શુક્રવાર, 24 મે, 2013

Educational corner ( શૈક્ષણિક )

Educational corner ( શૈક્ષણિક )


8 % DA PARIPATRA

Posted: 23 May 2013 11:11 AM PDT

http://financedepartment.gujarat.gov.in/gr/ch_branch_pdf/23_05_2013.PDF

Fix Pay Case

Posted: 23 May 2013 12:30 AM PDT


સાબરકાંઠા જિલ્લાની અનેક પ્રા.શાળાઓમાં હાજરી પુરવા બાયોમેટ્રીક સિસ્ટમનો અમલ

Posted: 23 May 2013 12:02 AM PDT

સાબરકાંઠા જિલ્લાની અનેક પ્રા.શાળાઓમાં હાજરી પુરવા બાયોમેટ્રીક સિસ્ટમનો અમલ સાબરકાંઠાની અનેક સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકોની અનિયમિતતાની ગંભીર ફરિયાદો ઉઠતી હોય છે. રાજ્ય સરકાર સર્વશિક્ષા અભિયાન હેઠળ બાયોમેટ્રીક સીસ્ટમ હેઠળ જિલ્લાના ૪ આદિવાસી તાલુકાઓમાં શિક્ષકો, વિદ્યાર્થીઓની હાજરી પૂરવાના સારા પરિણામોથી પ્રોત્સાહીત થઈ આગામી ૧૦ જૂનથી શરૂ થતા નવા શૈક્ષણિક સત્રથી તમામ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો, વિદ્યાર્થીઓની હાજરી પૂરવા બાયોમેટ્રીક સીસ્ટમ અમલી બની રહ્યાનું જાણવા મળ્યું છે. રાજ્યની ૩ર,૦૦૦થી પણ વધુ સરકારી પ્રાથમિક શાળાઓમાં હાજરી પૂરવા બાયોમેટ્રીક સીસ્ટમનો અમલ થનાર હોવાનું જાણવા મળ્યું છે. સરકારી શાળાઓમાં શિક્ષકોની અનિયમિતતાની ફરિયાદો ઊઠયા બાદ સાબરકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં નવા સત્રથી અમલ..!! રાજ્યના આદિવાસી જિલ્લા અને તાલુકાઓમાં અનેક શિક્ષકો અનિયમિત રીતે ફરજ બજાવતા હોવાની ગંભીર ફરિયાદો ઉઠયા પછી આદિવાસી વિસ્તારોમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની હાજરી પૂરવા માટે થંમ્બ મશીન (બાયોમેટ્રીક સીસ્ટમ)નો અમલ કરવાનો નિર્ણય કરાતાં પ્રારંભમાંતેનો વિરોધ થયો હતો. સાબરકાંઠાના ખેડબ્રહ્મા, વિજયનગર, ભિલોડા અને મેઘરજ તાલુકામાં પસંદગીની શાળાઓમાં બાયોમેટ્રીક સીસ્ટમથી હાજરી પૂરવાનો પાયલોટ પ્રોજેક્ટ અમલમાં મૂકાયા પછી તેનાં સારાં પરિણામોથી સરકારનો શિક્ષણ વિભાગ હરખાઈ ઉઠયો છે. કેટલાક કિસ્સાઓમાં ભૂતિયાં બાળકો ચલાવે રાખીશિક્ષકોની વધ પાડવામાં આવતી નથી તેવી ગંભીર ફરિયાદો ઉઠયા પછી તપાસમાં ઠીક ઠીક તથ્ય જણાઈ આવ્યું હતું. તેમજ અનેક શિક્ષકો ફરજ બજાવવાના બદલે પોતાના ધંધાઓમાં રચ્યા પચ્યા રહી શાળાઓમાં અનિયમિત રહેતા હોવાની ફરિયાદો પણ ઉઠી હતી અને ઓચિંતિ તપાસમાં વાસ્તવિક ચિત્ર બહાર આવ્યું હતું. જો કે રાજ્ય સરકારે રાજ્યની તમામે તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં આગામી નવા સત્રથી શિક્ષકો, વિદ્યાર્થીઓની હાજરી પૂરવા બાયોમેટ્રીક સીસ્ટમનો અમલ કરાવવાનો નિર્ણય લીધાનું જાણવા મળેલ છે. જ્યારેસરકારી પ્રાથમિક શાળાઓ સાથે ખાનગી પ્રાથમિક શાળાઓ પણ તેનો અમલ કરે તે માટે ખાનગી શાળાના સંચાલકો અને આચાર્યાને પણ આ અંગેની સૂચનાઓ જારી કરવામાં આવશે તેમ શિક્ષણ વિભાગના જવાબદાર સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો