શુક્રવાર, 22 ઑગસ્ટ, 2014

શિક્ષણ પરિપત્રો

શિક્ષણ પરિપત્રો


Fix Salary News

Posted: 21 Aug 2014 07:02 PM PDT

Posted: 21 Aug 2014 11:48 AM PDT

સમાન કામ સમાન વેતન

Posted: 21 Aug 2014 08:02 AM PDT

શું આ વ્યાજબી છે ?

સમાન કામ સમાન વેતન અંતર્ગત જરા વિચારજો.

એક સાચી વાર્તા

એકજ શાળામાં એક સિનિયર શિક્ષક કે જે સુપરવાઈઝર છે જેનો માસિક પગાર ૫૦૦૦૦ થી ૬૦૦૦૦ છે. જેને બે બાળકો તથા માબાપ છે.  જેનો વર્કલોડ સુપરવાઈઝર હોવાને નાતે  અઠવાડિયાના ૧૮ થી ૨૦ તાસ છે જ્યારે બીજો શિક્ષણ સહાયક  ૯૪૦૦ રૂપિયા ઉચ્ચક વેતન મેળવે છે જે પણ બે બાળકો તથા માતાપિતા સાથે રહે છે. જેનો વર્કલોડ અઠવાડિયાના ૩૩ થી ૩૫ તાસ છે.

બંને માટે બજારમાં ખરીદીની બધી વસ્તુના ભાવ સરખા છે. સિનિયર માટે ડુંગળી ૯૦ રૂપિયાની કિલો તો શિક્ષણ સહાયક માટે પણ ડુંગળી ૯૦ રૂપિયાની કિલો. આજ રીતે અન્ય બધી જીવન જરુરિયાતની વસ્તુઓ માટે બજારમાં ભાવ સરખા છે. મોંઘવારી બંને શિક્ષક માટે સમાન છે. દૂધ બંને શિક્ષક માટે ૧ લિટરના ૫૦ થી ૫૫ રૂપિયા છે.
ગુજરાતમાં બજારમાં એવી કોઈ દુકાનો નથી કે જેમાં ફૂલ પગારવાળાના ખરીદીના ભાવ અને ફિક્સ પગારવાળાની ખરીદીના ભાવ જુદા જુદા  હોય. તેલ - પેટ્રોલ - ડીઝલ કે કોઈપણ વસ્તુના ભાવ બધા માટે સમાન છે.

તો શું  કાયમી શિક્ષક કે કોઈપણ કાયમી કર્મચારીને મોંઘવારી નડતી હોય તો પછી ફિક્સ પગાર વાળા કોઈપણ કર્મચારીને બજારૂ મોંઘવારી નડતી નથી ?
 કાયમી કર્મચારીના પગારમાં ૧૦ % મોંઘવારી વધારો થાય તો શું ફિક્સ પગારવાળા કર્મચારીઓ મોંઘવારી વધારા માટે હકદાર નથી ? સરકાર દ્વારા જ્યારે મોંઘવારી વધારો થાય છે ત્યારે ૫૦૦૦૦ થી ૬૦૦૦૦ રૂપિયા પગાર લેતો કે જેનો વર્કલોડ ઓછો છે તે હરખાય છે અને તે દિવસે સમાચારપત્રમાં તે સમાચાર ત્રણથી ચાર વખત વાંચે છે અને મૂછમાં હસે છે જ્યારે અન્ય ફિક્સ પગારવાળો મિત્ર કે જેનો વર્કલોડ ઘણોજ છે અને સતત પરસેવો પાડે છે તે સમાચાર સાંભળી રડી પણ શક્તો નથી.  
સમાન કામ સમાન વેતનના કુદરતી સિધ્ધાંતના નિયમ મુજબ તો તેઓ ફિક્સ પગાર તેમજ તેના લેબલથી જ પહેલાંથી જ માનસિક યાતના ભોગવે છે અને એમાંય મોંઘવારી વધારાનો માર તેમની યાતનાઓમાં ઉદીપકીય વધારો કરે છે.
આ પ્રશ્ન અંતર્ગત રાત્રે જમ્યા પછી શાંત ચિત્તે ખુરશીમાં બેસી પેટમાં રહેલા અન્ન ઉપર હાથ ફેરવી જરા વિચારજો હોં કે .......

 આ પોસ્ટ અંગે આપની કોમેંટ્સ આવકાર્ય છે. 



ફિક્સવેતન - ચિંતન - ચિંતા

Posted: 21 Aug 2014 07:54 AM PDT

આજે જ્યારે મોંઘવારી ચરમસીમા એ છે ત્યારે ફિક્સ વેતનમાં વધારો કરવો એ સરકારની નૈતિક ફરજ છે. એક શાળામાં એક શિક્ષક  ૪૦૦૦૦ થી ૫૦૦૦૦ પગાર મેળવે છે જ્યારે તે જ શાળામાં અન્ય શિક્ષક  ૫૩૦૦ જેટલો ફિક્સ પગાર મેળવે છે. બંને એકજ બઝારમાંથી ખરીદી કરે છે. ગુજરાતમાં એવું કોઈ બજાર બન્યુ નથી કે જેમાં ૫૩૦૦ રૂ. પગારવાળા ફિક્સ પગારદાર વાળા કર્મચારીની ખરીદી સસ્તી હોય. દૂધ - ઘી - તેલ કે અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ બધા માટે સરખા ભાવે મળે છે. 

ફિક્સ પગારવાળા કર્મચારીઓની પત્ની - પતિ કે બાળકો માટે  ફિક્સ આહાર આપીએ તો શું તે તંદુરસ્ત રહી શક્શે ? આજે દવાખાનામાં દાક્તરની કેસ ફી પણ  ૨૫૦ રૂપિયાથી ઓછી નથી ત્યારે  ૧૦૦ થી ૩૦૦ રૂ.  મેડિકલ એ  મૂછમાં હાસ્ય ફેલાવે છે. 


Fix Salary Oponion

Posted: 21 Aug 2014 07:37 AM PDT



શ્રી નિલેશભાઈ જોષી એ ફિક્સ પગાર - ફિક્સ માનવી અને ફિક્સ રાષ્ટ્ર અંતર્ગત પોતાના વિચારો રજૂ કરેલ છે.જે વાંચવા નીચેની બે લિંક પર ક્લીક કરો. 


ફિક્સ પગાર અંતર્ગત

Posted: 21 Aug 2014 07:52 AM PDT

કાયમી નોકરી ધરાવતા ફિક્સ પગાર ધરાવતા લોકોને કેસ સુપ્રિમમાં પેંડીંગ છે. તેની આગામી લિસ્ટીંગ તારીખ ૦૨/૦૯/૨૦૧૪ છે. આજ રોજ ટીવી ૯ તથા સંદેશ ન્યૂઝ ચેનલમાં પ્રસારિત સમાચારમાં જણાવ્યા મુજબ  કર્મચારી આનંદો. લઘુત્તમ વેતન અંતર્ગત હાઈકોર્ટ ખફા જેવા ન્યૂઝ વોટ્સ અપ તેમજ ચેનલમાં જોવા મળ્યા. જો કદાચ આવો ચુકાદો આવ્યો હોય તો ખુશીના સમાચાર ગણી શકાય. કારણકે ફિક્સ પગારમાં આજની અસહ્ય મોંઘવારીમાં કુંટુંબનું ભરણપોષણ કરવું તે લોઢાના ચણા ચાવવા જેવી વાત છે.  

હું જાણુ છું ત્યાં સુધી અગાઉ  બધાજ કર્મચારી માટે હાઈકોર્ટ દ્વારા સરકારને ફિક્સ પગાર બંધ કરી નોકરી લાગે ત્યારથી જ ફૂલ પગાર આપવાની અને સમાન કામ સમાન વેતનના કાયદાનો અમલ કરવાનો રાજ્ય સરકારને હુકમ કરેલ હતો. જેના અનુસંધાને રાજ્ય સરકારે સુપ્રિમ કોર્ટમાં અપીલ દાખલ કરેલ છે . જે  એસ.એલ.પી  ૧૪૧૨૪/૨૦૧૨ થી દાખલ છે. જેનો આજ સુધી કોઈજ ચુકાદો આવેલ નથી. આગામી તારીખ ૦૨/૦૯/૨૦૧૪ બતાવે છે. એમાં પણ ચુકાદો કે લાસ્ટ જજમેંટ નથી. જેથી રેગ્ય્લર ફિક્સ પગારવાળા કર્મચારીઓ માટે આજના સમાચાર નહિ હોય  તેવું મારૂ અંગત માનવું છે. 

આજ ન્યૂઝ ચેનલમાં આવતા સમાચાર કદાચ  કરાર આધારિત પાર્ટ ટાઈમ કર્મચારીઓએ કોઈ કેસ હાઈકોર્ટમાં દાખલ કરેલ હશે અને તેના અનુસંધાનમાં હાઈકોર્ટ દ્વારા અભ્યાસ કરી સરકારની ટીકા સાથે આવા કર્મચારીઓના ફેવરમાં પગાર વધારાનો ચુકાદો આપ્યો હોય તેવું બની શકે. બાકી મારૂ માનવું છે કે આજના સમાચાર બધાજ કર્મચારીઓ માટે નહિ હોય.. કારણકે ફિક્સ પગાર અંતર્ગત  રાજ્ય સરકાર દ્વારા સુપ્રિમમાં અગાઉ અપીલ દાખલ થયેલ છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો