચ 1978ના રોજ વિધાનસભા ભવનનો શિલાન્યાસ કરવામાં આવ્યો. નવી વિધાનસભા ભવન બનવામાં ચાર વર્ષ જેટલો સમય લાગ્યો. 1 જુલાઇ 1982ના રોજ નવી વિધાનસભા ભવનનું ઉદઘાટન કરવામાં આવ્યું. આ શહેરમાં પગ મૂકતાંની સાથે અનોખી શાંતિનો અનુભવ થાય છે. શાંતિ અને અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીના જન્મ સ્થળ પોરબંદરમાં પણ આવી અનૂભૂતિ થતી નથી, પરંતુ તેમના નામ પર સ્થાપવામાં આવેલું ગાંધીનગર પ્રકૃતિના ખોળામાં વસેલું છે. ગાંધીનગર શહેરમાં 3,60,071 લાખની માનવ વસ્તીની સામે શહેરમાં વૃક્ષોની સંખ્યા 8.90 લાખની છે. જ્યારે જીલ્લામાં આ પ્રમાણ 13.9 લાખની માનવ વસ્તી સામે 1.25 કરોડ વૃક્ષોનું છે. શહેરમાં નાગરીકોની સંખ્યા સામે વૃક્ષોની સંખ્યા ધ્યાને લેતા પ્રત્યેક નાગરીક દિઠ માત્ર 4 વૃક્ષો છે. ચારેબાજુ હરિયાળી જ હરિયાળી છવાયેલી છે. રસ્તાઓ પણ ઉચ્ચ ગુણવત્તાવાળા છે. આર્થિક રાજધાની અમદાવાદથી ઉત્તરની તરફ 25 કિલોમીટર દૂર સાબરમતી નદીના પશ્વિમ તટે આવેલ સરકારી રાજધાની ગાંધીનગર આરામદાયક રહેણાંક મકાનો, રસ્તાઓની બંને તરફ પુષ્પાચ્છાદિત વૃક્ષો, આયોજનબદ્ધ રસ્તાઓ અને સાદગીપૂર્ણ, આકર્ષક મકાનો સાથે એક આદર્શ નગરના રૂપમાં વિકસિત થયું છે. 177 ચો.કિ.મી.માં ફેલાયેલું ગાંધીનગર શહેર અમદાવાદથી 70 ફૂટ ઉંચાઇએ આવેલું છે. ગાંધીનગર ને વિવિધ સેક્ટરમાં વિભાજીત કરવામાં આવ્યું છે. તેમાં ક,ખ, ગ, ઘ, ચ, છ, જ નામના ઉભા તથા ૧,૨,૩,૪,૫,૬,૭ નામના આડા રસ્તા આવેલા છે. ક, ખ, ગ, ઘ, ચ, અને છ રોડની દિશા ઉત્તર-દક્ષિણ છે, અને ક્રમાંક 1 થી 7ના ઉપરોક્ત રસ્તાઓને 90 અંશના કોણથી કાપતાં પૂર્વ થી પશ્વિમ તરફ જાય છે. ગાંધીનગર શહેર 30 સેક્ટરમાં વહેંચાયું છે. દરેક સેક્ટરમાં વિવિધ આવકવાળા અને વિવિધ સ્તરના કર્મચારીઓના આવાસો છે. ખાનગી પ્લોટો પણ ૫૦૦ ચો.મીટરથી ૯૦ ચોરસ મીટરના છે. જેથી ખાનગી આવાસોમાં પણ આ જ પ્રકારની વિવિધતા જળવાય. આથી સેક્ટરનું સાંસ્કૃત્તિક, સામાજીક અને આર્થિક જીવન જીવંત અને પ્રવૃત્તિશિલ બને તથા નાગરિકો પોતાના સેક્ટરની આગવી અસ્મિતા ઉભી કરી શકે. સેક્ટરોમાં બજાર, સામૂહિક કેન્દ્ર, બગીચા, રમત-ગમતના મેદાન તથા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તથા કોલેજો પણ છે. શહેરમાં જીઇબી કોલોની પણ આવેલી છે. સંકલિત સામૂહિક જીવન માટે ગાંધીનગરને એક આદર્શ નગરી બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે |
તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વર્ગ 2ના 225 પદોને મંજૂરી Posted: 01 Aug 2013 09:27 AM PDT ગાંધીનગર, 1 ઓગસ્ટ : ગુજરાતના મુખ્યીમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને બુધવારે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે તાલુકા કક્ષાને સ્તરરે હાલના તાલુકા કેળવણી નિરીક્ષકોની ત્રીજા વર્ગની કર્મચારી શ્રેણીની 225 જગ્યાઓ અપગ્રેડ કરીને તેને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી (વર્ગ-2)માં ગેઝેટેડ ઓફિસર કક્ષામાં મૂકવાનો સ્તુરત્યલ નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યી સરકારના પ્રવકતા ઊર્જા મંત્રી સૌરભ પટેલે મંત્રીમંડળના આ નિર્ણયની ભૂમિકા આપતા જણાવ્યું કે ગુજરાતના મુખ્યમંત્રીએ શિક્ષણ ક્ષેત્રમાં સર્વગ્રાહી સુધારાની દિશામાં જે ધ્યાન કેન્દ્રીત કર્યું છે. તેમાં પાયાના પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા ઉંચે લાવવા, છેલ્લા દશ વર્ષથી કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ અભિયાન અને ગુણોત્સવ દ્વારા પ્રાથમિક શાળાઓમાં શિક્ષણનું સ્તર ઉંચે લાવવા સ્વમૂલ્યાંકન અને ગ્રેડેશનના નવા આયામો સફળતાપૂર્વક અપનાવ્યા છે. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક અને ભૌતિક માળખાકીય સુવિધાઓનો વ્યાપક અને સર્વગ્રાહી ધોરણે વિકાસ અને વિદ્યાસહાયકોની પારદર્શી નિમણૂંકો જેવા ક્રાંતિકારી કદમો ઉઠાવ્યા છે. જેના પરિણામે રાજ્યમાં પ્રાથમિક શિક્ષણનો ડ્રોપઆઉટ દર માત્ર 2.09 ટકા રહયો છે અને શાળામાં નામાંકન પ્રક્રિયા લગભગ 100 ટકા સુધી પહોંચી ગયું છે. સૌરભ પટેલે જણાવ્યું કે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રાસિંહ ચૂડાસમાએ મુખ્યમંત્રી સમક્ષ તાલુકા કક્ષાએથી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારણા અને સુચારૂ વહીવટ સાથે કન્યા કેળવણી ઉપર વિશેષ લક્ષ્ય આપી શકાય તે હેતુથી, રાજ્યના 225 તાલુકાઓમાં હાલની તાલુકા કેળવણી નિરીક્ષકોની વર્ગ-3ની જગ્યાગઓ અપગ્રેડ કરીને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે વર્ગ-2 માં (ગેઝેટેડ અધિકારી) મૂકવા રજૂઆત કરી હતી. જેનો મુખ્યમંત્રીએ સ્વીકાર કર્યો હતો. ગુજરાતમાં મુખ્યમંત્રીની પ્રેરણાથી આપણો તાલુકો વાઇબ્રન્ટં તાલુકો (ATVT)ની સંકલ્પના સાકાર થઇ રહી છે એટલું જ નહીં, હવે પ્રાથમિક શિક્ષણમાં ધોરણ-8 ઉમેરાવાથી ઉચ્ચતર પ્રાથમિક શાળાઓનું વ્યાપક ફલક વિકસ્યું છે. તાલુકા સ્તરે જ, પ્રાથમિક શિક્ષણ, મધ્યાહન યોજના, ગુણોત્સવ, શાળા આરોગ્ય ચિકિત્સા, કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ જેવા રાજ્યકક્ષાના અભિયાનોના સુગ્રથિત આયોજન અને અમલીકરણ માટે તાલુકામાં પ્રાથમિક શિક્ષણ અધિકારી (વર્ગ-2)ની 225 જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે. આ 225 (વર્ગ-2)ની તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની મંજૂર જગ્યાકઓ પૈકી 50 ટકા બઢતી અને સેમી ડાયરેકટ ભરતીથી તથા 50 ટકા સીધી ભરતીથી ભરવાનું નકકી કરવામાં આવ્યું છે. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વર્ગ-2 ની જગ્યાઓ ઉભી થતાં, સર્વશિક્ષા અભિયાન, તાલુકાની પ્રાથમિક શાળાઓની શૈક્ષણિક અને ભૌતિક સુવિધાઓ, સી.આર.સી. અને બી.આર.સી.ની કામગીરી સહિત ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ તથા રાઇટ ટુ એજ્યુ કેશન (RTE) જેવા ધારાઓના વિનિયમન અને દેખરેખ વધુ સુવ્યવસ્થિત ધોરણે થઇ શકશે. |
Posted: 01 Aug 2013 09:18 AM PDT Gunotsav 2013 nu result gunotsav ni site par mukai gayu chhe. CRC na id ane password vade log in thava thi shala var mahiti joi sakase.
|
Mission Mangalam ((Gujarat State Rural Livelihoods Mission) Vacancy Posted: 01 Aug 2013 06:31 AM PDT Government of Gujarat Dept. of Rural Development Gujarat Livelihood Promotion Co. Ltd. (Gujarat State Rural Livelihoods Mission) Submission of Applications Gujarat Livelihood Promotion Co. Ltd. (GLPC Ltd) asGujarat State Rural Livelihoods Mission (GSRLM) is inviting applications for 158 positions (approx.) in 10 districts and 20Talukas. The last date for submission of all applications (online& by post) is 3rd August, 2013 till 5:00 pm.How to apply? Detailed Job Description, Specifications, Eligibility Criteria, Name of Districts &Talukas and other important instructionsrelated to submission of applications is posted on www.glpc.co.in To apply online, interested candidates should visit www.glpc.co.inand Click on job openings for further process.To send by post, Hard Copy applications to be downloaded from www.glpc.co.in. Duly filled in applications to be sent to GLPC Head Office. Apply Online:click here |
Anand District ni Navi Bharti mate Jagya -Maths-Science. Posted: 01 Aug 2013 06:28 AM PDT New VS mate Anand Jilla na Petlad Taluka NI Jagya -Maths-science.JO tamara koi Mitro Ae Anand Jillo Pasand Karel hoy to Temne Aa Jagya ni Jarur jan karjo. Aanklav Taluka Aanklav Taluka(sci),Mujkuva,Kasipura,Karnat Aasodar,Ambav,Khadol(h),Hadadari,Bhetasi vanta,Ranchodpura(kanthariya),Bhanpura,Himatpura.Jilod,Bamangam,Gambhira,Lolpura,Radheshayampura,Rampura(Aasarma) UMRETH TALUAKA Indiranagri(sureli),Bharoda,Bajipura,Jitpura,Khankhanpura,Navadudhapura(sundal),Bhalej kanya,Khankuva,Ahima,Navapura,Tadiyapura(dhodi),Nagjipura(sili),Rajnagar(pratappura),Pratappura Sojitra Taluka Devataj,Khadiyapura(tralovad),Dabhou(kanya),Bontva,Megalpur,Petli,Khodiyarpura,Deva(kumar&kanya),Sejvapura(Deva),Luxmipura(Dev),Kasor kumar,Panchlipura,Laadkui,Pipdav kumar&kanya,Palol,Gaada. Sarsha Taluka Sarsa Branch,Khadipura,Kherda,Ransol kumar& kanya,Ood mukhya kumar,Ranchodpura,Badhatpura,Kunjrav,Devjipura,Kasor kanya,Solapur,Ajarpura kumar &kanya Ajupura,Lalpura(tranol),Jahngirpura,Vera khadi,Adas,Vasantpura(adas),Denapura(adas),Mogar kumar,Napad vanta(kumar&kanya),Prakashnagar(Napad) Petlad Taluka Vishnoli,Sihol,Dantali,Fagni,Virol(c),Simarda,Rupiyapura,Aasi,Boriya,Dharmaj kumar,Sundarna,Kaniya,DemolSansej,Pandori kumar,Madhavpura,Pandori kanya,Sardarpura,Jogan,Danteli,Manaj,Sundra,Khadana. |
Vidhayasahayak Bharti 2012 Junagadh District ni Khali Jagya Nu List Posted: 01 Aug 2013 05:34 AM PDT |
Posted: 01 Aug 2013 05:31 AM PDT Vikalp Case ma aaj na Hearing ma date padi
|
Posted: 01 Aug 2013 05:24 AM PDT |
You are subscribed to email updates from આપણું ગુજરાત – AAPNU GUJARAT To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો