મંગળવાર, 1 ઑક્ટોબર, 2013

Educational corner ( શૈક્ષણિક )

Educational corner ( શૈક્ષણિક )


BACK TO TEACHER

Posted: 30 Sep 2013 10:04 AM PDT

પ્રાથમિક શાળામાં આચાર્ય બનવા માટે રાજ્ય સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગે એચ-ટાટ ફરજિયાત બનાવી છે.એચ-ટાટ પાસ કરનાર શિક્ષક આચાર્ય માટે ક્વોલિફાય ગણાય છે. જોકે માત્ર એક વર્ષના સમયમાં જ ભાવનગર જિલ્લાની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ૬૫ આચાર્યોએ, કથેળલા વહીવટથી કંટાળીને રાજીનામા ધરી દીધા હતા.જેના પરથી એવુ સાબિત થઈ રહ્યુ છે કે, એચ-ટાટ પાસને આચાર્ય બનાવીને શાળાનુ સુકાનનો સોપવાનો સરકારનો પ્રયોગ નિષ્ફળ બન્યો છે. આ અંગે સાંપડતી માહિતી અનુસાર, પ્રાથમિક શાળામાં શિક્ષણની ગુણવતા સુધારવાના એક પ્રયાસ તરીકે આચાર્ય બનવા માટે સિનિયર શિક્ષકને આચાર્ય તરીકે પ્રમોશન આપવાના બદલે એચ-ટાટ પાસ કરનારા ઉમેદવારને જ શાળાના મુખ્ય શિક્ષક તરીકે નિમણૂંક આપવા માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે સુનિશ્ચિત કર્યુ હતું.રાજ્ય સરકારની આ વિચારણાને સાકાર બનાવવા માટે ગત વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા એચ-ટાટની પરીક્ષા પણ લેવામાં આવી હતી.ગત વર્ષે એચ- ટાટની લેવામાં આવેલી પરીક્ષામા ઉતિર્ણ અને મેરીટમાં આવનારા ઉમેદવારોને આચાર્ય તરીકેના ઓર્ડરો આપવામાં આવ્યા હતા.જેમા ભાવનગર જિલ્લાની પ્રાથમિક શાળામા એચ-ટાટ પાસ કરનારા ૭૫ જેટલા ઉમેદવારોને આચાર્ય તરીકેની નિમણૂંક આપવામાં આવી હતી.જા કે એક વર્ષના અંતે વહીવટથી કંટાળી જઈને ૭૫માથી ૬૫ જેટલા ઉમેદવારોએ આચાર્ય તરીકે રાજીનામુ ધરી દીધા હતા.અને શિક્ષકની જગ્યામાં ગોઠવવા માટેની શિક્ષણ તંત્રને અરજી આપી દિધી હોવાનું જાણવા મળ્યુ છે.આમ એચ-ટાટ પાસ કરનારા ઉમેદવારને શાળાનો વહીવટ સોપવાનો રાજ્ય સરકારે કરેલો પ્રયોગ નિષ્ફળ બન્યો છે.તેમ શિક્ષણવિદ્દોએ જણાવ્યુ હતું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો