ગુરુવાર, 20 જૂન, 2013

આપણું ગુજરાત – AAPNU GUJARAT

આપણું ગુજરાત – AAPNU GUJARAT


Posted: 19 Jun 2013 09:49 PM PDT

વિદ્યાસહાયક ભરતી અંતર્ગત તા. ૧૯/૦૬/૨૦૧૩ ના  રોજ ફોર્મ ભરવાની ઓનલાઈન પ્રક્રિયા વિના વિધ્ને પૂર્ણ થયેલ છે. બિનસત્તાવાર માહિતી મુજબ તા. ૨૫/૦૬/૨૦૧૩ ની આસપાસ પ્રોવિઝનલ ઓનલાઈન મેરીટ યાદી  બહાર પડી શકે છે. તા. ૦૧/૦૭/૨૦૧૩ થી તા. ૦૪/૦૭/૨૦૧૩ ની આસપાસ ફાઈનલ મેરીટ યાદીની જાહેરાત થઈ શકે છે. ૧૫/૦૮/૨૦૧૩ થી તા. ૨૫/૦૮/૨૦૧૩ ની આસપાસ ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ શકે છે.  
અત્રે દર્શાવેલ તારીખ  એક શક્યતા છે. ફાઈનલ કાર્યક્રમ માટે ભરતી પ્રક્રિયા માટેની સરકારશ્રીની જે તે વેબસાઈટ તથા આ વેબસાઈટ જોતા રહેવું.

28 જુનથી મેડીકલમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ

Posted: 19 Jun 2013 09:47 PM PDT

28 જુનથી મેડીકલમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભજીજીએન ટીમ દ્વારા | June 19, 2013, 07:20 PM IST અમદાવાદ :ગુજરાતમાં મેડીકલ ફેકલ્ટીમાં પ્રવેશ માટેની પ્રક્રિયા 28 જુનથી શરૂ થશે. 22 જુલાઇ સુધીમાં ભરેલા પ્રવેશ ફોર્મ જમા કરાવાના રહેશે એમ રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી. ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ 1 ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં એમ કહ્યુંકે એમબીબીએસમાં પ્રવેશ માટે સુપ્રિમ કોર્ટે મંજુરી આપી છે અને સુપ્રિમ કોર્ટે એમ જણાવ્યું છે કે પ્રવેશ આપતીવખતે પ્રવેશફોર્મમાં એવી ખાસ સુચના લખવી કે સુપ્રિમ કોર્ટના ચુકાદાને આધીન પ્રવેશ મળશે. કેમ કે મેડીકલમાં પ્રવેશ સંદર્ભે રીટ અરજીની કાનૂની પ્રક્રિયા ચાલી રહી છે. ગુજરાતમાં 28 જુનથી 19 જુલાઇ સુધી એક્સીસ બેન્કમાંથી રૂ. 170 ભરીને પ્રવેશ ફોર્મ મેળવી શકાશે. ભરેલા પ્રવેશ ફોર્મ 29 જુનથી અમદાવાદની બી. જે. મેડીકલ કોલેજમાં સેન્ટ્રલ પ્રવેશ સમિતિને પહોંચાડવાના રહેશે. 22 જુલાઇસુધી ભરેલા ફોર્મ સ્વીકારવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે એમબીબીએસમાં પ્રવેશ માટ ગુજકેટ અને પોસ્ટ ગ્રેજયુએશનમાં પ્રવેશ માટે નીટના આધારે પ્રવેશ કાર્યવાહી થશે. આમ, છેલ્લા કેટલાક દિવસથી મેડીકલમાં પ્રવેશ સંદર્ભે વિદ્યાર્થી અને વાલીઓમાં સર્જાયેલી મુંઝવણનો અંત આવ્યો છે.

પીટીસી સ્નાતકોની ભરતી મુદ્દે ત્રણ માસ માસમા નિર્ણય કરવા હુકમ.

Posted: 19 Jun 2013 05:23 AM PDT

ધો.૧ થી૫માં પ્રાથમિક શિક્ષકોની ભરતી નહીં કરાતા નામદાર હાઈકોર્ટ સમક્ષ શિક્ષકોનો ઘા

Posted: 19 Jun 2013 02:09 AM PDT

ધો.૧ થી૫માં છેલ્લા ચાર વર્ષથી પીટીસી ઉમેદવારોની ભરતી થતી નથીતેમજ એક વરસથી ટેટની પરીક્ષા આપેલ હોવા છતાં શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષકોની ભરતી નહીં કરાતા નામદાર હાઈકોર્ટ સમક્ષ શિક્ષકોએ ઘા નાખ્યો છે. બનાસકાંઠા, મહેસાણા તથા સાબરકાંઠાના પ્રાથમિક શિક્ષણના શિક્ષકોએ અગાઉ ડાયરેક્ટર ઓફ પ્રાઈમરી એજ્યુકેશન તેમ જ રાજ્યના શિક્ષણ મંત્રી સમક્ષ રજૂઆત કરેલ હતી કે, પ્રાથમિક વિભાગમાં શિક્ષકની ભરતી છેલ્લા ચાર વરસથી કરવામાં આવેલ નથી તેમ જ ટેટની પરીક્ષા પાસ કર્યાને એક વરસ વીતી ગયેલ હોવા છતાં તેમને કોઈ નિમણુંકનો હૂકમ આપવામાં આવેલ નથી. આ રજૂઆતના અનુસંધાનમાં સક્ષમ વહીવટીતંત્ર દ્વારા શિક્ષકોએ કરેલી કોઈ જ રજૂઆતનો કોઈ જ પ્રત્યુત્તર નહી મળતા આખરે તેઓ કંટાળીને નામદાર હાઈકોર્ટ સમક્ષ વિશેષ દીવાની અરજી નંબર ૬૬૫૬/૨૦૧૩ની કરવી પડેલ. જેમાં, તેઓની મુખ્ય રજૂઆત હતી કે, પી.ટી.સી. ઉત્તિર્ણ થયેલ ઉમેદવારોએ લોઅર લેવલ પાર્ટ-૧ ટેટની પરીક્ષા પણ પાસ કરેલ છે. જે પરીક્ષામાં અંદાજે ૧૨૭૦૦૦ ઉમેદવારો બેઠેલા. જેમાંથી ફક્ત ૪૦૨૯ ઉમેદવારો ઉત્તિર્ણ થયેલ હતા. જે બતાવે છે કે, ટેટની પરીક્ષા કેટલી બધી અધરી છે. આ ઉપરાંત, તેઓની મુખ્ય રજૂઆત હતી કે, સમગ્ર રાજ્યમાં ૫૦૦૦ કરતા પણ વધારે સંખ્યામાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શિક્ષકોની જગ્યા ખાલી પડેલ છે તેમ છતાં, રાજ્ય સરકાર દ્વારા સક્ષમ લાયકાત ધરાવતા ઉમેદવારો હોવા છતાં છેલ્લા ચાર વરસ ઉપરાંતથી પ્રાથમિક શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી. આ સંજોગોમાં અરજદારોએ તા.૪-૨-૨૦૧૩નાં રોજ સક્ષમ અધિકારી સમક્ષ રજૂઆત કરેલ છે અને જેના અનુસંધાનમાં રાજ્ય સરકારે કશો જ પ્રત્યુતર આપેલ નથી. તેના બદલે સમગ્ર પ્રશ્નો ફરીથી રાજ્ય સરકાર વિચારણામાં લે અને યોગ્ય નિર્ણય કરીને અરજદારોના ભરતી અંગેની કાર્યવાહીને આગળ ધપાવે તેવી અરજદારોની માંગણી છે. બંને પક્ષકારોની દલીલો સાંભળીને નામદાર હાઈકોર્ટ જજ કે.એમ.ઠાકરે અરજદારોએ કરેલ રજૂઆત સાંભળીને પ્રિન્સિપાલ સેક્રેટરી, શિક્ષણ વિભાગ તેમ જ ડાયરેક્ટર ઓફ પ્રાઈમરી એજ્યુકેશન, રાજ્ય સરકાર, ગાંધીનગરનાંઓને ત્રણ મહિનામાં નિર્ણય કરવા માટેનો હુકમ કરેલ છે. જેના અનુસંધાનમાં અરજદારોએ સક્ષમ અધિકારીઓ સમક્ષ નામદાર હાઈકોર્ટના હૂકમ મુજબ ફરીથી રજૂઆતની કાર્યવાહી કરેલ છે. અરજદારો તરફે વિ.વ.પી.જે.યાજ્ઞિાક હાજર રહ્યા હતા.

સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયકની પસંદગી

Posted: 19 Jun 2013 12:35 AM PDT

મેરીટમાં આવેલ ઉમેદવારોએ જીલ્લા પસંદગીનો વિકલ્પ ઓનલાઈન તા. ૧૮.૬.૨૦૧૩ થી ૨૧.૬.૨૦૧૩ સાંજે ૪.૦૦ કલાક સુધીમાં અચુક ભરવાનો છે.
 
1. ઓનલાઈન જિલ્લાનો વિકલ્પ  (ફક્ત મેરીટમાં આવેલ ઉમેદવાર માટે )
 
 વિગત દર્શાવતું પત્રક (30% સ્ત્રી અનામત સીવાયના માટે)
 
વિગત દર્શાવતું પત્રક - 630% સ્ત્રી અનામત માટે

સુચના: 
૧) મેરીટમાં આવેલ ઉમેદવારોએ વિષયવાર, તેઓની કેટેગરી મુજબ જે જિલ્લામાં જગ્યા ઉપલબ્ધ છે તેનો ઓનલાઈન વિકલ્પ પસંદગીના 
   જીલ્લાના ક્રમ મુજબ તા. ૧૮.૬.૨૦૧૩ થી ૨૧.૬.૨૦૧૩ સાંજે ૪.૦૦ કલાક સુધીમાં અચુક ભરી લેવો.ઉમેદવાર વિકલ્પ નહિ ભરે તો તેમનો વિકલ્પ જતો કરેલ છે તેમ માની આગળની નિયમ અનુસારની કાર્યવાઈ હાથ ધરાશે. જે અંગેની સઘળી જવાબદારી સંબંધિત ઉમેદવારની રહેશે.
૨) તા. ૧૩.૬.૨૦૧૩ સુધીમાં ઉમેદવારોએ આ સાથે રજુ કરેલ એફીડેવીટ કરવાનું રહેશે. (ગુજરાતી નકલ  /  અંગ્રેજી નકલ )
૩) ઉમેદવારોએ આ વેબસાઈટ બીજી માહિતી માટે દર રોજ જોવા વિનંતી 
૪) ઉમેદવારોએ અસલ સોગદં નામું કઢાવીને પોતાની પાસે જ રાખવાનું છે. આપને જીલ્લો ફાળવ્યા પછી તા. ૨૫.૬.૨૦૧૩ના રોજ જિલ્લા 
   શિક્ષણાધિકારીશ્રી ની કચેરીમાં અસલ પ્રમાણપત્રો તથા એફીડેવીટ (સોગંદનામું) ચકાસણી અર્થે રજુ કરીને નિમણુંક પત્ર મેળવવાનો રહેશે.
 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો