બુધવાર, 10 જુલાઈ, 2013

આપણું ગુજરાત – AAPNU GUJARAT

આપણું ગુજરાત – AAPNU GUJARAT


Posted: 09 Jul 2013 10:28 PM PDT

આજથી ત્રણ દિવસ માટે વડોદરા ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે:-

Posted: 09 Jul 2013 10:19 PM PDT

આણંદ જિલ્લાના ઉમેદવારો ભાગ લઇ શકશે:-
આ ભરતીમેળામાં રોજગાર કચેરી ખાતે નામ નોંધણી કરાવેલ અને એસ.ટી.બસની કુપન મેળવેલ ઉમેદવારો જ ભાગ લઇ શકશે:-
 જિલ્લા રોજગાર કચેરી,આણંદ, કોચર ઇન્ફોટેક-વડોદરાના સંયુક્ત ઉપક્રમે રોજગાર વાચ્છુંઓના લાભાર્થે આજે તા.૧૦/૧૧/૧૨-૦૭-૨૦૧૩ના ત્રણ દિવસ માટે રોજ સવારે ૧૧- કલાકથી સાંજના ૦૩-૦૦ કલાક સુધી કોચર ઇન્ફોટેક પ્રા.લી..કીર્તી પ્લાઝા,પ્રમુખ પ્રસાદ રોડની બાજુમાં, માંજલપુર, વડોદરા ખાતે રોજગાર ભરતીમેળો  યોજાશે. જેમાં કસ્ટમરકેર એક્ઝક્યુટીવ (કોલ સેન્ટર) માટે રૂા.૬૧૨૩/- થી રૂા.૭૫૦૦/- ના પગારની જગ્યાઓ માટે ધોરણ-૧૨ પાસ કે તેથી વધુ લાયકાત ધરાવતા આણંદ જિલ્લાના ઉમેદવારો ભાગ લઇ શકશે. ઉમેદવારોએ એચ.એસ.સી.પાસની માર્કશીટ અને ઝેરોક્ષ નકલ,બાયોડેટા સાથે ઉપસ્થિત રહેવું. આણંદ ખાતે રોજગાર કચેરીમાં નામ નોધણી કરાવેલ હોય અને એસ.ટી.બસની કુપન મેળવેલ હોય તેવા ઉમેદવારો જ આ ભરતીમેળા માં ભાગ લઇ શકશે. આ ભરતી મેળામાં આવવા જવા માટે ૨૧૦૦ જેટલા ઉમેદવારોને એસ.ટી.બસની નિઃશુલ્ક કુપન આપવામાં આવેલ છે તેમ રોજગાર કચેરી,આણંદ દ્વારા જણાવાયું છે.

VIDHAYASAHAYAK BHARTI BHASHA NA MERIT BABAT

Posted: 09 Jul 2013 09:59 AM PDT

VIDHAYASAHAYAK BHARTI BHASHA NA MERIT BABAT VIDHAYASAHAYAK BHARTI BHASHANA CANDIDATES NE 17/7/13 NA BAPORE KE 18/7/13 NE BAPORE MERIT MUKAI JSHE. 22/7/13 NA ROJ GHANDHINAGAR BOLAVANI SHAYKTA.......

વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના

Posted: 08 Jul 2013 11:47 PM PDT

(1) પ્રથમ તબક્કામાં ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષય માટેના ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા-૧૧-૭-૨૦૧૩ થી તા-૧૬-૭-૨૦૧૩ સુધી બોલાવેલ છે. (2) ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા-૭-૭-૨૦૧૩ ના 4.૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન-લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(3) પ્રથમ તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષયમાં ૬૪.૫૮ મેરીટ સુધીના ઉમેદવારો અને સામાજીક વિજ્ઞાનના વિષયમાં ૬૬.૭૭ મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
(4)શારીરિક અશક્તતા ધરાવતા નીચે જણાવેલા મેરીટ સુધીના ઉમેદવારો કોલ લેટર મેળવી શકશે.
કેટેગરી ગણિત-વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન
અલ્પદ્રષ્ટિ ૫૮.૪૭ ૫૫.૫૮
હલનચલન (OH) ૫૪.૫૧ ૬૩.૭૩
પીઆઇએલ નં. ૫૮/૨૦૧૩ માં નામદાર ગુજરાત હાઇકોર્ટના તા. ૨૮/૩/૨૦૧૩ ના વચગાળાના આદેશ અન્વયે શ્રવણની ખામી ધરાવતા ઉમેદવારો માટે જાહેરાતમાં દર્શાવેલી કુલ જગ્યાના ૧ ટકા જગ્યા ખાલી રાખવામાં આવેલ છે.

(5) ભાષા વિષયના વિદ્યાસહાયકોની જિલ્લા પસદગીની કાર્યવાહી ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષયની જીલ્લા પસદગી કાર્યવાહી પૂર્ણ થયા બાદ શરૂ કરવામાં આવશે.

કોલ-લેટર મેળવવા અહી ક્લીક કરવી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો