WI-FI EDUCATION IN GUJARAT |
- B.Com.માં ૧૩મીથી રિશફલિંગ તમામ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે
- જૂની મિલકતના મૂડીનફાનું એક જ મકાનમાં કરેલું રોકાણ બાદ મળશે
- budget 2015
B.Com.માં ૧૩મીથી રિશફલિંગ તમામ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે Posted: 10 Jul 2014 08:38 PM PDT ખાલી રહેનારી ૪૦૦૦થી વધુ બેઠકો માટે BBA-BCA અનેબેંક ડિપોઝિટ બાદ કોલેજમાં ડોક્યુમેન્ટ જમા ન કરી શકનારા વિદ્યાર્થીઓ માટે એક દિવસઅમદાવાદ,ગુરૃવાર ગુજરાત યુનિવર્સિટીના બીબીએ,બીસીએ અને બીકોમના ઓનલાઈન સેન્ટ્રલાઈઝ્ડ પ્રવેશમાં ફાઈનલ ચોઈસ ફીલીંગ અને એલોટમેન્ટ બાદ ઓછી ચોઈસ ફિલિંગ ભરનારને પ્રવેશ ન મળતા ૩૫૦૦થી વધુ બેઠકો ખાલી પડી છે ત્યારે યુનિવર્સિટી દ્વારા આ ખાલી બેઠકો ભરવા માટે આગામી ૧૩મીથી બીજો રાઉન્ડ એટલે કે રીશફલિંગ થનાર છે.આ રીશફલિંગમાં પ્રવેશ ન મેળવનાર અને અગાઉ પ્રવેશ મેળવીને ફી ભરી દેનાર વિદ્યાર્થીઓ પણ ભાગ લઈ શકશે.આ ઉપરાંત યુનિ.દ્વારા ૮થી૧૦ સુધીમાં કોલેજમાં જઈને ડોક્યુમેન્ટ જમા ન કરી શકનારા વિદ્યાર્થીઓ માટે આજનો એક દિવસ વધારાયો છે. યુનિવર્સિટીની આ વર્ષની પ્રથમવારની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામાં બીબીએ બીસીએ તેમજ સૌથી વધુ બીકોમમાં બેઠકો ખાલી પડવા પામી છે અને ચોઈસ પ્રમાણે વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળતા ૩૫૦૦થી વધુ બેઠકો ખાલી પડી છે ત્યારે યુનિ.બીજો રાઉન્ડ શરૃ કરવા જઈ રહી છે.૧૩મીથી રીશફલીંગ હાથ ધરાનાર છે.મહત્વનું છે કે બે દિવસના આ રીશફલિંગ રાઉન્ડમાં તમામ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે.જે વિદ્યાર્થીઓને ક્યાંય પ્રવેશ ફાળવાયો જ નથી તેવા વિદ્યાર્થીઓ સાથે ૮થી૧૦ તારીખ સુધીમાં બેંક ફી ભરીને કોલેજમાં પ્રવેશ નિશ્ચિત કરી દેનારા વિદ્યાર્થીઓ પણ ભાગ લઈ શકશે.જો કે વિદ્યાર્થીઓએ આ રીશફલિંગમાં ભાગ લેતા પહેલા એ બાબતની કન્સેન્ટ એટલે કે ખાત્રી આપવી પડશે કે તેઓ રીશફલિંગમાં ભાગ લેવા માંગે છે અને તેઓને આ રીશફલિંગમાં અન્ય કોઈ કોલેજમાં બેઠક મળી જતા અગાઉ મળેલી બેઠક આપોઆપ રદ્દ થઈ જશે. જેથી વિદ્યાર્થીઓએ આ રીશફલિંગમાં ખૂબ જ સમજીને અને વિચારીને ચોઈસ ભરવાની રહેશે. વિદ્યાર્થીઓએ જે પસંદગીની કોલેજમાં પ્રવેશ જોઈએ છે તે કોલેજોને ઉતરતા ક્રમમાં મુકવાની રહેશે અને હાલ મળેલી કોલેજને પસંદગીમાં સૌથી નીચે રાખવાની રહેશે. જો વિદ્યાર્થીને આ રીશફલિંગમાં તેમની નવી ચોઈસ પ્રમાણે બેઠક નહીં મળે તો અગાઉની બેઠક પર પ્રવેશ ચાલુ જ રહેશે. પ્રથમ રાઉન્ડમાં ૮થી૧૦ તારીખ સુધીમાં પ્રવેશ મેળવાનારા ૨૭૨૯૦ જેટલા વિદ્યાર્થીઓએ બેંકમાં ફી ડીપોઝીટ કરીને જે તે કોલેજમાં જઈને ડોક્યુમેન્ટ જમા કરીને પ્રવેશ નિશ્ચિત કરવાનો હતો ત્યારે આજે અંતિમ દિવસે હજુ પણ અનેક વિદ્યાર્થીઓ કોલેજમાં ડોક્યુમેન્ટ જમા કરવા માટે અને પ્રવેશ નિશ્ચિત કરવા માટે બાકી રહી ગયા છે |
જૂની મિલકતના મૂડીનફાનું એક જ મકાનમાં કરેલું રોકાણ બાદ મળશે Posted: 10 Jul 2014 08:35 PM PDT આવકવેરા ધારાની કલમ ૫૪માં ફેરફાર કરાયોમૂડી નફાને એક કરતાં વધુ ઘરમાં રોકીને બાદ મેળવી લેનારાઓ હવે તે લાભથી વંચિત થઇ જશે(પ્રતિનિધિ) અમદાવાદ, ગુરૃવાર આવકવેરા ધારાની કલમ ૫૪માં ફેરફાર કરીને નાણાં મંત્રી અરુણ જેટલીએ જૂની પ્રોપર્ટીને વેચાણ પર કરવામાં આવેલા મૂડી નફાને ફરીથી નવી પ્રોપર્ટીની ખરીદી કે બાંધકામ માટે કરવામાં આવેલા ખર્ચ પેટે લાભ લેવાની વ્યવસ્થાને એક જ ઘર પૂરતી સીમિત કરી દેવાનું પગલું લીધું છે. પરિણામે જૂની મિલકતો પર જંગી મૂડી નફો કરનારાઓને મૂડીનફાનું એક કરતાં વધુ મિલકતમાં રોકાણ કરીને અત્યાર સુધી મળતો લાભ એપ્રિલ ૨૦૧૫ પછી મળતો બંધ થઇ જશે. આવકવેરા ધારાની કલમ ૫૪માં અત્યાર સુધી જો કોઇ વ્યક્તિગત કે એચયુએફ કરદાતા પોતાના રહેવાનું મકાન વેચવાના એક વર્ષ પહેલા અથવા મકાનના વેચાણના બે વર્ષની અંદર નવું રહેવાનું મકાન ખરીદી લે અને રહેવાના મકાનના વેચાણના ત્રણ વર્ષની અંદર નવા રહેવાના મકાનનું બાંધકામ કરી દે તો તેણે વેચેલા મકાનના મૂડીનફાની રકમ નવા રહેવાના મકાનની કિંમત સુધી કરમુક્ત ગણાય છે. અત્યાર સુધી કલમ ૫૪માં ખરીદ કરવામાં આવેલી કે બાંધવામાં આવેલા એક ઘર (a residential house) ને સુપ્રીમ કોર્ટે કમિશનર ઓફ ઈન્કમ ટેક્સ વિરુદ્ધ અરવિન્દા રેડ્ડી (આઈટીઆર ૧૨૦ પેજ ૪૬)ના કેસમાં ચુકાદો આપ્યો હતો કે એક રહેઠાણ (a residential house) નો અર્થ એક કરતા વધુ ઘર થાય છે. તેથી એક કરતાં વધુ ઘરમાં રોકવામાં આવે તો સંપૂર્ણ મૂડીનફો બાદ મળી શકે છે.મુંબઇ હાઇકોર્ટે મોહમ્મદ અલી તાજભોય ૨૦-આઈટીઆરના પેજ નંબર ૨૭૪ના કેસમાં ઠેરવ્યું કે એ (a residential house) નો અર્થ એની (any) એટલે કે કોઇપણ થઇ શકે છે. સામાન્ય ક્લોઝિઝ એક્ટની કલમ ૧૩(૨)માં જણાવ્યા મુજબ પણ એક વચન બહુવચન સમાઇ જાય તેવો અર્થ કરવામાં આવ્યો છે.આ વિરોધાભાસને કારણે નાણાં મંત્રી અરુણ જેટલીએ પહેલી એપ્રિલ ૨૦૧૫થી આકારણી વર્ષ ૨૦૧૫-૧૬થી કલમ ૫૪માં સુધારો કરીને એક ઘર (a residential house) ની જગ્યાએ (one residential house in India) કરી દઇને સ્પષ્ટ કરી દીધું છે કે હવે પછીથી રહેવાના મકાનના વેચાણનો મૂડીનફો ફક્ત એક જ રહેવાના મકાનની સામે બાદ મળશે.આજ રીતે પ્રેમા પી. શાહ, સંજીવ પી. શાહ વિરુદ્ધ ઈન્કમટેક્સ ઓફિસર ૨૮૨-આઇટીઆર ૨૧૧માં મુંબઇ ટ્રિબ્યુનલના ચૂકાદાની આપવામાં આવેલી વિગત મુજબ કરદાતા નવું રહેવાનું મકાન ભારતની બહાર ખરીદે તો પણ તેને આવકવેરા ધારાની કલમ ૫૪ હેઠળ મૂડીનફાનું રોકાણ ગણીને માફીનો લાભ મળી શકે છે. |
Posted: 10 Jul 2014 08:24 PM PDT |
You are subscribed to email updates from WI-FI EDUCATION IN GUJARAT To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો