Educational corner ( શૈક્ષણિક ) |
- Scholarship for Teachers whom son is studying in Vocational Cources
- Vikalp may be in January ????
- હવે બોર્ડની પરીક્ષામાં સંવેદનશીલ કેન્દ્રો પર મોબાઈલ જામર લગાવાશે
- એસટી કર્મીઓને હકરજા પગાર ચૂકવાશે
- શાળાઓએ ડાયસ ફોર્મમાં હવે તમામ વિગતો જાહેર કરવી પડશે
- N4 & G4 Software પ્રાથમિક શાળાઓમાં ઇન્સ્ટોલ કરાવવા બાબત
- આજે પ્રજ્ઞા શિક્ષકોનિ તાલીમ
Scholarship for Teachers whom son is studying in Vocational Cources Posted: 10 Oct 2013 07:47 PM PDT |
Posted: 10 Oct 2013 07:44 PM PDT |
હવે બોર્ડની પરીક્ષામાં સંવેદનશીલ કેન્દ્રો પર મોબાઈલ જામર લગાવાશે Posted: 10 Oct 2013 07:42 PM PDT હવે બોર્ડની પરીક્ષામાં સંવેદનશીલ કેન્દ્રો પર મોબાઈલ જામર લગાવાશેઅમદાવાદ, તા.૧૦ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધો.૧૦ અને ધો. ૧૨ની પરીક્ષામાં ગેરરિતીઓ અટકાવવા ખાસ કરીને સંવેદનશીલ કેન્દ્રો પર શિક્ષણ બોર્ડ જામર લગાવવાનો નિર્ણય લીધો છે. આગામી ૨૪ સપ્ટેબરથી શરૂ થતી વિજ્ઞાન પ્રવાહની પ્રથમ અને ત્રીજા સેમેસ્ટરની પરીક્ષામાં ફાળવવામાં આવનાર સંવેદનશીલ કેન્દ્રો પર બોર્ડ ઝામર લગાવી તેનો પ્રયોગ કરે તેવી શક્યતાઓ છે તેવુ બોર્ડના વિશ્વસનીય સુત્રોએ જણાવ્યુ છે. *.પરીક્ષામાં થતી ગેરરીતિઓ ડામવા શિક્ષણ બોર્ડનો નિર્ણય |
એસટી કર્મીઓને હકરજા પગાર ચૂકવાશે Posted: 10 Oct 2013 07:37 PM PDT એસટી કર્મીઓને હકરજા પગાર ચૂકવાશેભાવનગર :દિવાળીના તહેવારોને અનુલક્ષીને રાજ્ય એસ.ટી.નિગમ દ્વારા રાજ્યના ૧૬ એસ.ટી. વિભાગના કર્મચારીઓને વર્ષ ર૦૧ર-૧૩ ની હક્ક રજા પગારની બાકી રકમની ચુકવણી ચાલુ માસમાં ચુકવવાનો નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે,તમામ એસટી કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચનો એક હપ્તો તથા આ વખતે દિવાળીના અનુસંધાને એડવાન્સ પગાર પણ ચુકવવામાં આવનાર હોવાનું અંતરંગ વર્તુળોમાંથી જાણવા મળ્યું હતું. જેના અનુસંધાને રાજ્ય એસ.ટી.નિગમના મેનેજમેન્ટ દ્વારા રાજ્યના ૧૬ વિભાગના અંદાજે ૩૮,૦૦૦ કર્મચારીઓને વર્ષ ર૦૧ર-૧૩ ની હક્કરજાનો પગાર ચાલુ માસમાં તા.ર૧ થી રપ સુધીમાં ચુકવવામાં આવશે. |
શાળાઓએ ડાયસ ફોર્મમાં હવે તમામ વિગતો જાહેર કરવી પડશે Posted: 10 Oct 2013 07:33 PM PDT શાળાઓએ ડાયસ ફોર્મમાં હવે તમામ વિગતો જાહેર કરવી પડશેBhaskar News, Mehsana |- પ્રાથમિક, માધ્યમિક અને ઉ.માધ્યમિક શાળાઓની વિગતો એકત્ર કરાશે - ૧પમી સુધી ડાયસ ફોર્મ ભરવું ફરજિયાત રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત શાળાઓની કામગીરી પારદર્શક બને એ હેતુસર સર્વ શિક્ષા અભિયાન મારફતે ડાયસ ફોર્મ મુજબ શાળાઓની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓએ ફરજીયાતપણે ડાયસ ફોર્મમાં પોતાની વિગતો જાહેર કરવાની રહેશે અને મોડામાં મોડુ ૧પમી ઓક્ટોબર સુધી ફોર્મ ભરવાનું રહેશે. શિક્ષણના અધિકાર રાઇટ ટુ એજ્યુકેશન અધિનિયમ ૨૦૦૯ની કલમ ૧૨ તથા ગુજરાત રાઇટ ટુ એજ્યુકેશન રૂલ્સ અનુસાર દરેક શાળાઓએ વિદ્યાર્થીઓ, શિક્ષકો, ભૌતિક સુવિધા સહિતની માહિતી આપવી ફરજીયાત છે. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓએ ૩૦મી સપ્ટેમ્બરની સ્થિતિએ શાળામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો સહિતની તમામ વિગતો ડાયસ ફોર્મમાં જાહેર કરવાની રહેશે. દરેક શાળાઓએ આ ફોર્મ ૧પમી ઓક્ટોબર સુધી ભરીને સીઆરસી અથવા બીઆરસીને પહોંચાડવાનું રહેશે એવી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તાકીદ કરવામાં આવી છે. - માન્યતા રદ સુધીના પગલાં ભરાશે રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત તમામ શાળાઓએ ડાયસ ફોર્મ ભરવું ફરજીયાત છે. શાળાઓએ પોતાની સાચી વિગતો જણાવવાની રહેશે. આમ છતાં જો શાળા દ્વારા ડાયસ ફોર્મ ભરવાની ગંભીરતા નહીં લેવાય તો માન્યતા રદ સુધીની કાર્યવાહી કરવામાં આવશે એવું શિક્ષણ કચેરી સુત્રોએ જણાવ્યું હતું. - કેવી વિગતો જાહેર કરવી પડશે? સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ડાયસ ફોર્મમાં શાળાઓએ શાળાકીય વિગતો, શાળાનું માધ્યમ, ભૌતિક સુવિધાઓ અને સાધનો, શાળાનું મહેકમ, વિદ્યાર્થીઓ, શાળાની માન્યતા, શાળાનું સંચાલન સહિત વિવિધ માહિતી જાહેર કરવાની રહેશે |
N4 & G4 Software પ્રાથમિક શાળાઓમાં ઇન્સ્ટોલ કરાવવા બાબત Posted: 10 Oct 2013 07:30 PM PDT |
Posted: 10 Oct 2013 07:28 PM PDT |
You are subscribed to email updates from Educational corner ( શૈક્ષણિક ) Educational news,TET,TAT,HTAT, Paripatro,and useful for Teachers To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો