WI-FI EDUCATION IN GUJARAT |
આગામી શૈક્ષણિક સત્રથી યુનિફોર્મ અને સ્ટેશનરીમાં 15%નો ભાવ વધારો Posted: 17 Apr 2014 04:55 AM PDT અમદાવાદ, 16 એપ્રિલ સામાન્ય રીતે દર વર્ષે ૧૦ ટકા જેટલો ફી વધારો કરવાની મંજૂરી તંત્ર દ્વારા અપાઈ છે પરંતુ બીજી તરફ શાળા સંચાલકો દ્વારા વધુમાં વધુ કેટલો વધારો કરવો તે અંગેની ચર્ચા પણ ચાલી રહી છે. આ ફી વધારાની સમસ્યા વચ્ચે વાલીઓને આગામી વર્ષથી વધુ ફી ચૂકવવા ઉપરાંત શાળાઓમાં યુનિફોર્મ, સ્ટેશનરી વગેરે ચીજવસ્તુઓનો ૧૦થી ૧૫ ટકાના ભાવ વધારાનું ભારણ વધશે. જેના કારણે વાલીઓની હાલત કફોડી બનશે. હાલમાં પ્રાપ્ત માહિતી અનુસાર બોર્ડની પરીક્ષાઓ પૂરી થવાની સાથે જ પ્રાથમિક ધોરણ તેમજ નવ ધોરણની શાળાકિય પરીક્ષાઓ ચાલી રહી છે. એસી ક્લાસરૂમ અને નવાં સાધનો સુવિધાના ભાગરૂપે આપવામાં આવતા હોવાના કારણે નવો ચાર્જ વસુલવામાં આવતો હોય છે. કમ્પ્યૂટર ક્લાસ અન્ય એક્ટિવિટીના પૈસા તો જુદા વસૂલાય જ છે પરંતુ વર્ષની શરૂઆતમાં ફરજિયાત પણે લેવાની થતી યુનિફોર્મ સહિતની ચીજવસ્તુઓ અને પુસ્તકો તેમજ શાળાની ફી તમામમાં વાલીઓએ પોતાનાં ખિસ્સાંમાં કાપ મુકીને ફરજિયાત ૧૦થી ૧૫ ટકાનો વધારાનો માર સહન કરવો પડશે. |
You are subscribed to email updates from WI-FI EDUCATION IN GUJARAT To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો