શનિવાર, 8 જૂન, 2013

આપણું ગુજરાત – AAPNU GUJARAT

આપણું ગુજરાત – AAPNU GUJARAT


વિધ્યાસહાયક ભરતી અંગે અગત્યના સમાચાર

Posted: 07 Jun 2013 08:54 AM PDT

વિદ્યાસહાયક ભરતી ની બહુ અટકળ સર્જાય છે ,હવે આતુરતા નો અંત આવવાનો છે. 

થોડાક જ કલાક બાકી છે ........

આવતી કાલે અથવા સોમવારે  ભરતી અંગે ની ૧૦૦ % જાહેરાત આવશે જ .

info by Bhavesh suthar

13મીએ ધોરણ 10નું પરિણામ જાહેર થશે

Posted: 07 Jun 2013 08:41 AM PDT

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ 13 જુનના રોજ જાહેર થશે. અંદાજે 9 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી અને 13મી જુને તેમના શૈક્ષણિક ભાવિનો ફેંસલો જાહેર થશે. સૂત્રોએ જણાવ્યું કે છેલ્લા કેટલાંક સમયથી ધોરણ 10નું પરિણામ ક્યારે જાહેર થશે તેની વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ચિંતાની લાગણી વ્યાપક હતી. નવો શૈક્ષણિક વર્ષ ટુંક સમયમાં શરૂ થઇ રહ્યું છે ત્યારે 13 જુને ધોરણ 10નું પરિણામ જાહેર થશે. સમગ્ર રાજ્યમાંથી 9,81,815 વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી. ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ દ્વારા અંદાજે 41 હજાર વિદ્યાર્થીઓએ પણ ધોરણ 10ની પરીક્ષા આપી હતી તેથી એ જોતાં 13મીએ 10 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓનું ભાવિ નક્કી થશે. સૂત્રોએ જણાવ્યું કે વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ બોર્ડની વેબસાઇટ www.gseb.org , www.gipl.net અને www.indiaresult.com પરથી જાણી શકશે. આ ઉપરાંત મોબાઇલ ફોન પર એસએમએસ પરથી પણ વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ મેળવી શકશે.

North Guj Uni Result Declare March-june 2013

Posted: 07 Jun 2013 12:17 AM PDT

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો