Educational corner ( શૈક્ષણિક ) |
- Textbooks Teacher Edition
- શાળા ડાયસ ફોર્મ
- બનાસકાંઠા જિલ્લામાં પ્રજ્ઞા અભિગમ આધારિત એક દિવસિય શિક્ષક તાલીમનુ આયોજન બાબતનો પરિપત્ર
- લઘુમતી શાળા માટે ટાટ અંગેનો જીઆર રદ
- પ્રાથમિક શાળામાં આચાર્ય પહેલા શિક્ષકોની ભરતીની હિલચાલ !
- SSA BRP JAHERAT
Posted: 05 Oct 2013 09:21 PM PDT |
Posted: 05 Oct 2013 09:14 PM PDT |
બનાસકાંઠા જિલ્લામાં પ્રજ્ઞા અભિગમ આધારિત એક દિવસિય શિક્ષક તાલીમનુ આયોજન બાબતનો પરિપત્ર Posted: 05 Oct 2013 08:12 PM PDT |
Posted: 05 Oct 2013 08:30 AM PDT |
લઘુમતી શાળા માટે ટાટ અંગેનો જીઆર રદ Posted: 05 Oct 2013 01:21 AM PDT લઘુમતી શાળા માટે ટાટ અંગેનો જીઆર રદઅમદાવાદ, તા. ૪ રાજયમાં તમામ શાળાઓમાં શિક્ષકોની ભરતી માટે ટાટની પરીક્ષા ફરજિયાત હોવા અંગે સરકારે કરેલા પરિપત્રમાં લઘુમતી કોમની શાળાઓ તેમજ લઘુમતી ભાષાઓની શાળાઓને પણ આવરી લેવામાં આવી હતી. જે સામે થયેલી રિટમાં હાઇકોર્ટે આજે સરકારના પરિપત્રને અયોગ્ય લેખાવી તે રદ જાહેર કર્યો હતો. રાજય સરકારે એક પરીપત્ર કરી તમામ લઘુમતી કોમ અને લઘુમતી ભાષાની શાળાઓમાં પણ શિક્ષકોની ભરતી માટે ટાટ (ટીચર એપ્ટીટયુડ ટેસ્ટ)ની પરીક્ષા પાસ કરવી ફરજીયાત બનાવવામાં આવી હતી. જે બાબતને ગુજરાત માયનોરીટી સ્કુલ એસોસીએશને હાઇકોર્ટ સમક્ષ પડકાર્યો હતો. કેસમાં એવી રજૂઆત કરવામાં આવી હતીકે, લઘુમતી શાળાઓનું માળખું અલગ બનાવવામાં આવ્યું છે. તે જ રીતે રાજયમાં લઘુમતી ભાષાને લગતી શાળાઓનું પણ માળખુ અલગ બનાવવામાં આવ્યું છે. તેમાં શિક્ષકોની ભરતી માટે ટાટને લાગુ કરી શકાય નહી. તમામ દલીલો ધ્યાને લઇ ચીફ જસ્ટિસ ભાસ્કર ભટ્ટાચાર્ય અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠે લઘુમતી શાળાઓમાં ટાટને ફરજીયાત કરતા રાજય સરકારના પરીપત્રને ગેરકાયદેસર જાહેર કર્યો હતો. તેમજ ખંડપીઠે નોંધ્યું હતુંકે શિક્ષકોની ભરતી બાબતે સ્પષ્ટ જોગવાઇઓ છે ત્યારે ટાટને લાગુ કરવું યોગ્ય નથી. |
પ્રાથમિક શાળામાં આચાર્ય પહેલા શિક્ષકોની ભરતીની હિલચાલ ! Posted: 05 Oct 2013 01:16 AM PDT પ્રાથમિક શાળામાં આચાર્ય પહેલા શિક્ષકોની ભરતીની હિલચાલ !પ્રાથમિક શાળામાં આચાર્ય બનવાની પ્રાથમિક લાયકાત માટેની એચ-ટાટ અને શિક્ષકની લાયકાત માટેની ટેટ-૨ તાજેતરમા લેવામાં આવી છે.શિક્ષણ વિભાગ દ્વારા આ પરીક્ષા લેવાઈ જતા હવે શાળામાં આચાર્ય પહેલા જ શિક્ષકની ભરતીની હીલચાલ ચાલી રહી છે.આ અંગે શિક્ષણ વિભાગના સુમાહિતગાર સૂત્રો પાસેથી સાંપડતી માહિતી અનુસાર, રાજ્યના શિક્ષણ વિભાગે પ્રાથમિક શાળામાં આચાર્યની ભરતી અન્વયે એચ-ટાટની પરીક્ષા ગત તા.૧૮મી ઓગષ્ટના લેવામાં આવી હતી.અને ઉચ્ચત્તર પ્રાથમિકમાં શિક્ષકની ભરતી અન્વયે ગત તા.૧લી સપ્ટેમ્બરના ટેટ-૨ની પરીક્ષા લેવામાં આવી હતી.રાજ્યના શિક્ષણ શિક્ષણ વિભાગે આચાર્ય માટેની એચ-ટાટ અને પ્રાથમિક શાળામાં શિક્ષકની ભરતી માટેની ટેટ-૨ની પરીક્ષા યોજ્યા બાદ હવે જિલ્લાવાઈઝ શિક્ષકની ફાળવણી કરીને સ્થળ પસંદગી કેમ્પ યોજીને લાયક ઉમેદવારને શિક્ષકની નિમણૂંકની દિશામાં આગળ ધપી રહી છે. અલબત્ત પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા હવે ક્યા જિલ્લામા કેટલાક શિક્ષકો અને કેટલા આચાર્યોની જગ્યા ખાલી છે..?તેની માહિતી પણ મેળવામાં આવશે.જોકે શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાના આચાર્યની ભરતી પહેલા જ ઉચ્ચત્તર પ્રાથમિકમાં શિક્ષકની ભરતી કરવા સામે શિક્ષણના હિતચિંતકોએ કેટલાક સવાલો ઉઠાવ્યા છે. |
Posted: 05 Oct 2013 01:38 AM PDT SSA BRP JAHERAT1. બી.આર.પી. ભાષા (ગુજરાતી, હિન્દી, સંસ્કૃત) 2. બી.આર.પી.(અંગ્રેજી) 3. બી .આર.પી. (ગણિત, વિજ્ઞાન) 4. બી.આર.પી. (સામાજીક વિજ્ઞાન અને પર્યાવરણ) 5. બી.આર.પી. (પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન)પ્રજ્ઞાઓનલાઇન ફોર્મ ભરવામાટેની માહિતીજાહેરાત |
You are subscribed to email updates from Educational corner ( શૈક્ષણિક ) Educational news,TET,TAT,HTAT, Paripatro,and useful for Teachers To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો