સોમવાર, 17 જૂન, 2013

Educational corner ( શૈક્ષણિક )

Educational corner ( શૈક્ષણિક )


પ્રજ્ઞાચક્ષ­ુઓને નિમણૂકો ન અપાતાં કન્ટેમ્પ્ટ રિટ

Posted: 16 Jun 2013 05:34 PM PDT

પ્રજ્ઞાચક્ષ­ુઓને નિમણૂકો ન અપાતાં કન્ટેમ્પ્ટ રિટ લાયકાત ધરાવતા પ્રજ્ઞાચક્ષુ ઉમેદવારોને હાઇકોર્ટના હુકમ છતાં વિદ્યાસહાયક તરીકે નિમણૂંકો નહી અપાતા નારાજ પ્રજ્ઞાચક્ષુ ઉમેદવારો તરફથી હાઇકોર્ટની ખંડપીઠ સમક્ષ કન્ટેમ્પ્ટ પીટીશન દાખલ કરવામાં આવી છે. જસ્ટિસ જયંત પટેલ અને જસ્ટિસ ઝેડ.કે.સૈય્યદની­ ખંડપીઠે સીંગલ જજના ચુકાદાનો અમલ કરવા અથવા તો આ મામલે જરૂરી ખુલાસો કરવા શિક્ષણવિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરીને તા.૨૦મી જૂને અદાલત સમક્ષ હાજર રાખવા રાજય સરકારને નિર્દેશ કર્યો છે. ખંડપીઠે પોતાના હુકમમાં સ્પષ્ટ જણાવ્યું હતુંકે,સીંગલ જજના ચુકાદાનું પાલન કરવાની રાજય સરકારની ફરજ છે. હાઇકોર્ટના આ વલણ બાદ ૨૦૧૦-૨૦૧૧ના લાયકાત ધરાવતા પ્રજ્ઞાચક્ષુ ઉમેદવારોને વિદ્યાસહાયક તરીકેની નિમણૂંક મળવાની સંભાવના છે. *.ચુકાદાનો અમલ કરવાની સરકારની ફરજ છે: હાઇકોર્ટ સરકાર દ્વારા તા.૧૨-૨-૨૦૧૩નું­ જે જાહેરનામું બહાર પાડયું છે,તે સીંગલ જજના ચુકાદા પછી બહાર પડાયું છે અને તેથી તે ભવિષ્યની અસરથી લાગુ પડી શકે પરંતુ સીંગલ જજના ચુકાદાને નિરર્થક ઠરાવી શકતું નથી. અરજદાર અકબરી કૌશિક હંસરાજભાઇ તથા અન્ય પ્રજ્ઞાચક્ષુ ઉમેદવારો દ્વારા કરાયેલી કન્ટેમ્પ્ટ પીટીશનમાં એડવોકેટ કૌશિક.બી.પૂજારા­એ જણાવ્યું હતું કે,અરજદાર ઉમેદવારોએ ૨૦૧૦ અને ૨૦૧૧ની વિદ્યાસહાયકોનીભ­રતીમાં ભાષાના શિક્ષક માટે એપ્લાય કર્યું હતું અને તેઓ યોગ્ય લાયકાત ધરાવતા હોવાથી મેરિટમાં સમાવેશ પામ્યા હતા. પરંતુ તેઓ સો ટકા બ્લાઇન્ડ હોવાના કારણસર સરકારે તેઓનેનિમણૂંક આપવાનો ઇનકાર કર્યો હતો. સરકારનો આ નિર્ણય પર્સન વીથ ડીસેબીલીટીઝ એકટની ત્રણ ટકા અનામતની જોગવાઇઓ તેમ જ કેન્દ્ર સરકારનાજાહેરનામ­ાની વિરૂધ્ધનો અને ગેરબંધારણીય હોઇ અરજદારોએ સીંગલ જજ સમક્ષ રિટ કરી હતી. જેમાં જસ્ટિસ અનંત એસ.દવેએ તા.૧-૧૧-૨૦૧૨ના રોજ અરજદારોનીલાયકાત તપાસી પસંદગીયાદીમાંસુ­ધારો કરી તેઓને નિમણૂંક આપવા અંગે આઠ સપ્તાહમાં નિર્ણય લેવા રાજય સરકારને હુકમ કર્યો હતો. આ હુકમ છતાં સરકારે હજુ સુધી અરજદારોને નિમણૂંકો આપી નથી. અરજદારપક્ષ તરફથી જણાવ્યું કે,સરકારેતા.૧૨-૨-૧૩ના રોજ નવું જાહેરનામું જારી કરી સો ટકા બ્લાઇન્ડ પીપલને માત્ર મ્યુઝિક ટીચર તરીકે જ લાયક ગણવાઅને વિદ્યાસહાયકની ભરતીમાંથી બાકાત કરતો નિર્ણય કર્યો છે પરંતુ અરજદારો તો,૨૦૧૦-૧૧ની ભરતીપ્રક્રિયાવા­ળા ઉમેદવારો છે,તેઓને ૨૦૧૩નું જાહેરનામું કેવી રીતે લાગુ પડી શકે?, વળી,સીંગલ જજનો ચુકાદો પણ જાહેરનામા પહેલાનો છે તેથી જાહેરનામું અરજદારોના કિસ્સામાં લાગુ પડી શકે નહી. હાઇકોર્ટની ખંડપીઠે આ દલીલો ગ્રાહ્ય રાખ્યા બાદ તા.૨૦મીએ સરકારને આ મામલે ખુલાસો કરવા નિર્દેશ કર્યો હતો.

DIET ઇનોવેશન સેલ

Posted: 16 Jun 2013 05:10 PM PDT

DIET ઇનોવેશન સેલ DIET ઇનોવેશન સેલ અંતર્ગત શિક્ષકોની યાદી મોકલવા માટે અથવા ઓનલાઈન રજીસ્ટ્રેશન /સબમીશન કરવા માટેની તારીખ-15/06/2013 હતી, તે લંબાવીને 30/06/2013 કરેલ છે .તો ઇનોવેશન સેલ 30 જુન સુધી મોકલી શકાશે .info- યુ. પી.બલોચ, લાયઝન ઓફીસર, કાંકરેજ

DIET ઇનોવેશન સેલ

Posted: 16 Jun 2013 04:06 AM PDT


DIET ઇનોવેશન સેલ

ગુજરાત રાજ્યમાં અનેક પ્રાથમિક શાળાઓમાં નવતર કાર્યો થાય છે.અધ્યયન અધ્યાપન પ્રક્રિયા ધ્વારા શિક્ષણની સાથે સિધ્ધી-આંક(લર્નિંગ આઉટકમ)નું ગુણવત્તા સભર પરિણામ મળે,આવા અભિનવ કાર્યોનો ફેલાવો થાય, રાજ્યની સરકારી પ્રાથમિક શાળા ના શિક્ષકો નવતર અને અભિનવ પ્રયોગો કરવા માટે પ્રોત્સાહિત થાય, તેવા હેતુ સાથે ગુજરાત શૈક્ષણિક નવીની કરણ આયોગ(GEIC), ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT) અને રવિજે મથ્થાઈ સેન્ટર ફોર એજ્યુકેશનલ ઇનોવેશન-ભારતીય પ્રબંધન સંસ્થાન-અમદાવાદ (RJMCEI-IIMA) દ્વારા એક સહિયારો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. આ સાથે અમે આપને આપના દ્વારા કરવા માં આવેલ નવતર પ્રયોગોને નોધાવવા માટે આમંત્રણ આપીએ છીએ. આપ જે કોઈ નવતર પ્રયોગ સબમિટ કરશો તે નવતર પ્રયોગ સાથે આપનું નામ પણ જોડવામાં આવશે. આમારું આયોજન છે કે આપ દ્વારા સબમિટ કરવા માં આવેલ નવતર પ્રયોગોનું સંકલન કરી તેને પુસ્તક કે અન્ય સ્વરૂપમાં પ્રકાશિત કરવામાં આવે. નવતર પ્રયોગો કરનાર શિક્ષકો ની કાર્યશાળાઓ નું આયોજન કરી આવા નવતર પ્રયોગો કરનાર શિક્ષકો નું સન્માન કરવામાં આવે.

સંપૂર્ણ બ્રોશર જોવા માટે અહિયાં ક્લિક કરો.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો