શુક્રવાર, 27 સપ્ટેમ્બર, 2013

Educational corner ( શૈક્ષણિક )

Educational corner ( શૈક્ષણિક )


HTAT

Posted: 26 Sep 2013 07:57 AM PDT


ઉપચારાત્મક વર્ગ મોનીટરીંગ

Posted: 26 Sep 2013 07:46 AM PDT

આવતીકાલે કાંકરેજ તાલુકામાં ઉપચારાત્મક વર્ગના મોનીટરીંગ માટે સ્ટેટ લેવલની ટીમ આવવાની છે. 

ડીસાના પમરૂ પ્રા. શાળાની બાળાઓ વોલીબોલમાં સ્ટેટ ચેમ્પિયન બની

Posted: 26 Sep 2013 07:25 AM PDT

ડીસાના પમરૂ પ્રા. શાળાની બાળાઓ વોલીબોલમાં સ્ટેટ ચેમ્પિયન બની


રાજ્યમાં પ્રથમ આવનાર પમરૂની ટીમ બીજી વખત ચેમ્પિયન બની ભાસ્કર ન્યૂઝ.ડીસા બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના પમરૂ ગામની પ્રાથમિક શાળાની બાળાઓની ટીમે વોલીબોલની રમતમાં રાજ્યકક્ષાએ બીજી વખત ચેમ્પિયન શીપ મેળવી રમત-ગમત ક્ષેત્રમાં જિલ્લાનું નામ ઉજળુ કર્યું છે. ગુજરાત રાજ્ય યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ અને રમત-ગમત પરિષદ ગાંધીનગર ðારા રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના તરઘડી ગામે તા. ૨૧ થી ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૩ના રોજ રાજ્યકક્ષાની ૧૪ વર્ષથી નીચેની બાળાઓ માટે વોલીબોલ સ્પધૉનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર રાજ્યની ૩૨ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ડીસા તાલુકાના પમરૂ ગામની પ્રાથમિક શાળાની બાળાઓએ બનાસકાંઠા જિલ્લાનું પ્રતિનીધીત્વ કરી સ્પધૉમાં ભાગ લીધો હતો. જેમાં પમરૂ શાળાની ૧૨ વીર બાળાઓએ દરેક જિલ્લા અને મહાનગરોની ટીમ સામે ઉત્કૃષ્ઠ દેખાવ કરી ફાઇનલ સ્પધૉમાં જુનાગઢ જિલ્લાની ટીમને હરાવી ચેમ્પિયન શીપ મેળવી સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબર મેળવી જિલ્લાને વોલીબોલ રમત માટે એક આગવી ઓળખ ઉભી કરી છે. સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબરે આવનાર આ ટીમે બીજીવાર ગુજરાત રાજ્યની ચેમ્પિયન શીપ પોતાના નામે કરી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો