WI-FI EDUCATION IN GUJARAT |
- હાશ...હાયર ની ભરતી ની જાહેરાત આવી ખરી ....
- તલાટી ની સીધી ભરતી
- વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની રકમ સરકાર રોકડમાં ચુકવવા માંગ
- સામાજિક વિજ્ઞાાન વિષયની ભરતી નહિ કરવામા આવતા ઉમેદવારોમાં રોષ
હાશ...હાયર ની ભરતી ની જાહેરાત આવી ખરી .... Posted: 15 Jan 2014 07:44 PM PST શિક્ષણમંત્રી ભુપેંન્દ્રસિંહ ચડાસમા સાથે અધીકારી ઓ ની મીટીંગ ના અનુસંધાન માં હાયર ની ભરતી ચૂટણી ની આચારસંહીતા પહેલા પુર્ણ કરવાના આદેશ મળ્યા છે જેથી આગામી મહીના મા ભરતી પ્રક્રીયા પુર્ણ થાય તેવી પ્રબળ શક્યતા દેખાઇ રહી છે |
Posted: 15 Jan 2014 07:50 PM PST |
વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની રકમ સરકાર રોકડમાં ચુકવવા માંગ Posted: 15 Jan 2014 07:41 AM PST માંડવી સમગ્ર રાજ્યની સાથે પ્રથામિક શાળા તથા હાઇસ્કૂલનાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની રકમ અગાઉ રોકડમાં ચુકવવામાં આવતી હતી.જો કે, રાજ્ય સરકાર તથા શિક્ષણ વિભાગે જૂન ૨૦૧૩થી બેંક દ્વારા ચુકવવાનું નક્કી કર્યું હતું. જેને માંડવી ચેમ્બર ઓફ કોમર્સે આવકાર્યું હતું અને તેમાં ઊભી થયેલી મુશ્કેલીઓ અંગે પણ સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. જરૃરી દસ્તાવેજોના અભાવે અનેક વિદ્યાર્થીઓ બેંકમાં ખાતા ખોલાવી શક્યા નથી આ અંગે ચેમ્બરના પ્રમુખ વાડીલાલ દોશીએ જણાવ્યું હતું કે, અનેક વાલીઓ પાસે બેંકમાં ખાતું ખોલાવવા માટે પૂરતા દસ્તાવેજો ઉપલબ્ધ નથી. જેનાં કારણે તેઓ બેંકમાં ખાતું ખોલાવી શક્યા નથી અને તેથી જ તેઓ શિષ્યવૃત્તિથી વંચિત રહી ગયા છે. જેના કારણે શાળાઓને જૂન ૨૦૧૩માં શિષ્યવૃત્તિની રકમ આપવામાં આવી હોવા છતાં પણ બેંકમાં ખાતા ન ખોલાવનારા વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિથી વંચિત રહી ગયા છે. આ વર્ષ માટે જે વિદ્યાર્થીઓ કોઇ કારણોસર બેંકમાં ખાતા ખોલાવવા માટે નિષ્ફળ રહ્યા છે તેવા તમામ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની રકમ રોકડમાં ચુકવી દેવાનો હુકમ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. આગામી ૨૦ માર્ચ સુધી વિદ્યાર્થીઓ બેંકમાં ખાતાં નહીં ખોલાવે તો સરકાર રોકડમાં ચુકવવાનો નિર્ણય નહીં લે તો શિક્ષકોએ બચતી રકમ માર્ચ માસ દરમિયાન સરકારમાં ના છુટકે જમા કરાવી દેવી પડશે અને બાકી રહેતા સરકાર લાભથી વંચિત રહી જશે. શિષ્યવૃત્તિની રકમ રૃ ૩૦૦ થી ૫૫૦ હોવાનું તેમણે જણાવ્યું હતું. |
સામાજિક વિજ્ઞાાન વિષયની ભરતી નહિ કરવામા આવતા ઉમેદવારોમાં રોષ Posted: 15 Jan 2014 07:40 AM PST રાજય સરકાર દ્વારા ટેટ પાસ ગણિત અને વિજ્ઞાાનના શિક્ષકોની ટૂંક સમયમાં ભરતી કરવામા આવશે. બીજી બાજુ સમાજિક વિજ્ઞાાન વિષયના ઉમેદવારો ભરતીની રાહ જોઈ રહ્યા છે.ગણિત વિજ્ઞાાન વિષયના શિક્ષકની સરખામણીમાં સામાજિક વિજ્ઞાાન વિષયના ઉમેદવારોની ભરતી નહિ કરવામા આવતા રાજ્યના શિક્ષણ વિભાગની એકને ગોળ અને બીજાને ખોળની નીતિની કેળવણીકારોમાં ટીકા થઈ રહી છે. આ અંગે સાંપડતી માહિતી અનુસાર, ભાવનગર સહિત રાજ્યભરમાં આશરે ૧૨૦૦૦ જેટલી સામાજિક વિજ્ઞાાન અને શાસ્ત્રની જગ્યાઓ ખાલી છે. ગત વર્ષે માત્ર એક જ વાર બે વખત ટેટ પાસ ઉમેદવારોને ભેગા કરીને ૩૩૦૦ શિક્ષકની ભરતી કરાઈ છે. ભાષામા પણ ઉમેદવારોની ઓછી ભરતી થઈ રહી છે. ભરતીમાં સરકાર દ્વારા એકને ખોળ અને બીજાને ગોળની નીતિ અપનાવાઈ રહી છે.શુ ગણિત-વિજ્ઞાાન વિષયના શિક્ષકોની જરૃરીયાત છે તેટલી ભાષા કે શાસ્ત્ર ઉમેદવારની નહિ હોય.?તેવો સવામણનો સવાલ ઉઠવા પામ્યો છે. રાજ્ય સરકાર માથા પર ચૂંટણી આવે ત્યારે શાસ્ત્ર અન ભાષાના ૬૦ હજાર ટેટ પાસ ઉમેદવારોની ભરતી બહાર નહિ પાડીને ઉમેદવારોમાં અસંતોષના ઉમળતા ચરૃમાં આગ ચાપી છે.વળી હાઈકોર્ટે પણ દરેક વિષયને સમાન ગણાવીને મહત્વના ગણાવ્યા હોઈ સરકાર દ્વારા ભરતી નહિ કરવામા આવતા ઉમેદવારોમાં રોષ વ્યાપી ગયો છે |
You are subscribed to email updates from WI-FI EDUCATION IN GUJARAT To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો