શુક્રવાર, 4 એપ્રિલ, 2014

WI-FI EDUCATION IN GUJARAT

WI-FI EDUCATION IN GUJARAT


C.P.F.અતર્ગત પરિપત્ર

Posted: 04 Apr 2014 12:36 AM PDT



માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ની ગંભીર ભુલ તો પણ માફ

Posted: 03 Apr 2014 10:56 PM PDT

સરકાર શ્રી દ્વારા ૬-૭-૨૦૧૩ ના પરીપત્ર અનુસાર જે શળા નુ પરીણામ ઓછુ આવે તે શાળા ને ગ્રાંટ કાપ ના આદેશ આપવામાં આવ્યા છે

એટલુ જ નહી જે વિષય નુ પરીણામ ૩૦ %  થી ઓછુ હોય તે વિષય શિક્ષક નો ઇજાફો અટકાવામા આવશે .

આવા મનગડત નિયમો રચવામાં A.C. OFFICE માં બેસનારા સચીવો અને અધીકારીઓ ને શુ ખબર કે 

નબળા પરીણામ માટે ખરેખર કોણ જવાબદાર છે ??????શુ એકલા શિક્ષકો જ જવાબદાર છે ???????

આ જરા વિચાર માગી લે તેવો પ્રશ્ન છે.

જો અધીકરીઓ અને સચીવો દ્વારા ગંભીર ભુલ થાય તો 

તેમનુ શુ ???

તેમને કશુ નહી ????

તો આ રહી તેમની ગંભીર ભુલ ......બોલો હવે તેમને શુ શિક્ષા કરવાની ????

સુપરવીઝન દરમીયાન પુરવણી ગુમ થાય તો શિક્ષકો ની નોકરી જાય ......અને આતો પુરી ૩૯ પુરવણી 

રસ્તામાં પડી જાય તો .....કઇ નહી.....


વિચરો મિત્રો વિચારો ....

Best Of Luck for Today Semifinal Match Ind Vs South Africa

Posted: 03 Apr 2014 10:38 PM PDT


News Update

Posted: 03 Apr 2014 10:33 PM PDT




News for 11 science examination

Posted: 03 Apr 2014 10:17 PM PDT


ધોરણ ૯-૧૦ નો એક-એક વર્ગ ધારાવતી ગ્રાન્ટેડ માધ્યમિક શાળા ની વિગતો મંગાવી

Posted: 03 Apr 2014 05:36 AM PDT


આ શું? બોર્ડની ઉત્તરવહી રસ્તે રઝળતી મળી આવી, 39 વિદ્યાર્થીઓનાં ભવિષ્ય અદ્ધરતાલ

Posted: 03 Apr 2014 05:14 AM PDT

વિદ્યાર્થીઓનું ભવિષ્ય આ રીતે રોડ પર રઝળતું જોઇ પોલીસે ર્બોડ કરતાં પણ વધુ જવાબદારી નિભાવીને આ ઉત્તરવહીઓ કબજે લીધી છે. ધોરણ 12 કોમર્સની તાજેતરમાં લેવાયેલી પરીક્ષાની સંસ્કૃતની 39 ઉત્તરવહીઓ વડોદરા-હાલોલ ટોલ રોડ પર જરોદ બાયપાસ રેલવે ફાટક પાસે રઝળતી મળી હતી. 


આ ઉત્તરવહીમાંથી એકનું ખાખી સ્ટીકર ખુલી જતાં તે રાજકોટ સેન્ટરની હોવાનું જાણવા મળ્યું છે. ર્બોડની બેજવાબદારી છતી કરતા આ ચોંકાવનારા બનાવની જાણવા મળતી વિગતો અનુસાર, બુધવારે બપોરે વડોદરા-હાલોલ ટોલ રોડ પરથી ખાનગી કારમાં જિલ્લા ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગમાં જઇ રહ્યો હતો. જરોદ બાયપાસ રેલવે ફાટક નજીક આ બોર્ડની પરીક્ષાની ઉત્તરવહી જેવા દેખાતા કાગળો ડિવાઇડરને અડીને પડેલા હતા.

પોલીસ જવાનોને આ રીતે એક સાથે પડેલા કાગળો જોઇને અજુગતું લાગતાં તેમણે કાર ઊભી રાખીને જોતાં સાચે જ ર્બોડ પરીક્ષાની ઉત્તરવહીઓ જ હતી. પોલીસ પણ આ રીતે રસ્તે રઝળતી ઉત્તરવહી જોઇને ચોંકી ઉઠયા હતા. તેમણે અડધા કિમી સુધીનાં અંતરમાં 39 જેટલી ઉત્તરવહી મળી હતી. રસ્તે પસાર થતાં હાંસાપુરા ગામના ડે. સરપંચ અશોકસિંહ પ્રતાપસિંહ ચૌહાણની મદદ લઇને પોલીસે આગળના પાંચ કિ.મી. સુધી હજું બીજી કોઇ ઉત્તરવહી પડી છે કે કેમ તેની તપાસ કરી હતી. 

જો કે, 39થી વધુ ઉત્તરવહી મળી ન હતી. પોલીસે તમામ 39 ઉત્તરવહી કબજે લઇ સ્ટેશન ડાયરીમાં નોંધ કરાઇ હતી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો