ગુરુવાર, 24 જુલાઈ, 2014

WI-FI EDUCATION IN GUJARAT

WI-FI EDUCATION IN GUJARAT


શિક્ષણ વિભાગના કર્મી ઓ માસ સી.એલ. પર્

Posted: 23 Jul 2014 09:30 PM PDT

loading...

યુજીસી દ્વારા લેવાતી NET હવેથી CBSE દ્વારા લેવાશે

Posted: 23 Jul 2014 09:15 PM PDT

ઈજનેરી,મેડિકલ સહિતની UG લેવલની પ્રવેશ પરીક્ષાઓ લેતું CBSE પ્રથમવાર PG પરીક્ષા લેશે

અમદાવાદ,બુધવાર
કોલેજોમાં લેક્ચરશીપ અને જુનિયર રીસર્ચ ફેલોશિપ માટે યુજીસી દ્વારા દર વર્ષે વર્ષમાં બે વાર નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ લેવામા આવે છે ત્યારે હવે થી આ નેટ પરીક્ષા યુજીસીને બદલે સીબીએસઈ દ્વારા લેવામા આવનાર છે.મહત્વનું છે કે યુજીસી દ્વારા છેલ્લા ૨૫ વર્ષથી નેટ લેવામા આવે છે.
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા લેવાતી અને યુજીસી નેટ તરીકે જાણીતી નેશનલ એલિજિબિલિટી ટેસ્ટનું સંચાલન હવેથી સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્રારા કરવામા આવશે.કેન્દ્ર સરકારે કોલેજોમાં ટીચીંગ અને રીસર્ચ માટેના જરૃરી માપદંડને નક્કી કરવા માટે ૧૯૮૮માં નોટિફિકેશન બહાર પાડીને  લેક્ચરર્સ અને જુનિયર રીસર્ચ ફેલોશિપ માટેની નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ જાહેર કરી હતી.ત્યારબાદ ૧૯૮૯થી સતત દર વર્ષે યુજીસી દ્વારા  દેશભરમા ૮૦ જેટલા વિષયોમાં નેટ લેવાય છે. યુજીસી દર વર્ષે જુન અને ડિસેમ્બરમાં એમ બે વાર નેટ યોજે છે ત્યારે તાજેતરમાં યુજીસીની હાઈ લેવલ મીટિગમાં હવે પછીની નેટ સીબીએસઈને સોંપવાનો નિર્ણય કરાયો હતો.જેને પગલે હવે પછીની ડિસેમ્બરની નેટ સીબીએસસઈ દ્વારા લેવામા આવનાર છે.સીબીએસઈ દ્વારા એન્જિનિયરિગ અને મેડિકલ સહિતની અનેક યુજી લેવલની પ્રવેશ પરીક્ષાઓ લેવામા આવે છે ત્યારે પીજી લેવલ પરની આટલી મોટી પરીક્ષા સીબીએસઈ પ્રથમવાર લેશે.આમ છેલ્લા ૨૫ વર્ષથી યુજીસી દ્વારા લેવાતી નેટ હવેથી સીબીએસસઈ દ્વારા લેવાશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો