Educational corner ( શૈક્ષણિક ) |
હવે પગારની કુલ રકમ પર પીએફ કપાશે Posted: 28 May 2013 07:40 AM PDT ૨૮ આવનારા મહિનામાં પગારદારો માટે બચતમાં વધારો કરવાનું શક્ય બનશે. એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન દ્વારા હવે પગારદાર કર્મચારીઓનાં પગારની કુલ રકમ પર પીએફ કાપવા માટેની તૈયારીઓ પૂરી કરવામાં આવી છે, જેનું નોટિફિકેશન ટૂંક સમયમાંબહાર પાડવામાં આવશે. અત્યાર સુધી પીએફકોન્ટ્રિબ્યુટર્સનાં બેઝિક પગાર અને મોંઘવારી ભથ્થાની રકમ પર જ ૧૨ ટકાના દરે પીએફ કાપવામાં આવતું હતું પણ હવે અન્ય ભથ્થાઓ તેમજ પગાર પેટે આપવામાં આવતી અન્ય રકમને પણ પીએફ કાપવા માટે ધ્યાનમાં લેવાશે. ઈપીએફઓ દ્વારા તમામ ભથ્થાંઓને આવરી લઈને 'કમ્પેન્સેશન'ની નવી વ્યાખ્યા તૈયાર કરવામાં આવી છે જેને ટૂંક સમયમાં જાહેર કરાશે. જો કે ઈપીએફઓની આ હિલચાલનો વ્યાપાર-ઉદ્યોગોદ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઈપીએફઓ દ્વારા ટૂંકમાં નોટિફિકેશન બહાર પડાશે અનેક કંપનીઓ દ્વારા તેમનાં કર્મચારીઓનાં બેઝિક પગારને યથાવત રાખીને તેમનાં અન્ય ભથ્થામાં વધારો કરવામાં આવે છે, જેને કારણે અન્ય ભથ્થાંની રકમ પર તેમને પીએફના લાભ મળતા નથી. પરિણામે તેમનું પીએફ કોન્ટ્રિબ્યુશન વર્ષો સુધી એમનું એમ જ રહે છે. |
કર્મચારીઓને 20 ટકા રકમ રોકડમાં મળશે.. Posted: 28 May 2013 07:02 AM PDT અમદાવાદ : રાજ્ય સરકારે કર્મચારીઓની માંગણીને ગ્રાહ્ય રાખીને છઠ્ઠા પગારપંચના અમલ વખતે કરેલ નિર્ણય અનુસાર પાંચમો અને અંતિમ 20 ટકાનું પગાર વધારો રોકડમાં ચુકવવાનો નિર્ણય કર્યો છે. કર્મચારી સંગઠનો દ્વારા આ અંગે છેલ્લા કેટલાક દિવસથી માંગણી કરીને હડતાલ પર જવાની ચિમકી ઉચ્ચારવામાં આવતી હતી. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે 2006માં જ્યારે રાજ્ય સરકારે કેન્દ્રના ધોરણે છઠ્ઠા પગારપંચનો અમલકર્યો ત્યારે તફાવતની રકમને પાંચ ભાગમાં વહેંચીને 20-20 ટકા પ્રમાણે રકમ જે તે કર્મચારીના પીએફમાં જમા કરવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે કર્મચારીઓની એવી માંગણી હતી કે તફાવતની આ રકમ રોકડમાં આપવી જોઇએ. કર્મચારીઓની માંગણીને સરકારે સંતોષવાનો પ્રયાસ કર્યો છે. સરકારે કરેલા એક નિર્ણય અનુસાર હવે આ તફાવતનીરકમનો પાંચમો અને છેલ્લા 20 ટકાના હપ્તાની રકમ રોકડમાં ચુકવાશે. સૂત્રોએ જણાવ્યું કે સરકારના આ નિર્ણયથી કર્મચારીઓ અને પેન્શનરોને મળીને અંદાજે 8 લાખ કર્મચારીઓને તેનોલાભ મળશે. કર્મચારી સંગઠનોએ સરકારના આનિર્ણયને આવકાર આપ્યો છે. એમ મનાઇ છે કે સરકારે કર્મચારીઓની નારાજગી દુર કરીને તેમની સહાનુભૂતિ જીતવાનો પ્રયત્ન કર્યો છે. NEWS BY GGN NEWS |
You are subscribed to email updates from Educational corner ( શૈક્ષણિક ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો