ગુરુવાર, 10 જુલાઈ, 2014

WI-FI EDUCATION IN GUJARAT

WI-FI EDUCATION IN GUJARAT


ભાષાનાં ટેટ- ૨ પાસ ઉમેદવારો દ્વારા ભરતીની માંગ સાથે આવેદનપત્ર

Posted: 09 Jul 2014 09:15 PM PDT




ઉમેદવારો દ્વારા ચોથી વખત રજુઆત : સરકાર બાંહેધરી આપીને ભુલી જાય છે : ઉમેદવારો

ભાસ્કર ન્યૂઝ. ગાંધીનગર, રાજય શિ ાણ બોર્ડ દ્વારા ધોરણ ૬થી ૮નાં શિ ાકોની ભરતીમાં ટેટ પાસ ભાષાનાં ઉમેદવારોની છેલ્લા ઘણા સમયથી ભરતી ન થતા ઉમેદવારોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ભાષાનાં ઉમેદવારો દ્વારા ભરતી માટે શિ ાણમંત્રી તથા શિ ાણ વિભાગને વારવાર રજુઆતો કરવામાં આવી છે. પરંતુ ભરતી માટે કોઇ પગલા ન લેવાતા મંગળવારે સતત ચોથી વખત આવેદનપત્ર પાઠવ્યુ હતુ.
ભાષાનાં ટેટ પાસ ઉમેદવારોએ સેકટર ૬ની સત્યાગ્રહ છાવણી ખાતે ભરતીની માંગ સાથે દેખાવો કર્યા હતા.
વિધાનસભાનું સત્ર ચાલુ થવાની સાથે ગાંધીનગર સેકટર ૬ ખાતેની સત્યાગ્રહ છાવણી ખાતે ગરમાવો આવી ગયો છે. રાજયમાંથી જુદા જુદા ઉમેદવારો તથા કર્મચારીઓ પોતાની માંગણીઓ સરકાર સુધી પહોચાડવા આવવા લાગ્યા છે. સોમવારે સીપીએડ તથા ફાર્માસિસ્ટ સત્યાગ્રહ છાવણી ખાતે ઉમટી પડ્યા બાદ મંગળવારે ધોરણ ૬થી ૮ ભાષાનાં ટેટ પાસ ઉમેદવારો ભરતીની માગણી સાથે ઉમટી પડયા હતા. ઉમેદવારોનું કહેવુ છે કે સરકારનાં શિ ાણ વિભાગ દ્વારા શિ ાકોની ભરતી માટે ટેટની પરી ાાઓ છાશવારે યોજવામાં આવે છે.
પરંતુ પરી ાા પત્યા બાદ ટેટ પાસ ઉમેદવારની ભરતીનું નામ નથી લેતી. જેમાં ખાસ કરીને ભાષા વિષયનાં તથા સામાજીક વિજ્ઞાન વિષયનાં ઉમેદવારોની છેલ્લા ઘણા સમયથી ભરતી કરવામાં આવી નથી. ઉમેદવારો દ્વારા લોકસભાની ચુંટણી પહેલાનાં દિવસોમાં ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ આંદોલન કરીને ભરતીની માંગ કરી હતી. પરંતુ સરકાર ચુંટણી પત્યા બાદ યોગ્ય પગલા લેવાની બાંહેધરી આપી હતી. પરંતુ ચુંટણી પત્યા બાદ પણ આ દિશામાં કોઇ પગલા ન લેવાતા ઉમેદવારો સરકારને યાદ કરાવવા ગાંધીનગર તરફ આવી રાા છે.
જો કે ભાષાનાં ઉમેદવારો આગામી દિવસોમાં ૩ વખત આ બાબતને લઇને આવેદનપત્ર પાઠવીને રજુઆત કરી ચુકયા છે. જેમાં વહેલી તકે ભરતી કરવાની બાંહેધરી અપાઇ હતી. પરંતુ ભરતી ન કરાતા ફરી મંગળવારે ઉમેદવારો રજુઆત કરવા પહોરયા હતા. જેમાં શિ ાણ મુજબ ફરી એક વખત વહેલી તકે ભરતી કરવાની બાંહેધરી આપી છે

પગાર બાધંણી નો પરીપત્ર ૩૦ જુન ૨૦૧૪

Posted: 09 Jul 2014 09:12 PM PDT

ગુજરાત યુનીવર્સિટીનો વધુ એક તુક્કો, વિદ્યાર્થીઓ રઝડી પડ્યા

Posted: 09 Jul 2014 08:53 AM PDT

- રાતોરાત નિયમ બદલાતા વિદ્યાર્થીઓમાં હાલાકી

- ફી ભરવા બાબતે નિયમો બદલ્યા


ગુજરાત યુનીવર્સિટીના સત્તાધીશો છેલ્લા ઘણાં સમયથી જાણે વિદ્યાર્થીઓને હેરાન કરવાના શપથ લીધા હોય તેમ અવનવા તુક્કાઓ લગાવીને વિદ્યાર્થીઓ માટે હાલાકી પેદા કરી રહી છે. પહેલા બી.એસ.સી એડમીશન માટે વિદ્યાર્થીઓને દોડાવ્યા બાદ હવે બી.કોમ.ના વિદ્યાર્થીઓને ફી બાબતે નિયમો બદલતા બી.કોમ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

વિગતો મળી રહી છે કે, ગુજરાત યુનીવર્સિટીમાં બી.કોમ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ફી ભરવા બાબતે રાતોરાત નવો નિયમ લાવવામાં આવ્યો છે. જેના કારણે કેટલાય વિદ્યાર્થીઓ રઝડી પડ્યા છે. ગુજરાત યુનીવર્સિટીએ વિદ્યાર્થીઓને બેંકમાં ફી ભરવાની જાહેરાત કરી છે. પરંતુ આજે વિદ્યાર્થીઓની ફી બેંક દ્વારા લેવામા ન આવતા વિદ્યાર્થીઓ અટવાયા છે.

ગણિતની અઘરી થિયરીને ઉકેલવા સ્ટુડન્ટ્સ માટે લેક્ચર સિરી

Posted: 09 Jul 2014 08:42 AM PDT

 સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ફાધર વાલેસ લેક્ચર સિરીઝનું આયોજન


અમદાવાદ ગણિત મંડળ અને સેન્ટ ઝેવિયર્સ કોલેજના મેથેમેટિક્સ અને સ્ટેટિસ્ટિક ડિપાર્ટમેન્ટ દ્વારા ફાધર વાલેસ લેક્ચર સિરિઝનું આયોજન કરાયું છે. જુલાઇ અને ઓગસ્ટ એમ બે મહિનામાં ૮ લેક્ચર યોજાશે. આ લેક્ચર દર શનિવારે સેન્ટ ઝેવિયર્સ કોલેજના કેમ્પસમાં રખાશે. પ્યોર સાયન્સમાં સ્ટુડન્ટસ વધુ રિસર્ચ કરે તે માટે લોકભોગ્ય વિષયની પસંદગી કરાઇ છે.
 ગયા શનિવારથી શરૃ થયેલી આ લેક્ચર સિરિઝમાં જાણીતા ગણિતજ્ઞા આ લેક્ચર સિરિઝમાં મેથેમેટિક્સ વિષય પર વાત કરશે. અમદાવાદ ગણિત મંડળના સંજય પટેલ કહે છે કે અમદાવાદની સાત સાયન્સ કોલેજના વિદ્યાર્થી જોડાય અને પ્યોર સાયન્સમાં વધુ રસ કેળવે તે માટે આ લેક્ચર સિરિઝ રખાઇ છે. પરંતુ અન્ય વિદ્યાશાખા વિદ્યાર્થીઓ પણ આ લેક્ચર સિરિઝમાં આવી શકે છે. આ લેક્ચર સિરિઝ નિઃશુલ્ક રખાઇ છે. અમે આઇઆઇટી ગાંધીનગર, પાટણ યુનિવર્સિટી, એસવીએનઆઇટી-સુરત, સરદાર પટેલ યુનિવર્સિટી વગેરે જેવી સંસ્થાનના દિગ્ગજ તજજ્ઞાો વ્યાખ્યાન આપશે. અમે વિષયોને પણ એવી પસંદ કર્યાં છે જેથી વિદ્યાર્થીઓને રસ કેળવાય. અમારા આ ગણિત મંડળ નહી નફા નહી નુકસાનના ધોરણે ચાલે છે. અમદાવાદ ગણિત મંડળે અનેક યશસ્વી ગણિતના અભ્યાસુંઓ આપ્યા છે. જે યુનિવર્સટી, હાઇસ્કુલ શિક્ષણ તથા અનેક એકેડેમીઓ સાથે જોડાયેલા છે.
ગણિત વિષય તરીકે સરળ છે પરંતુ એને સમજવાની અને સમજાવવાની પધ્ધતિમાં આપણે અટવાયા છીએ.ગણિતને સમજવામાં તર્કશકિત અને મહાવરાની જરૃર પડે છે.આ વિચારયાત્રામાં લોકોને સહભાગી બનાવવા માટે અને ગણિત શિક્ષણને વધુ જોરદાર બનાવવા માટે આજથી ૫૬ વર્ષ પહેલા ૧૯૫૭માં પ્ર.ચુ વૈધે અમદાવાદ ગણિત મંડળની સ્થાપના કરી હતી.એક સમયે તેના પાયામાં ભૂમિતિના ભિષ્મ પિતામહ ગણાતા એ આર રાવ અને ફાધર વાલેસ પણ રહયા હતા.

બે મહિના સુધી ફાધર વાલેસ લેક્ચર સિરીઝનું આયોજન
* ૧૨ જુલાઇ -      એમ.એન. પટેલ
* ૧૯ જુલાઇ -      ડૉ. મહાવીર વસાવડા
* ૨૬ જુુલાઇ -      ડૉ. અજય શુક્લ
* ૨ ઓગસ્ટ -      ડૉ. પી.જે. ભટ્ટ
* ૯ ઓગસ્ટ -      એન.એન. રોઘેલીયા
* ૧૬ ઓગસ્ટ -      ડૉ. જગમોહન ત્યાગી
* ૨૩ ઓગસ્ટ -      ડૉ. રવિ ગૌર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો