શનિવાર, 28 ડિસેમ્બર, 2013

શિક્ષણ પરિપત્રો

શિક્ષણ પરિપત્રો


Posted: 27 Dec 2013 06:57 PM PST

Posted: 27 Dec 2013 09:39 AM PST

ઉચ્ચત્તર ભરતી ઝડપી બને અને ઝડપી મેરીટ જાહેર થાય  તે માટે   તા.૩૦/૧૨/૨૦૧૩ ની ગાંધીનગર ખાતે રેલીની મંજૂરી માટે  પાલનપુરના  શ્રી ભાસ્કરભાઈ રાવલ અને  અન્ય પાંચ મિત્રો  શુક્રવારના રોજ ગાંધીનગર ખાતે ગયા હતા.પોલીસ સ્ટેશન દ્વારા  રેલીની  મંજૂરી ન મળવાને કારણે તા. ૩૦/૧૨/૨૦૧૩ ના રોજ રેલીનું આયોજન હાલ પૂરતું મોકુફ રાખેલ છે. 
રેલીની મંજૂરી માટે અને ભરતી ઝડપથી શરૂ થાય તે માટે પાલનપુરના શ્રી ભાસ્કરભાઈ રાવલ તથા અન્ય મિત્રો દ્વારા સતત રજૂઆતો ચાલુ છે. શિક્ષણમંત્રીશ્રીને પણ આવેદનપત્ર આપવામાં આવેલ છે. 

તા. ૩૦/૧૨/૨૦૧૩ ના રોજની ગાંધીનગર ખાતેની રેલી હાલ પૂરતી બંધ રાખેલ છે તેની સર્વે હિતેચ્છુ મિત્રોને જાણ કરવામાં આવે છે. રેલીની મંજૂરી મળશે તો તેની તારીખ -સમય તથા અન્ય કાર્યક્રમોની જાણ કરવામાં આવશે. રેલી બંધ રહેલ છે તેના સમાચાર અન્ય લાગતા વળગતા મિત્રોને આપશો. 

Posted: 17 Oct 2013 09:27 AM PDT

Posted: 17 Oct 2013 09:40 AM PDT

અગાઉ બોર્ડ દ્વારા મેન્યુઅલી ફોર્મ ભરાતા હતા. બોર્ડ જાતે કમ્પ્યૂટરમાં ડેટા નંખાવતી હતી. ત્યારે અસંખ્ય ભૂલો આવતી હતી.જ્યારે આજે ઓનલાઈન ફોર્મ શાળાઓ દ્વારા ભરવામાં આવે છે. જેથી ભૂલોનું પ્રમાણ ઘટ્યું છે. અને બોર્ડનું કામ ખૂબજ સરળ બન્યુ છે. પરંતુ નીચેના મુદ્દા વિશે બોર્ડના અધિકારીઓએ  વિચારવાની જરૂર છે.

0.   ધોરણ - 10 તથા ધોરણ 12 માટે ઝોનવાઈઝ  કે જિલાવાઈઝ સર્વર બનાવવા જોઈએ જેથી ટ્રાફિક વહેંચાઈ જાય અને ફોર્મ ભરવામાં ખૂબજ ઝડપ આવે .  અત્યારે અડધા કલાકે એક થી બે ફોર્મ ભરાય છે. સમય તથા વીજળીનો વ્યય થાય છે. ટૂંકમાં મોબાઈલ ઈન્ટરનેટ દ્વારા પણ ઝડપી ફોર્મ ભરી શકાય તેવા સર્વર બનાવવા જોઈએ.



1. અગાઉ બોર્ડ આવેદનપત્ર ભરાવતી હતી ત્યારે ડેટા કમ્યૂટરમાં નંખાવવાની જરૂરી ફી આવેદનપત્ર સ્વરૂપે લેવામાં આવતી હતી તે સ્વાભાવિક હતી અને બોર્ડને પણ તે ફી કમ્પ્યૂટર ડેટા નંખાવવા માટે ચૂકવવી પડતી હશે . પરંતુ હવે જ્યારે શાળાઓ દ્વારા જ્યારે ફોર્મ ભરાય છે ત્યારે વિદ્યાર્થીદીઠ લેવામાં આવતી ૧૫ રૂપિયા આવેદનપત્ર ફી શાળાઓને આપવી જોઈએ. કારણકે શાળાઓ દ્વારા ફોર્મ ભરાવાથી ચોક્સાઈ આવે છે અને બોર્ડનું કામ પણ સરળ થયું છે. શાળાઓને પણ ફોર્મ ભરતી વખતે ખર્ચ થાય છે તે અધિકારીઓએ યાદ રાખવું જોઈએ. 

2. શાળાઓમાં બ્રોડબેંડ કનેક્શન તથા ડેટા સર્ફિગ ચાર્જ આવેદનપત્રની ફી માંથી વાપરી શકાય તેવી વ્યવસ્થા કરવી.

3.  ઘણી શાળાઓ  ફોર્મ બજારમાં સાયબર કાફેમાં ભરાવે છે
તો તે માટેના ખર્ચનું શું ?

 4. બોર્ડ નરો-વા-કુંજરો વા જેવી વાતો કરે છે. ફોર્મ ભરવાની જવાબદારી  આચાર્ય- શિક્ષક- ક્લાર્ક બધાની છે તે વાત કરે છે.  પરંતુ શિક્ષક શાળામાં ફોર્મ ભરવા બેસે તો અભાસક્રમનું શું ? ફ્રી તાસમાં ફોર્મ ભરવા બેસે તો એકાદ તાસમાં 2 થી વધુ ફોર્મ ભરી શકાતા નથી.

5. બોર્ડ દ્વારા શાળામાં ચિત્ર - શા.શિ ના જેમ કમ્યૂટર શિક્ષકની ભરતી થવી જોઈએ  જેથી ફોર્મ ભરવાની પ્રક્રિયામાં સરળતા રહે. 

6. મોટાભાગના શિક્ષકો પાસે  CCC  ની ડીગ્રી છે પરંતુ શાળામાં સમયપત્રકમાં કમ્પ્યૂટર તાસના અભાવે તેઓ  કમ્પ્યૂટર
નોલેજથી જાણતા હોવા છતાં અજાણ છે. 

Posted: 17 Oct 2013 05:05 AM PDT



અત્યારે ગુજરાતની મોટાભાગની શાળાઓમાં ધોરણ 10 તથા 12 ના બોર્ડના ફોર્મ ભરવાની ઓનલાઈન પ્રક્રિયા ચાલુ છે. ફોર્મ ભરવામાં સરળતા રહે તે માટે મારા મિત્ર શ્રી  બાબુભાઈ પટેલ - જડીયા હાઈસ્કૂલ - જિ. બનાસકાંઠા દ્વારા એક વિડીયો બનાવેલ છે.

વિડીયો આપના કમ્પ્યૂટરમાં જોશો તો ફોર્મ ભરતી વખતે જોવા મળતી મોટાભાગની સમસ્યાઓનો ઉકેલ મળશે. અગાઉ આ જ બ્લોગ ઉપર તેમના દ્વારા બનાવેલ સહી અને ફોટાની સાઈઝ માટેનો વિડીયો મૂકેલ હતો. આશા રાખીએ આ વિડીયો આપ સૌને ઉપયોગી થશે. 


ધોરણ ૧૦ નાં ઓનલાઈન ફોર્મ ભરવા માટે

Posted: 14 Oct 2013 10:18 PM PDT

Posted: 12 Oct 2013 11:30 AM PDT

Useful Excel Sheet


Posted: 13 Oct 2013 08:33 AM PDT

સોસા દિનેશકુમાર  - શાહ એમ.એમ  હાઈસ્કૂલ - કોડીનાર  દ્વારા  પગાર અંતર્ગત એક્સેલ સીટ બનાવેલ છે .તે ડાઉનલોડ  કરવા નીચે લિંક ઉપર ક્લીક કરો. ફોંટ તથા એક્સેલ સીટ બંનેની લિંક આપેલ છે. 



If You Problem To Read Then Download Font Terafont Chandani From Following Link 


શ્રી દિનેશભાઈના બ્લોગની મુલાકાત લેવા http://www.sosadinesh.blogspot.in પર ક્લીક કરો. 

Posted: 12 Oct 2013 10:11 AM PDT

ઘણા શિક્ષક મિત્રો પૂછે છે કે  વિદ્યાર્થીને પ્રથમ પરીક્ષા એટલે કે SA માં નાપાસ થાય એટલે કે ૩૩ ગુણ થી ઓછા આવે તો શું કરવું ? 

મિત્રો - વિદ્યાર્થી ધારોકે ૧૦૦ ગુણના પ્રશ્નપત્રમાં ૩૩ ગુણ લાવી શકે નહિ તો તેવા વિદ્યાર્થીનું ઉપચારાત્મક કાર્ય કરી ફરી પરીક્ષા લેવી અને બંને પરીક્ષામાંથી વધુ ગુણ ધ્યાનમાં લેવા.
માનીલો કે પ્રથમ પરીક્ષામાં ૧૦૦ માંથી ગણિતના પ્રશ્નપત્રમાં ૧૮ ગુણ આવે છે. તો રેમેડીયલ ટીચીંગ કરી ફરી ૧૦૦ ગુણની પરીક્ષા લેતાં  ૨૧ ગુણ આવે તો તેના SA-1 ના ગુણ ૨૧ ધ્યાનમાં લેવા .વિદ્યાર્થી ફરી પરીક્ષા લેતાં ફરજિયાત ૩૩ ગુણ લાવે તે જરુરી નથી. FA1 + FA2 + SA1 + FA3 + FA4 + SA2 ના કુલ  ૩૦ માંથી ૧૦ ગુણ ફરજિયાત થાયતો વિદ્યાર્થી પાસ થાય ૧૦ થી ઓછા ગુણ હશે તો વિદ્યાર્થી બોર્ડમાં નાપાસ ગણાશે.  

ટૂંકમાં દરેક FA તથા દરેક SA માં ફરજિયાત પાસ થાય જ તે જરુરી નથી. FA તથા SA માં પ્રથમ વખતે ૩૩ ટકા ગુણ ન મેળવે તો ફરી FA તથા SA કરવું અને બંનેમાંથી વધુ ગુણ ધ્યાનમાં લેવા. આવી સમજ અમને અમારી તાલીમ તથા આચાર્યશ્રીએ માર્ગદર્શન આપેલ છે.  

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો