બુધવાર, 2 એપ્રિલ, 2014

WI-FI EDUCATION IN GUJARAT

WI-FI EDUCATION IN GUJARAT


બ્રિટન નથી ભણવા જવું ઇન્ડિયન સ્ટુડન્ટ્સને, થયો જબરદસ્ત ઘટાડો

Posted: 01 Apr 2014 06:47 AM PDT

એક સમયે બ્રિટન વિદેશ ભણવા જવા માગતા ભારતીય સ્ટુડન્ટ્સમાં હોટ ફેવરિટ હતું. જોકે હાલના આંકડા દર્શાવે છે કે પરિસ્થિતિમાં જબરદસ્ત ફેરફાર આવી ગયો છે અને બ્રિટન જતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઉલ્લેખનીય ઘટાડો થયો છે. ભારતીય વિદ્યાર્થીઓમાં ઘટાડો થવા માટે ઘણા કારણો જવાબદાર દેખાઈ રહ્યા છે. હાલમાં તો આના માટે બ્રિટનની કઠોર નીતિને પણ જવાબદાર ગણવામાં આવે છે. 
હાલમાં ઓફિસ ઓફ નેશનલ સ્ટેયટીસ્ટીવક (ઓએનએસ) દ્વારા જારી કરવામાં આવેલા નવેસરના આંકડામાં જણાવવામાં આવ્યું  છે કે, પાકિસ્તા‍ની વિદ્યાર્થીઓને જારી કરવામાં આવેલા અભ્યારસ વિઝા ડિસેમ્બાર ૨૦૧૩માં ૯૫ ટકા સુધી ઘટી ગયા છે. જ્યારે ભારતીયોમાં પણ ઉલ્લેખનીય રીતે ઘટાડો થયો છે. આનો મતલબ એ થયો કે, ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા એક વર્ષના ગાળામાં ૧૭૨૭૧થી ધટીને ૧૩૬૦૮ થઇ ગઈ છે.

આવી જ રીતે પાકિસ્તાનના વિદ્યાર્થીઓની સંખ્યા ૧૦૯૮૪થી ઘટીને ૪૯૪૭ થઇ ગઈ છે. જોકે આંકડાઓના આધારે કહી શકાય કે ચીનના વિદ્યાર્થીઓમાં નવ ટકાનો તેમજ બ્રાઝિલીયન વિદ્યાર્થીઓની સંખ્યામાં ૧૪૭ ટકાનો વધારો થયો છે.

હવે ખાતામાં મિનિમમ બેલેન્સ કરતા ઓછા પૈસા હશે તો નહીં ફટકારી શકાય દંડ

Posted: 01 Apr 2014 06:42 AM PDT

આજે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા નવી નીતિ પ્રમાણે હવે જો તમારા બેન્કના સેવિંગ્સ ખાતામાં મિનિમમ બેલેન્સ કરતા ઓછા પૈસા હોય તો પણ હવે બેન્ક કોઈ જાતનો દંડ નહીં ફટકારી શકે. 


બેન્કની દ્વિમાસિક મોનેટરી પોલીસીનું સ્ટેટમેન્ટ જાહેર કરતી વખતે રિઝર્વ બેન્કના ગર્વનર રઘુરામ રાજને કહ્યું છે કે 'બેન્ક આવી રીતે ગ્રાહકોની મજબુરી કે અણસમજનો ગેરલાભ નહીં લઈ શકે. બેન્કોએ આવી રીતે મિનિમમ બેલેન્સ કરતા ઓછા પૈસા હોય એવા ખાતાને દંડ ફટકારવા કરતા આવા ખાતાઓને બેન્ક દ્વારા આપવામાં આવતી સર્વિસ મર્યાદિત કરી દેવાનો વિકલ્પ અપનાવવો જોઈએ. આ સિવાય જે ખાતાઓ ઓપરેટ ન થતા હોય એના પર પણ દંડ ન ફટકારવો જોઈએ.'

હાલમાં તમામ બેન્કોમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા સેવિંગ્સ ખાતામાં મિનિમમ બેલેન્સ કરતા ઓછા પૈસા હોય તો કોઈ ચાર્જ નથી લેતી પણ એચડીએફસી અને આઇસીઆઇસીઆઇ બેન્કોમાં જો ગ્રાહકો શહેરી વિસ્તાર વિસ્તારમાં દસ હજારનું અને ગ્રામ્ય વિસ્તારમાં પાંચ હજારનું મિનિમમ બેલેન્સ નહીં રાખે તો ક્વાર્ટર દીઢ 750 રૂપિયાનો દંડ ફટકારે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો