શનિવાર, 8 જૂન, 2013

Educational corner ( શૈક્ષણિક )

Educational corner ( શૈક્ષણિક )


***ગુજરાતની એકપણ પ્રાથમિક શાળાબંધ કરવામાં આવશે નહીં***

Posted: 07 Jun 2013 05:41 PM PDT

***ગુજરાતની એકપણ પ્રાથમિક શાળાબંધ કરવામાં આવશે નહીં*** - શિક્ષણ વિભાગ જીસીઆરટીમાં આજે મળેલી બેઠકમાં નિર્ણય રાજ્યની પ્રાથમિક આશરે ૮પ૦૦ જેટલી પ્રાથમિક શાળાઓમાં ઓછી સંખ્યા હોવાથી તેને બંધ કરીને નજીકની શાળામાં ભેળવવાની તજવીજહાથ ધરવામાં આવી હતી. એકથી ત્રણ કિમીની સુધીની શાળામાં ૧૦૦થી ઓછા વિદ્યાર્થી ધરાવતી શાળાઓનેમર્જ કરવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. કેટલીક શાળાઓમાં આંગળીના ટેરવે ગણી શકાય તેટલા વિદ્યાર્થીઓ હોવાથી આવી શાળાઓને પણ બંધ કરવાની વિચારણા કરાઇ હતી. આ સંદર્ભે આજે જીસીઇઆરટીમાં પ્રાથમિક શિક્ષણ અગ્રસચિવની આગેવાનીમા મળેલી એકબેઠકમાં તમામ શાળાઓને ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે"

Posted: 07 Jun 2013 05:15 PM PDT

રાજ્યમાં ૧૩ જૂનથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થશે નવા શૈક્ષણિકસત્રના પુર્વે પ્રારંભ થઇ રહેલા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવમાં ભાગલેનાર તમામ મંત્રીઓ , પદાધિકારીઓ અને સનદી અધિકારીઓ પ્રેરક માર્ગદર્શન આપતા ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણને ગુણવત્તાસભર બનાવવા અને સમાજની સંવેદના જગાવીને સમાજ પ્રત્યેનું રૂણચૂકવવાના અવસરને સાર્થક બનાવવાનું આહવાન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યુ હતું. સતત ૧૧માં વર્ષે કન્યાકેળવણી શાળા પ્રવેશોત્સવનુ અભિયાન તા. ૧૩ , ૧૪,૧૫ જૂનથી ગ્રામ્ય વિસ્તાર અને તા. ૨૦,૨૧, ૨૨ જુનથી શહેરી વિસ્તારમાં હાથધરાશે. સ્વર્ણીમ સંકુલના સાબરમતિ સભાકક્ષામાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં મોદીએ જણાવ્યુ હતુ કે આઝાદી પછીના ૫૦ વર્ષ સુધી પ્રાથમિક શિક્ષણ ઉપેક્ષિત અને સ્થગિત દિશામાં હતું તેમાં સતત ૧૦ વર્ષથી આ અભિયાન દ્વારા સામાજિક પરિવર્તનને મિશન મોડ ઉપર લાવવામાં સફળતા મળી છે. આ વર્ષે ધો. ૮ને પ્રાથમિક શાળામાં સમાવેશ કર્યો છે અને કોમ્પ્યુટરની સવલતો પણપુરી પાડી છે. તે અંગે ગામજનોને સાચી સમજ આપીને ધો . ૭ પછી ડ્રોપ આઉટ ઘટાડવાનું અભિયાનઉપાડવાનું સુચન કર્યુ હતું. ગ્રામીણક્ષેત્રે ઉપરાંત શહેરી વિસ્તારની શાળાઓમાં શ્રમજીવી પરિવારોના ગરીબ બાળકોનાભવિષ્યની વિશેષ કાળજી પ્રવેશોત્વસમાં ધ્યાન કેન્દ્રીત કરવાના પ્રેરણાદાયી સુચનોમુખ્યમંત્રીએ કર્યા હતા. ' શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ કે ' પ્રાથમિક શિક્ષણક્ષેત્રે મળેલી સુવિધાઓને શિક્ષણની સુધારણામાં પલટાવીશું. લક્ષ્યાંક ર્પુિતમાં ગુણાત્મક સિધ્ધિઓ મળી છે પણ આપણે સો ટકા સફળતા મેળવવાનો નિર્ધાર કર્યો છે.' આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી વસુબેનત્રિવેદી , શિક્ષણ સચીવ સંગીતા સિંઘ. મુખ્ય સચિવ ડો વરેશ સિંહા તેમજ સનદી સચિવ ઉપસ્થિત રહ્યા હતા

છઠ્ઠા પગાર પંચનો તફાવતનો પાંચમો હપ્તો( ૨૦ % ) રોકડમાં ચૂકવવા બાબતનો ૦૩/૦૬/૨૦૧૩ નો નાણાખાતાનો પરિપત્ર

Posted: 07 Jun 2013 08:43 AM PDT

http://financedepartment.gujarat.gov.in/gr/Pay_Cell/03_06_2013.pdf

Posted: 07 Jun 2013 08:18 AM PDT

વિદ્યાસહાયક ભરતી ની બહુ અટકળસર્જાય છે ,હવે આતુરતા નો અંત આવવાના થોડાક જ કલાક બાકી છે .. આવતી કાલે અથવા સોમવારે ભરતી અંગે ની ૧૦૦ % જાહેરાત આવશે જ . Info by Bhavesh suthar

13મીએ ધોરણ 10નું પરિણામજાહેર થશે

Posted: 07 Jun 2013 06:57 AM PDT

અમદાવાદ : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ 13 જુનના રોજ જાહેર થશે. અંદાજે 9 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી અને 13મી જુને તેમના શૈક્ષણિક ભાવિનો ફેંસલો જાહેર થશે. સૂત્રોએ જણાવ્યું કે છેલ્લા કેટલાંક સમયથી ધોરણ 10નું પરિણામ ક્યારે જાહેર થશે તેની વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ચિંતાની લાગણી વ્યાપક હતી. નવો શૈક્ષણિક વર્ષ ટુંક સમયમાં શરૂ થઇ રહ્યું છે ત્યારે 13 જુને ધોરણ 10નું પરિણામ જાહેર થશે. સમગ્ર રાજ્યમાંથી 9,81,815 વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી. ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ દ્વારા અંદાજે 41 હજાર વિદ્યાર્થીઓએ પણ ધોરણ 10ની પરીક્ષા આપી હતી તેથી એ જોતાં 13મીએ 10 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓનું ભાવિ નક્કી થશે. સૂત્રોએ જણાવ્યું કે વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ બોર્ડની વેબસાઇટ www.gseb.org , www.gipl.net અને www.indiaresult.com પરથી જાણી શકશે. આ ઉપરાંત મોબાઇલ ફોન પર એસએમએસ પરથી પણ વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ મેળવી શકશે. GGN NEWS

HNGU MA PART 1 RESULT DECLARED

Posted: 07 Jun 2013 04:50 AM PDT

HNGU MA PART 1 RESULT DECLARED

Click Here for Result M A Part - 1

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો