શિક્ષણ પરિપત્રો |
Posted: 08 Feb 2014 12:13 AM PST Jitendra Patel (M.Sc,B.Ed – Maths) Asst.Teacher Email- jitendra.teo@gmail.com હમણાં થોડા દિવસ પહેલા એક શિક્ષક મિત્રનો ફોન આવ્યો. ફોન માં તેમણે કહ્યું કે સાહેબ પાંચ વર્ષ સુધી કરકસર કરી ફિક્સ પગારમાં મહામહેનતે જીવન પસાર કર્યું. પત્નીના કેટકેટલાયે અરમાનો અને બાળકોના કેટલા કેટલાયે અરમાનોને હવે ફૂલ પગારમાં આવવાથી પૂરા કરી શકાશે તેવી આશા સાથે ફૂલ પગારની ફાઈલ ડી.ઈ.ઓ ઓફિસમાં મોકલી છે. આજે ચાર માસ થયા હોવા છતાં ફાઈલ ક્લીયર થતી નથી. ફાઈલ ક્લીયર કરાવવા ૩૦૦૦૦ જેટલી મોટી રકમ માગે છે. પૈસા આપતો નથી એટલે ફાઈલ ક્લીયર થતી નથી. મારા પછીના શિક્ષકો કે જેઓએ પ્રસાદી ચડાવી છે તેઓ ફૂલ પગાર લેતા થઈ ગયા છે. શિક્ષકનો પ્રશ્ન હતો – સાહેબ મારે હવે શું કરવું જોઈએ. ? મિત્રો –ઉપરોક્ત પ્રશ્નથી તથા પોતાનાજ જી.પી.એફ નાણા ઉપાડવા – મેડીકલ કે એલ.ટી.સી બિલ મેળવવા –એરિયર્સ મેળવવા –એનોસી મેળવવા – સ્ટીકર મેળવવા –ઉચ્ચત્તર પગાર ધોરણનો લાભ મેળવવા કે અન્ય કેટલાયે પ્રશ્નોથી કેટલાયે શિક્ષકો તથા આચાર્યશ્રીઓ પીડાય છે. અને કેટલાયે પીડાવાના છે. વર્ગમાં નિતીના પાઠો શીખવતા આપણે અધિકારીઓ આગળ લાચાર બની ભીખ માંગતા હોય તે રીતી કરગરીએ છીએ. આપણા હકનો ફૂલ પગાર મેળવતા આપણે પરસેવો છૂટી જાય છે. છેવટે આપણી ધીરજ ખૂટી જાય છે અને આપણે સામે ચાલીને પ્રસાદી રૂપે ૫૦૦૦ થી ૩૦૦૦૦ જેટલો વ્યવહાર કરીએ છીએ. મિત્રો - પાંચ વર્ષની રાહ જોઈ છે તો બે ત્રણ મહિના વધુ રાહ જુઓ. પરંતુ મક્કમ બની રજૂઆતને વળગી રહો. ઓફિસમાં જાતે જઈ પૂરી તાકાતથી નીડર બની ઉંચા અવાજે પૈસા માગનારને ખખડાવી નાખો. જરૂર જણાયતો એંટી કરપ્શન અધિકારીનો સંપર્ક કરી લાંચિયા કર્મચારીને પકડાવવા છટકુ ગોઠવો. યાદ રાખજો પૈસા માગનાર અધિકારી કે ક્લાર્કના પગ હંમેશા કાચા હોય છે.જરૂર છે તમારે નીડર બની જાહેરમાં જે તે જવાબદાર અધિકારીને ખુલ્લા પાડવાની. ફાઈલમાં વધુ સમય વિલંબ થાય તો જે તે જવાબદાર અધિકારીને પોતાની ફરજ તથા દરેક કામની સમયમર્યાદાનું ભાન કરાવો. સમય મર્યાદા કરતાં પણ વધુ સમય ફાઈલ વિના રીમાર્ક્સ ખસતી ન હોય તો ડી.ઈ.ઓ ઓફિસમાં જ ભૂખ હડતાળ પર બેસવાની જે તે જવાબદાર ક્લાર્ક કે ડી.ઈ.ઓ ને ધમકી આપો. ફાઈલ ક્લીયર કરનાર અધિકારી તમારો ભગવાન નથી. વ્યવસ્થાના ભાગરૂપે તેને તમારી ફાઈલ ચોક્કસ સમયમર્યાદામાં હા/કે ના સાથે ક્લીયર કરવાની હોય છે. કોઈ અપૂર્તતા હોય તો તે કાગળ પૂર્તતા કરાવી ફરી ફાઈલ મોકલો. ડી.ઈ.ઓ કે કોઈ અધિકારી તમારા ઉપર દયાદાન કરતા નથી. તેઓ તેમના ખિસ્સામાંથી નાણા આપવાના નથી. તમે તમારા હકનો ન્યાય માગો છો. વારંવાર રજૂઆતો કર્યા પછી પણ જાણીજોઈને પૈસા મેળવવાના ઈરાદે જ ફાઈલ ક્લીયર થતી ન હોય તો ઓફિસમાં જ ભૂખ હડતાળ પર બેસવાની લેખિત જાણ જવાબદાર અધિકારી - પ્રેસ – પોલીસ સ્ટેશન તથા કલેક્ટરમાં કરી ભૂખ હડતાળનું શસ્ત્ર ઉપાડો. પછી જુઓ તમારી ફાઈલને પગ આવશે અને ફટાફટ દોડતી ના થાય તો મને કહેજો. જરૂર છે –સાચા ચાણક્ય બનવાની. ફક્ત નિતીના પાઠો વર્ગખંડોમાં જ ભણાવવાના નથી. આવા લેભાગુ – લાંચિયા અધિકારીને પણ પોતાની ફરજનું ભાન કરાવવાની જરૂર છે. આવા અધિકારીઓને સરકાર તગડો પગાર તથા અન્ય ભથ્થા ચૂકવે છે. સરકારી કર્મચારી પ્રજાના કામ કરવા બંધાયેલો છે. તેને પણ નિયમો –આચારસંહિતા પાળવાની છે. આશા રાખીએ કે આ વિચારો વાંચી બે ચાર સારસ્વતો પણ હિંમત કેળવી યોગ્ય ધારદાર રજૂઆતો કરી પોતાનો હક સમયમર્યાદામાં મેળવશે તો આનંદ થશે. |
જિલ્લા ફેરબદલી માહિતી મોકલવા બાબત Posted: 07 Feb 2014 01:24 AM PST |
You are subscribed to email updates from Jitu Gozaria To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો