બુધવાર, 31 જુલાઈ, 2013

Educational corner ( શૈક્ષણિક )

Educational corner ( શૈક્ષણિક )


Posted: 30 Jul 2013 08:03 PM PDT

વિદ્યાસહાયકોના પૂરા પગાર અંગે આંકડામગાયા Bhaskar News, કેટલો નાણાંકીય બોજ પડે તેના આંકડા માગવામાં આવ્યા રાજય સરકાર પૂરો પગાર આપવાની તૈયારી કરતી હોવાની અટકળો તેજ બની રાજયના શિક્ષણ વિભાગે જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાઓ, મહાનગરપાલિકા અને નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાઓમાં નોકરીકરતા વિદ્યાસહાયકોની કેટલી સંખ્યા છે અને તેમને નિયમિત પગાર આપવામાં આવે તો કેટલો ખર્ચ થાય તેમ છે તેના અહેવાલ તમામજિલ્લા શિક્ષણાધિકારી અને શાસનાધિકારી પાસેથી મંગાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે હાલમાં વિદ્યાસહાયકોને રૂ. પ૩૦૦ના ફિકસ પગારથી રાખવામાં આવે છે અને પાંચ વર્ષનોકરી કર્યા પછી તેમને પુરો પગાર આપવામાં આવે છે. વિદ્યાસહાયકોને પુરો પગાર આપવાના મુદ્દે હાઇકોર્ટમાં રીટ કરાઇ હતી અનેતેનો ચુકાદો વિદ્યાસહાયકો તરફી આવ્યો હતો. રાજય સરકારને પુરો પગાર આપવાનો નિર્દેશ હાઇર્કોટે આપ્યો હતો. આ ચુકાદા સામે રાજય સરકાર સુપ્રિમકોર્ટમાંગઇ છે. રાજય સરકારે અત્યારે નિયમિત પગાર આપવાનો અહેવાલ મંગાવતા રાજય સરકાર પુરો પગાર આપવાનીતૈયારી કરી હોવાની અટકળો તેજ બની છે. કેવા પ્રકારની માહિ‌તી માગવામાં આવી છે ? રાજયના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારાકરાયેલા પરિપત્રમાં એવી સુચના અપાઇ છે કે જિલ્લામાં ફિકસ-ઉચ્ચક પગારથી ભરતી કરાયેલા વિદ્યાસહાયકો-શિક્ષકોને ખરેખર ચુકવવામાં આવેલા ફિકસ પગારની વિગત આપવાની તાકિદ કરાઇ છે. ઉપરાંત તેમને નિયમિત પગાર આપવામાં આવે તોકેટલી રકમ આપવાની થાય અને તેનો કેટલો ખર્ચ થાય તેની વિગત આપવામાં આવીછે. આ સાથે કેટલા વિદ્યાસહાયકો જિલ્લામાં નોકરી કરે છે અને તેમને કઇ જોગવાઇ હેઠળ પગાર અપાય છે તેની માહિ‌તી પણ આપવાની સુચના અપાઇ છે. રાજયમાં ૭૦ હજાર વિદ્યાસહાયકો ૂક્ઘ્; રાજયમાં પ્રાથમિક શાળાઓનું ત્રિસ્તરીય માળખું છે. જિલ્લા પંચાયત સંચાલિત શાળાઓમાં પપ હજાર, મહાનગર-નગરપાલિકા સંચાલિત પ્રાથમિકશાળામાંસાત હજાર તેમજ તાજેતરમાં ભરતી આઠ હજારવિદ્યાસહાયકો મળી ૭૦ હજાર વિદ્યાસહાયક થાય છે. ૧૦.૯૨ અબજનો વાર્ષિ‌ક બોજ પડી શકે રાજય સરકાર દ્વારા પૂરો પગાર અપાય તો મહિ‌ને રૂ. ૧૮ હજાર આસપાસનો પગાર થાય છે. હાલમાં ફિકસપગારમાં રૂ. પ૩૦૦નો પગાર અપાય છે. આવા સંજોગોમાં નિયમિત પગાર આપવામાં આવે તો ૭૦ હજાર વિદ્યાસહાયકોનો મહિ‌ને રૂ. ૯૧ હજાર અને વાર્ષિ‌ક રૂ. ૧૦.૯૨ અબજનો નાણાંકીય બોજ પડે તેમ છે.

ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2013 માટે ગુજરાતી માં વીડિઓ જુઓ અને મનપસંદ કૃતિ તૈયાર કરો.

Posted: 30 Jul 2013 06:51 PM PDT

ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2013 માટે ગુજરાતી માં વીડિઓ જુઓ અને મનપસંદ કૃતિ તૈયાર કરો.

Click here for Videos...


વિદ્યાસહાયકો ના પુરા પગાર માટેની વિગતો મંગાવાઈ

Posted: 30 Jul 2013 06:44 PM PDT

વિદ્યાસહાયકો ના પુરા પગાર માટેની વિગતો મંગાવાઈ 



અમદાવાદ જિલ્લાના ધોરણ ૬ થી ૮ માટે અપર પ્રાથમિક શિક્ષક બદલી કેમ્પ માટે તમામ તાલુકાઓની જગ્યાઓની યાદી..........

Posted: 30 Jul 2013 06:30 PM PDT

Ahmedabad district ma Jilla Fer Badli thi java vada Sixako ni Yadi

Posted: 30 Jul 2013 06:45 PM PDT

Ahmedabad district ma Jilla Fer Badli thi java vada Sixako ni Yadi http://ahmedabaddp.gujarat.gov.in/ahmedabad/images/teachers_transafer_list.pdf 

 Source : Hitesh Patel

CRC કક્ષાની એક દિવસીય તાલિમ

Posted: 30 Jul 2013 05:16 AM PDT

૩/૮/૨૦૧૩ ના રોજ CRC કક્ષાની એક દિવસીય તાલિમનુ આયોજન કરેલ છે. 

ઉપચારાત્મક કાર્યક્રમ અંતર્ગત ૩/૮/૨૦૧૩ ના રોજ ટેલીકોંફરંસ યોજવા બાબત

Posted: 30 Jul 2013 05:14 AM PDT

ઉપચારાત્મક કાર્યક્રમ અંતર્ગત ૩/૮/૨૦૧૩ ના રોજ ટેલીકોંફરંસ યોજવા બાબત 

ગુણોત્સવ અંતર્ગત ઉપચારત્મક કાર્યક્રમની ૧/૮/૨૦૧૩ થી તાલિમ 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો