મંગળવાર, 7 જાન્યુઆરી, 2014

WI-FI EDUCATION IN GUJARAT

WI-FI EDUCATION IN GUJARAT


fix salary

Posted: 06 Jan 2014 07:04 AM PST

આજે ગાંધીનગર ખાતે ફિક્સ પગાર કર્મચારી અને વાલી સંગઠન ની એક મીટીગ યોજાઈ ગઈ. બધા ભેગા મળી આગળનું આયોજન કરવામાં આવ્યું. સરકારને આવેદન પત્ર આપવામાં આવ્યું જેમાં ૧૬ તારીખ સુધી આ પ્રશ્નનું નિરાકરણ નઈ આવે તો ૧૭ તારીખ થી અનશન પર બેસવાની ચીમકી આપવામાં આવી.

હવે પછીની મીટીંગ માટેની મંજૂરી લેવાની છે ફાઈનલ થશે પછી સમાચાર મુકીશું.

આજે દુખ એ બાબતનું થયું કે સમગ્ર ગુજરાતના ૫ લાખ ફિક્સ પગારદારીઓ માંથી માત્ર ૨૦૦ ની આસપાસ સંખ્યા હાજર રહી. ન્યુઝ પેપર, ફેસબુક, વોટ્સઅપ્ વગેરે ધ્વારા તારીખ અને સ્થળ વિષે માહિતગાર છતાં કોઈ હાજર ના રહ્યું.

મિત્રો આપણા હક માટે બીજા નઈ લડે હક આપનો છે તો આપણે જ આગળ આવી લડવું પડશે. એક નવા યુગની નિર્માણ માટેની લડત ના ભાગીદાર બનવાનો મોકો આપણને મળ્યો છે તો શિક્ષકની બીકણ છાપ ને ભૂસવાનો પ્રયત્ન કરો.

આજે તમામ મીડિયા ન્યુઝ ચેનલ અને ન્યુઝ પેપર વાળા પણ હાજર હતા જો સંખ્યા વધારે હોત તો પડઘો વધારે પડત.

કોઈ પણ કામની શરૂઆત કરવી પડે પછી તેનું રૌદ્ર સ્વરૂપ આવે છે. મિત્રો ક્યાં સુધી અન્યાય સહન કરીશું. ???

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો