શનિવાર, 14 ડિસેમ્બર, 2013

શિક્ષણ પરિપત્રો

શિક્ષણ પરિપત્રો


વિદ્યાસહાયક મેરીટ

Posted: 14 Dec 2013 01:32 AM PST

વિદ્યાસહાયક ભરતી ૨૦૧૩-૧૪ કામચલાઉ મેરીટ યાદી માટે અહિ ક્લીક કરો 

વધુ માહિતી માટે અહિ ક્લીક કરો. 


પ્રાથમિક શિક્ષકનું મેરીટ એક મહિના કરતાં પણ ઓછા સમયમાં જાહેર થઈ શકે છે તો ઉચ્ચત્તર ભરતીનું મેરીટ ત્રણ માસ કરતાં વધુ સમય થયો હોવા છતાં પણ કોની બેદરકારી તથા અણઅવડતના કારણે જાહેર થતુ નથી તે વિચારવા જેવી બાબત છે. 

હાયરનું મેરીટમાં વિલંબ થવાના કારણો નીચે મુજબના ચોક્કસ હશે. 
1.  આ ભરતીમાં ટેકનીકલી નિયમોની અસ્પષ્ટતા છે. શિક્ષકને ઓર્ડર મંડળ સિવાય કોઈ આપી શકે નહિ. સરકાર ફક્ત ભરતી કરવાની છે. ઓર્ડર મંડળ આપશે. માની લો કે કોઈ શિક્ષકને મંડળ ઓર્ડર ન આપે તો સરકાર તેને હાજર કેવી રીતે કરે ?

2.  જૂના શિક્ષક - શિક્ષણ સહાયકની જગ્યાઓની સ્પષ્ટતાનો અભાવ હોય - અનામત રોસ્ટરમાં લોચા થયા હોય - શાળા પસંદગી આપવી કે પહેલા જિલ્લા પસંદગી આપવી તેમાં અધિકારીઓ મુશ્કેલીમાં મૂકાયા હોય. 
મિત્રો - કોઈ ટેકનીકલી નિયમોની અસ્પષ્ટતાના લીધેજ મેરીટ જાહેર થવામાં લોચા લાગે છે. 

આશા રાખીએ કે ભગવાન હાયરની ભરતી કરનાર જવાબદાર અધિકારીને શક્તિ તથા બુધ્ધિ આપે કે જેથી ગૂંચવાયા વિના પારદર્શક અને પ્રાથમિકના જેમ ઝડપી એટલેકે એકાદ બે દિવસમાં મેરીટ તથા જગ્યા પસંદગી જાહેર કરી શકે. 

દહેગામના પંકજ સોસાયટીના શ્રી પંકજભાઈ ડી.પટેલે સચિવાલયમાં મંત્રીઓશ્રીને એવી રજૂઆત કરી છે કે  C.N.G  ના ભાવ વધારા બાબતે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને પોઝીટીવ ગણી કેન્દ્ર સરકાર પાસે ન્યાયની માંગણી કરી સસ્તા ગેસની માંગણી કરી છે તો ગુજરાત હાઈકોર્ટે ફિક્સ વેતન તથા સહાયક ભરતીના પગાર બાબતે આપેલા પોઝીટીવ ચુકાદાને સરકાર સુપ્રિમમાં પડકારી ગુજરાત હાઈકોર્ટના ચુકાદાનું પાલન કરવાની ના પાડે છે તે લાખો કર્મચારીઓ સાથે અન્યાય નથી. એક બાજુ સી.એન.જી બાબતે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો વ્હાલો લાગે છે જ્યારે ફિક્સ પગાર બાબતનો ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો સમાન કામ સમાન વેતન સુપ્રિમમાં પડકારાય છે. આ અંગે જરુરી કાર્યવાહી કરી ન્યાયની માંગણી માટે શ્રી પંકજભાઈ ડી.પટેલ તેમજ કેટલાક મિત્રોએ લાગતા વળગતા અધિકરીઓને અરજી આપેલ છે. 
વધુ માહિતી માટે શ્રી પંકજભાઈ ડી. પટેલ ના મોબાઈલ ઉપર વાત કરી શક્શો. તેમનો મોબાઈલ નંબર ૯૯૭૯૪૭૯૩૦૯ છે. તેઓ શ્રી આ ફિક્સ પગારનો પ્રશ્ન લોકાયુક્તમાં પડકારવાની તૈયારી કરી રહ્યા છે. 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો