બુધવાર, 6 ઑગસ્ટ, 2014

શિક્ષણ પરિપત્રો

શિક્ષણ પરિપત્રો


ચિંતન અને ચિનગારી

Posted: 05 Aug 2014 12:22 PM PDT

તાજેતરમાં  રજીસ્ટર્ડ થયેલી સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં (ગુજરાતી માધ્યમ) શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા ચાલે છે. જેમાં હજારો ઉમેદવારો નોકરીની આશાએ અરજી કરે છે. 


જાણીને નવાઈ એ વાતની થાય છે કે સદર ભરતીમાં નોકરીની અરજી કરવા માટે ફી સામાન્ય ઉમેદવાર માટે  રૂ. ૧૦૦ તથા અનામત કેટેગરી ઉમેદવાર માટે રૂ. ૫૦  ચલણથી ભરવાની છે. 

સામાન્યરીતે કોઈ પરીક્ષા આપવાની હોય તો પરીક્ષાના સાહિત્ય અંતર્ગત તથા પરીક્ષાના આયોજન - પેપર છપામણી - સ્ટાફ ભથ્થા - પરીક્ષા સ્થળ આયોજન - સ્કોર્ડ આયોજન માટે ઉમેદવારો પાસે  ફી લેવાય તે વ્યાજબી છે. પરંતુ આશ્ચર્ય એ થાય છે  બેરોજગાર યુવાન કે જેને આજે રોજગારીની જરૂર છે તેવા ઉમેદવારો પાસે નોકરીની અરજી પેટે ફી લેવાય તે ગળે ઉતરે તેવી વાત નથી. 

શિક્ષકની અરજી કરતી વખતે અગાઉ શાળાઓમાં મંડળને ફી મોકલાતી હોય તેવી વાત આજસુધી હુ જાણું છું ત્યાં સુધી થઈ નથી. અને ફી પણ લીધેલ નથી. પરીક્ષા આપવા માટે ફી હોય તે વાત ૧૦૦ % સાચી છે પરંતુ નોકરી માટે  ઉમેદવારો પાસે અરજી સાથે ફી  લેવાય તે માની શકાય તેવી વાત નથી. 

હમણાંજ અનુદાનિત ધોરણ ૬ થી ૮ માં શિક્ષકોની ભરતી ઘણી શાળાઓમાં મંડળ દ્વારા કરવામાં આવી. તેમાં પણ કોઈ મંડળ દ્વારા નોકરીની અરજી પેટે ફી લેવાઈ નથી. અને ન જ લેવાવી જોઈએ. 

સરકારની ઉપરોક્ત સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં (ગુજરાતી માધ્યમ) શિક્ષણ સહાયકની ભરતીમાં ચલણથી ફી લેવાય છે તે વ્યાજબી છે કે ગેરવ્યાજબી તે વિચારવા જેવો પ્રશ્ન છે.  


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો