સોમવાર, 24 માર્ચ, 2014

WI-FI EDUCATION IN GUJARAT

WI-FI EDUCATION IN GUJARAT


સિહોરની શારદા મંદિર વિદ્યાલયના શિક્ષિકાને 'જોઈ લેવા'ની ધમકી

Posted: 23 Mar 2014 08:32 AM PDT

સિહોર શહેરના ખારાકૂવા વિસ્તારમાં આવેલી શારદા મંદિર વિદ્યાલયમાં ફરજ બજાવતા શિક્ષિકાને તેના સહ કર્મચારી શિક્ષિકા અને તેના પુત્રએ જોઈ લેવાની ધમકી આપી તોડફોડ કરતા મામલો પોલીસ મથકમાં પહોચ્યો હતો. જ્યારે સામા પક્ષે પણ શાળા સંચાલકો સામે અનેક આક્ષેપો કરવામાં આવતા શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ સિહોરના ખારાકૂવા વિસ્તારમાં આવેલ શારદા મંદિર વિદ્યાલયમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા અને ભાવનગર ખાતે રહેતા આશાબેન મહેશભાઈ દવે છેલ્લા ૯ માસથી ગેરહાજર હોય, જેઓ શાળામાં હાજર થવા જતાં અન્ય શિક્ષિકા કલ્પનાબેન દિલીપભાઈ ભટ્ટ (ઉ.વ.પ૦)એ તેઓને મેડિકલ સર્ટીફિકેટ લઈ ટ્રસ્ટી પાસે હાજર થવાનું કહેતા આશાબેન દવે અને તેમનો પુત્ર પાર્થ મહેશભાઈ દવેએ ઉશ્કેરાઈ જઈ શિક્ષિકા કલ્પનાબેન દવે સાથે તૂં તૂં.. મેં..મેં... કરી ખુરશીનો ઘા કરી દીધો હતો અને બહાર આવો એટલે જોઈ લેવાની ધમકી આપી હતી. જે બનાવ અંગે કલ્પનાબેન ભટ્ટે આશાબેન દવે તેમજ તેમના પુત્ર પાર્થ દવે સામે સિહોર પોલીસમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હે.કો.વી.જે.ચૌહાણે હાથ ધરી છે.
જ્યારે સામાપક્ષે આશાબેન દવેએ એવો આક્ષેપ કર્યો હતો કે, તેઓને છેલ્લા નવેક માસથી શાળાના આચાર્યા હાજર થવા ન દેતા હોય, ઉપરાંત આચાર્યોએ રાગાદ્રેશ રાખી હાજ રિપોર્ટ પણ સ્વિકારવાની ના પાડી હતી. આજે શિક્ષણધામમાં થયેલા હાઈ વોલ્ટેજ ડ્રામાથી શિક્ષણ જગતમાં આશ્ચર્ય સાથે ચકચાર મચી જવા પામી છે

પ્રા.શાળાઓમાં ૩જીથી પરીક્ષા,૨.૨૫ લાખ છાત્રની કસોટી

Posted: 23 Mar 2014 08:25 AM PDT

ભાવનગર,તા.૨૨
ભાવનગર જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં આગામી તા.૩ એપ્રિલથી ર્વાિષક પરીક્ષાનો આરંભ થશે.પ્રાથમિક શાળાની ર્વાિષક પરીક્ષામાં જિલ્લાના અંદાજિત ૨,૨૬,૨૨૬ છાત્રોની કસોટી થશે.ધો-૧ થી ધો-૨ના છાત્રોની મૈાખિક પરીક્ષા લેવામાં આવશે.જ્યારે ધો-૩ થી ધો-૮ના છાત્રોની લેખિતમાં પરીક્ષા લેવામાં આવશે.
આ અંગે ભાવનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વી.બી.વરૃએ એક વાતચિતમાં જણાવ્યુ હતું કે, પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા આગામી તા.૩થી આરંભ થઈ રહેલી ર્વાિષક પરીક્ષા આગામી તા.૧૧ સુધી ચાલશે.ભાવનગરની ૧૦૬૯ પ્રાથમિક શાળામાં પરીક્ષા લેવામાં આવશે.ભાવનગર જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષાના આયોજનને લઈને વિવિધ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.ધો-૩ થી ધો-૫માં ચાલીશ માર્કસનુ અને ધો-૬ થી ધો-૮માં ૮૦ માર્કસનુ પ્રશ્નપત્ર લેવામાં આવશે.દરમિયાન શિક્ષણ વિભાગના સૂત્રોના વધુમાં જણાવ્યા અનુસાર, પ્રાથમિક શાળાઓમાં પરીક્ષા પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં જ પરીક્ષાના પરિણામો જાહેર કરી દેવામાં આવશે.પ્રાથમિક શાળાની ર્વાિષક પરીક્ષા અન્વયે પ્રશ્નપત્રો કાઢવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.અને ટૂંક સમયમાં આ પ્રશ્નપત્રો પ્રત્યેક પ્રાથમિક શાળા સુધી પહોચતા કરી દેવામાં આવશે.લોકસભાની ચૂંટણીઓ હોવાથી શિક્ષકોને તાલિમના કાર્યક્રમમા જવાનુ હોવાથી વહેલા મુક્ત કરી દેવા માટે કવાયત શિક્ષણ વિભાગે હાથ ધરી છે.

ssc ગેરરીતી ૨૨/૩/૧૪

Posted: 23 Mar 2014 08:28 AM PDT

  • ધો. ૧૧ સાયન્સ સેમ. ર ની હોલ ટીકિટનું વિતરણ 
રાજકોટ : ધો. ૧૦ માં આજે અંગ્રેજીના પેપરની સાથે મુખ્ય વિષયોના પેપર પુરા થતા વિદ્યાર્થીઓએ રાહત અનુભવી છે. પડધરી ના રિધ્ધિ સિધ્ધિ વિદ્યાલય ખાતે બ્લોક નં. ર૩ માં પરીક્ષાલક્ષી સાહિત્ય સાથે એક વિદ્યાર્થી પકડાતા કોપી કેસ થયો હતો. ધો. ૧ર માં જીવવિજ્ઞાાનનું પેપર હતુ.ધો. ૧૧ વિજ્ઞાાન પ્રવાહનાં સેમેસ્ટર - ર ની એપ્રીલ - ર૦૧૪ માં લેવાનાર પરીક્ષાની હોલ ટીકિટનું વિતરણ તા. ર૬ ના રોજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતેથી સવારે ૧૧ થી સાંજે પ સુધી કરાશે. વિજ્ઞાાનપ્રવાહની ઉ.મા. શાળાના આચાર્યોને પોતાના અધિકારપત્ર સાથે હોલ ટીકિટ અને સાહિત્ય મેળવી લેવા જિલ્લા શિક્ષાધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો