શુક્રવાર, 27 જૂન, 2014

WI-FI EDUCATION IN GUJARAT

WI-FI EDUCATION IN GUJARAT


જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી કચ્છના પ્રા. શિક્ષણની કાયાપલટ કરવા સૌના સાથ સહકારની વાત કરી હતી.

Posted: 26 Jun 2014 06:01 PM PDT


- ધો.૩થી ૮ માટે ઓનલાઇન 'પ્રશ્ન બેંક' બનશે
- પ્રાથમિક શિક્ષણને ચેતનવંતું બનાવવા ભુજમાં ટી.પી.ઓ., સી.આર.સી., બી.આર.સી.ની ચિંતન બેઠક યોજાઇ
કચ્છના પ્રા. શિક્ષણમાં આમૂલ પરિવર્તન લાવવા ટી.પી.ઓ., સી.આર.સી., બી.આર.સી.ની ભુજમાં સંયુક્ત બેઠક યોજાઇ ગઇ, જેમાં વિવિધ પ્રોજેક્ટના અમલવારીની ચર્ચા કરવામાં આવી હતી, જેમાં માય સ્કૂલ ઇ-સ્કૂલ અંતર્ગત ધો. ૩થી ૮ની ઓનલાઇન પ્રશ્નબેંક તૈયાર કરાઇ હતી તેમજ તે જ રીતે પરિણામ પણ ઓનલાઇન મૂકવું. પ્રારંભમાં શિક્ષણ સમિતિના ચેરમેન કેશુભાઇ પારસિયાએ ગુણવત્તા સુધારણા અભિયાનમાં સી.આર.સી. અને બી.આર.સી.નો મહત્ત્વનો રોલ છે. આ રોલને સાર્થક કરવા અપીલ કરી હતી.
જિ.પં. પ્રમુખ ત્રિકમભાઇ છાંગાએ આગામી કચ્છ જિલ્લામાં શિક્ષક ઘટ નહીં રહે. જિ.પં.ના સ્વભંડોળમાં 'પેરા ટીચર'ની નિમણૂક કરી સમસ્યા હલ કરાશે, તેવું જણાવ્યું હતું.જાણીતા શિક્ષણવિદ્ હરેશભાઇ ધોળકિયા અને પ્રબોધ મુનવરે સાથ સહકારની તૈયારી દર્શાવી હતી. નાયબ જિ.પ્રા. શિક્ષણાધિકારી ઉમેશભાઇ રૂગાણીએ શાળા પ્રવેશોત્સવની ૧૦૦ ટકા સફળતાનો યશ સી.આર.સી., બી.આર.સી. અને ટી.પી.ઓ. મિત્રોને આપ્યો હતો.
જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી બહાદૂરસિંહભાઇ સોલંકીએ કચ્છના પ્રા. શિક્ષણની કાયાપલટ કરવા સૌના સાથ સહકારની વાત કરી હતી. આ વર્ષમાં ગુણોત્સવમાં નબળી રહેલી સી. અને ડી. ગ્રેડવાળી શાળાને એ. અને બી. ગ્રેડમાં પરિવર્તિ‌ત કરવાની વાત કરી હતી

Good Morninig

Posted: 26 Jun 2014 05:55 PM PDT

હવે ભુતકાળ મા જઇ શકાશે ........તો નવાઇ નહી

Posted: 26 Jun 2014 05:56 PM PDT





ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો