શુક્રવાર, 12 જુલાઈ, 2013

Educational corner ( શૈક્ષણિક )

Educational corner ( શૈક્ષણિક )


TETની પરીક્ષા અંગે વિદ્યાર્થીઓએ હાઈકોર્ટમાં રીટ દાખલ કરી

Posted: 11 Jul 2013 05:29 PM PDT

TETની પરીક્ષા અંગે વિદ્યાર્થીઓએ હાઈકોર્ટમાં રીટ દાખલ કરી TETની પરીક્ષા અંગે વિદ્યાર્થીઓએ હાઈકોર્ટમાં રીટ દાખલ કરી છે. TETની પરીક્ષા વખતે કરવામાં આવેલા પરિપત્રના કારણે ટેટની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. સમગ્ર મુદ્દો એવો છે કે, વર્ષ 2011માં પ્રથમ વખતે ટેટની પરીક્ષા લેવામાં આવી હતી. અને તે સમયે પરિપત્ર કરવામાં આવ્યો હતો. કે, વિદ્યાર્થી ગમે તેટલી વાર ટેટની પરીક્ષા આપી શકે છે. અને આગળ ભરતી માટેવિદ્યાર્થીએ છેલ્લે આપેલી પરીક્ષાની માર્કશીટ લાયક ગણવામાં આવશે. વર્ષ 2011 બાદ વર્ષ 2012માં ટેટની પરીક્ષા લેવામાં આવી હતી. વર્ષ 2011માં પરીક્ષા આપનારા કેટલાક વિદ્યાર્થીઓએ વર્ષ 2012માં પણ પરીક્ષા આપી હતી. પરંતું વર્ષ 2012નું પેપર અઘરુ નીકળતા કેટલાક વિદ્યાર્થીઓનું પરિણામ ઓછુ આવ્યું હતું. તો 2011માં પાસ થયેલા કેટલાક વિદ્યાર્થીઓ 2012ની પરીક્ષામાં નાપાસ થયા હતા. તેથી 2011માં પાસ થયાહોવા છતા પણ કેટલાક વિદ્યાર્થીઓ ભરતી માટે લાયક ગણાયા ન હતા. તેથી આવા વિદ્યાર્થીઓએ હાઈકોર્ટમાં પ્રથમ પરીક્ષાની માર્કશીટ લાયક ગણવા રીટ કરી હતી. હાઈકોર્ટે આવા વિદ્યાર્થીઓની તડફેણમાં ચુકાદો આપતા તેમની રીટ માન્ય રાખી હતી. તેથી બીજી ટેટ આપનારા વિદ્યાર્થીઓને અન્યાય થયોછે. અને હવે બીજી ટેટ આપનારા વિદ્યાર્થીઓએ હાઈકોર્ટમાં રીટ કરી છે.

Posted: 11 Jul 2013 01:45 AM PDT

ટુંક સમયમાંજ HTAT માટેની પરીક્ષા આવી રહી છે. આ વીકમા જાહેરાત આવી શકે છે. – આધારભૂત સુત્ર

BK DIODAR VADH GHAT

Posted: 06 Jul 2013 09:34 AM PDT

BK Deodar setup. 1-5 Ma 7 vadh 58 ghat 6-8 137 ghat 6-7 ma 33 ghat. Op schools Deodar 8 Devpura Laxmipura Bhesana Vadivistar Paldi Mojru nava. Info by Guru Chankya

CCC પરીક્ષાના ફોર્મ

Posted: 06 Jul 2013 08:37 AM PDT

CCC પરીક્ષાના ફોર્મ જે મિત્રોને CCC પરીક્ષા આપવાની હોય તમના માટે ITI PALANPUR ખાતે CCC પરીક્ષાના ફોર્મ સોમવાર,મંગળવાર અને બુધવારના દિવસે ઓફીસ સમય દરમ્યાન સ્વીકારવાનું ચાલુ છે,જેની તમામ મિત્રોએ નોધ લેવી.ફી રૂપિયા 150/- છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો