સુરતમાં ડોક્ટરોને મળ્યું અનોખું બ્લડ ગ્રુપ,નામ આપ્યું 'INRA'
સુરતમાં એક યુવાનનું બ્લડ ગ્રુપ જોઈને ડોક્ટર પણ હેરાન થઈ ગયા કારણ કે તેમનું બ્લડ ગ્રુપ A,B,O અને AB કોઈપણ બ્લડ ગ્રુપ સાથે મેચ ન હતું થતું. સુરતમાં અનોખા બ્લડ ગ્રુપની શોધ કરવા વાળા બ્લડ બેંકના ડોક્ટરોનો દાવો છે કે દુનિયામાં કોઈપણ વ્યક્તિનું બ્લડ ગ્રુપ આવું નથી.
યુવાનનું બ્લડ ગ્રુપ કોઈ સાથે મેચ થતું નહીં
સુરતમાં એક એવો યુવાન છે કે જેનું રક્ત વિશ્વના કોઈ પણ વ્યક્તિ સાથે મેચ થતું નથી. સુરતનો આ યુવાન કોઈને રક્ત આપી શકતો નથી કે, કોઇનું રક્ત મેળવી શકતો નથી. ડો.સન્મુખ જોષી, ડો. મેંદપરા, અંકિતા શેલડીયાએ આ કિસ્સા પર પ્રકાશ પાડ્યો છે.
બ્લડ ગ્રુપનું નામ 'ઈનરા'
સુરતના લોક સમર્પણ રકત દાન કેન્દ્રએ એક નવા બ્લડગ્રુપની શોધ કરી ઇતિહાસ રચી નાખ્યો છે. સુરતના આ રકતદાન કેન્દ્રએ બ્લડ ગ્રુપનું નામ 'ઇનરા' (INRA) આપ્યુ છે. જેમાં પહેલા બે શબ્દો ઇન્ડિયા પરથી લેવામાં આવ્યા છે અને પાછળના બે શબ્દો જે વ્યક્તિના રકતકણોમાંથી આ બ્લડ ગ્રુપ શોધાયું છે તેમના નામના છે. આ રક્ત દાન કેન્દ્રના ડાયરેક્ટરના કહેવા પ્રમાણે, 'આ રક્ત વિશ્વના કોઈ માણસ સાથે મેચ થાય છે કે, નહીં તે માટે જાણવા આ રક્તને વર્લ્ડ હેલ્થ ઓગોનાઈઝેન દ્વારા પ્રમાણિત કરાયેલી ઈન્ટરનેશનલ બ્લડ ગ્રુપ રેફરન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું હતું. આ લેબોરેટરીમાં વિશ્વના દરેક પ્રકાના રક્ત હોય છે. જે તમામ સાથે આ રક્ત મેચ કરતા કોઈ સાથે આ રક્ત મેચ થયુ ના હતું. જેથી તેમણે આ લેબોરેટરી દ્વારા આ રક્ત વિશ્વમાં એક હોવાનું જણાવી રક્તની સ્વિકૃતિ અપાઈ હતી.'
રક્ત દાન કેન્દ્રનું થયું સન્માન,પ્રથમ ઈનામ
26 ઓગસ્ટ અને 27 ઓગસ્ટના રોજ પૂણેમાં ઈન્ડિયન સોસાયટી ઓફ હેમેટોલોજી એન્ડ બ્લડ ટ્રાન્સફ્યુઝનની એક કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં લગભગ 600થી વધુ તબીબો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સુરતના 'લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર'ને જાહેરમાં સન્માન આપી પ્રથમ ઈનામ સાથે શિલ્ડ આપવામાં આવ્યો હતો.
WHOની લેબોરેટરીમાં પણ તપાસ
આ અલગ બ્લડ ગ્રુપ માટે ડો. જોશીનું કહેવું છે કે અમે આની પર હજી વધારે રિસર્ચ કરીએ છીએ. અમે તે યુવાનના પરિવારના દરેક માણસના બ્લડ ગ્રુપની તપાસ કરી રહ્યાં છે. આ યુવાનના બ્લડને અમે WHOની લેબોરેટરીમાં પણ મોકલ્યું છે.
Info by SANDESH NEWS
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો