ગુરુવાર, 20 જૂન, 2013

Educational corner ( શૈક્ષણિક )

Educational corner ( શૈક્ષણિક )


મેડિકલમાં પ્રવેશ માટે આ રહી વિગતો...

Posted: 19 Jun 2013 05:37 PM PDT

મેડિકલમાં પ્રવેશ માટે આ રહી વિગતો... અમદાવાદ :ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ગુજકેટ 2013નું પરિણામ 20 મેના રોજ જાહેર થશે. જ્યારે મેડીકલ અને એન્જીનયરીંગ ફેકલ્ટીમાં પ્રવેશની તમામ પ્રક્રિયા સુપ્રિમ કોર્ટના એક આદેશ અનુસાર 30 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે એવી જાહેરાત રાજ્યના આરોગ્ય મંત્રી નીતિનપટેલે કરી હતી. ગાંધીનગર ખાતે મંત્રીમંડળની બેઠક બાદતેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે મેડીકલ અને પેરામેડીકલ ફેકલ્ટીમાં પ્રવેશ માટે ધો. 11 અને 12ના 4 સેમીસ્ટરના ફીજીક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી વિષયોની થીયરીના કુલ ગુણના 60 ટકા અને ગુજકેટ2013ના કુલ ગુણના 40 ટકા ભારાંક મુજબ પ્રવેશ આપવામાં આવશે. ગુજરાતના વિદ્યાર્થીઓને તબીબી અભ્યાસક્રમોમાંકોઈ મુશ્કેલી ન પડે અને સમયસર પ્રવેશ મળી રહે તે માટે કેન્દ્રીય પ્રવેશ સમિતિની રચના કરવામાં આવી છે. તેમણે એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે ચાલુ વર્ષે મેડીકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવાયેલ એન્ટ્રેસ પરીક્ષાઓના પરિણામ જાહેર કરવા સુપ્રિમ કોર્ટ દ્વારા મંજુરી આપવામાંઆવી છે તે મુજબ જ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે. કેન્દ્રીય પ્રવેશ સમિતિ બી. જે. મેડીકલ કોલેજ - અમદાવાદ ખાતેથીપ્રવેશ કાર્યવાહી હાથ ધરશે. આ કેન્દ્રીય પ્રવેશ સમિતિ દ્વારા મેડિકલ, ડેન્ટલ, ફીજીયોથેરાપી, આયુર્વેદ, હોમીયોપેથી, નર્સીંગ, પ્રોસ્થેક્ટીકસ, ઓર્થોટીક્સ, નેચરોપેથી અને ઓડીયોલોજી અભ્યાસ ક્રમોના સ્નાતક (યુ.જી.) કક્ષાએ પ્રવેશ અંગેની કાર્યવાહી હાથ ધરાશે. તેમણે એમ પણ કહ્યું કે ગુજરાતમાં મેડીકલ પેરા મેડીકલ અભ્યાસ ક્રમ માટે કુલ 8950 બેઠકો ઉપલબ્ધ છે. જેમાં 6 સરકારી મેડીકલ કોલેજમાં કુલ 1080 બેઠકો, રાજ્ય સરકાર દ્વારા સંચાલિત સોસાયટીની પાંચ મેડીકલ કોલેજોમાં કુલ750 બેઠકો, મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 3 મેડિકલ કોલેજોમાં કુલ 450બેઠકો, ચાર ખાનગી મેડિકલ કોલેજની કુલ 500 બેઠકો, બે સરકારી ડેન્ટલ કોલેજોમાં કુલ 200 બેઠકો, રાજ્ય સરકાર સંચાલિત સોસાયટીની એક ડેન્ટલ કોલેજમાં કુલ 100 બેઠકો, મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એક ડેન્ટલ કોલેજમાં કુલ 100 બેઠકો અને 8 ખાનગી ડેન્ટલ કોલેજની કુલ 740 બેઠકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ફીઝીયોથેરાપીની કુલ 1325 બેઠકો, બીએસસી નર્સીંગની 1615 બેઠકો, આયુર્વેદની 310, હોમોયોપેથિકની 1625 અને અન્ય પેરા મેડિકલ અભ્યાસ ક્રમની કુલ 140 બેઠકો સાથે 8950 બેઠકો ઉપલબ્ધ છે. જેમાં મેરીટના આધારેપ્રવેશ આપવામાં આવશે. એનઆરઆઇ બેઠક સંદર્ભે એમણે કહ્યું કે રાજ્યની તમામ મેડિકલ, ડેન્ટલ, પેરામેડિકલ અભ્યાસક્રમોમાં એનઆરઆઇ બેઠકોમાં કોઇ અનિયમિતતા ન થાય તે હેતુથી પ્રવેશ કાર્યવાહી પણ એક જ તારીખે અને એક જ સ્થળે કેન્દ્રીય પ્રવેશ સમિતિ દ્વારા સંબંધિત ખાનગી કોલેજના મેનેજમેન્ટ દ્વારા હાથ ધરવામાં આવશે. નોંધનીય છે કે એનઆરઆઇ બેઠકોમાં કેટલીક અનિયમિતતાઓ આચરવામાં આવતી હોવાની સંખ્યાબંધ ફરીયાદો રાજ્ય સરકારને મળી હતી અને ઘણીવાર મેરીટ ધરાવતા ન હોય તેવા વિદ્યાર્થીઓને એનઆરઆઇ કોટામાં પ્રવેશ અપાતો હતો.

28 જુનથી મેડીકલમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ

Posted: 19 Jun 2013 05:34 PM PDT

28 જુનથી મેડીકલમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભજીજીએન ટીમ દ્વારા | June 19, 2013, 07:20 PM IST અમદાવાદ :ગુજરાતમાં મેડીકલ ફેકલ્ટીમાં પ્રવેશ માટેની પ્રક્રિયા 28 જુનથી શરૂ થશે. 22 જુલાઇ સુધીમાં ભરેલા પ્રવેશ ફોર્મ જમા કરાવાના રહેશે એમ રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી. ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ 1 ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં એમ કહ્યુંકે એમબીબીએસમાં પ્રવેશ માટે સુપ્રિમ કોર્ટે મંજુરી આપી છે અને સુપ્રિમ કોર્ટે એમ જણાવ્યું છે કે પ્રવેશ આપતીવખતે પ્રવેશફોર્મમાં એવી ખાસ સુચના લખવી કે સુપ્રિમ કોર્ટના ચુકાદાને આધીન પ્રવેશ મળશે. કેમ કે મેડીકલમાં પ્રવેશ સંદર્ભે રીટ અરજીની કાનૂની પ્રક્રિયા ચાલી રહી છે. ગુજરાતમાં 28 જુનથી 19 જુલાઇ સુધી એક્સીસ બેન્કમાંથી રૂ. 170 ભરીને પ્રવેશ ફોર્મ મેળવી શકાશે. ભરેલા પ્રવેશ ફોર્મ 29 જુનથી અમદાવાદની બી. જે. મેડીકલ કોલેજમાં સેન્ટ્રલ પ્રવેશ સમિતિને પહોંચાડવાના રહેશે. 22 જુલાઇસુધી ભરેલા ફોર્મ સ્વીકારવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે એમબીબીએસમાં પ્રવેશ માટ ગુજકેટ અને પોસ્ટ ગ્રેજયુએશનમાં પ્રવેશ માટે નીટના આધારે પ્રવેશ કાર્યવાહી થશે. આમ, છેલ્લા કેટલાક દિવસથી મેડીકલમાં પ્રવેશ સંદર્ભે વિદ્યાર્થી અને વાલીઓમાં સર્જાયેલી મુંઝવણનો અંત આવ્યો છે.

VIKALP CAMP

Posted: 19 Jun 2013 08:40 AM PDT

BREAKING NEWS...FOR WAITING FOR VIKALP CAMP TAMAM DPEO AE NIYAMAKSHREE NE RAJUAAT KARI K TAMAM DISTRICT MA OVER SETUP GHATADVA MATE PAHELA BADHANE UPER VIBHAG( STD 6 TO 8 ) MA JAVA MATE FARI EK VAR VIKALP CAMP NU AYOJAN KARVU JOIE........... VIKALP CAMP NI PURI SHAKYATAO CHHE........ INFOBY AADHARBHUT SUTRO........

VIDYASAHAYAK SHYDULE

Posted: 19 Jun 2013 07:02 AM PDT

Vidhyasahaykbharti -2012/13 10/6/2013 -purak jaherat 13/6/2013 to 19/6/2013 - online form farase 20/6/2013 - last date form savikarva mate 24/6/2013 merityadi kamchalau 25/6 2013 to 26/6/2013 sudharna mate 1/7/2013 to 3/7/2013 fainal merityadi 4/7/2013 to 9/7/2013 oepn mate jilla pasandgi 17/7/2013 to 28/7/2013 obc,s.c,st mate jilla pasandgi 22/8/2013 na roj jilla kaxa ae sathal pasandgi info by Mahesh chaudhary

ધો.૧ થી૫માં પ્રાથમિક શિક્ષકોની ભરતી નહીં કરાતા નામદાર હાઈકોર્ટ સમક્ષ શિક્ષકોનો ઘા

Posted: 19 Jun 2013 12:02 AM PDT

ધો.૧ થી૫માં છેલ્લા ચાર વર્ષથી પીટીસી ઉમેદવારોની ભરતી થતી નથીતેમજ એક વરસથી ટેટની પરીક્ષા આપેલ હોવા છતાં શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષકોની ભરતી નહીં કરાતા નામદાર હાઈકોર્ટ સમક્ષ શિક્ષકોએ ઘા નાખ્યો છે. બનાસકાંઠા, મહેસાણા તથા સાબરકાંઠાના પ્રાથમિક શિક્ષણના શિક્ષકોએ અગાઉ ડાયરેક્ટર ઓફ પ્રાઈમરી એજ્યુકેશન તેમ જ રાજ્યના શિક્ષણ મંત્રી સમક્ષ રજૂઆત કરેલ હતી કે, પ્રાથમિક વિભાગમાં શિક્ષકની ભરતી છેલ્લા ચાર વરસથી કરવામાં આવેલ નથી તેમ જ ટેટની પરીક્ષા પાસ કર્યાને એક વરસ વીતી ગયેલ હોવા છતાં તેમને કોઈ નિમણુંકનો હૂકમ આપવામાં આવેલ નથી. આ રજૂઆતના અનુસંધાનમાં સક્ષમ વહીવટીતંત્ર દ્વારા શિક્ષકોએ કરેલી કોઈ જ રજૂઆતનો કોઈ જ પ્રત્યુત્તર નહી મળતા આખરે તેઓ કંટાળીને નામદાર હાઈકોર્ટ સમક્ષ વિશેષ દીવાની અરજી નંબર ૬૬૫૬/૨૦૧૩ની કરવી પડેલ. જેમાં, તેઓની મુખ્ય રજૂઆત હતી કે, પી.ટી.સી. ઉત્તિર્ણ થયેલ ઉમેદવારોએ લોઅર લેવલ પાર્ટ-૧ ટેટની પરીક્ષા પણ પાસ કરેલ છે. જે પરીક્ષામાં અંદાજે ૧૨૭૦૦૦ ઉમેદવારો બેઠેલા. જેમાંથી ફક્ત ૪૦૨૯ ઉમેદવારો ઉત્તિર્ણ થયેલ હતા. જે બતાવે છે કે, ટેટની પરીક્ષા કેટલી બધી અધરી છે. આ ઉપરાંત, તેઓની મુખ્ય રજૂઆત હતી કે, સમગ્ર રાજ્યમાં ૫૦૦૦ કરતા પણ વધારે સંખ્યામાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શિક્ષકોની જગ્યા ખાલી પડેલ છે તેમ છતાં, રાજ્ય સરકાર દ્વારા સક્ષમ લાયકાત ધરાવતા ઉમેદવારો હોવા છતાં છેલ્લા ચાર વરસ ઉપરાંતથી પ્રાથમિક શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી. આ સંજોગોમાં અરજદારોએ તા.૪-૨-૨૦૧૩નાં રોજ સક્ષમ અધિકારી સમક્ષ રજૂઆત કરેલ છે અને જેના અનુસંધાનમાં રાજ્ય સરકારે કશો જ પ્રત્યુતર આપેલ નથી. તેના બદલે સમગ્ર પ્રશ્નો ફરીથી રાજ્ય સરકાર વિચારણામાં લે અને યોગ્ય નિર્ણય કરીને અરજદારોના ભરતી અંગેની કાર્યવાહીને આગળ ધપાવે તેવી અરજદારોની માંગણી છે. બંને પક્ષકારોની દલીલો સાંભળીને નામદાર હાઈકોર્ટ જજ કે.એમ.ઠાકરે અરજદારોએ કરેલ રજૂઆત સાંભળીને પ્રિન્સિપાલ સેક્રેટરી, શિક્ષણ વિભાગ તેમ જ ડાયરેક્ટર ઓફ પ્રાઈમરી એજ્યુકેશન, રાજ્ય સરકાર, ગાંધીનગરનાંઓને ત્રણ મહિનામાં નિર્ણય કરવા માટેનો હુકમ કરેલ છે. જેના અનુસંધાનમાં અરજદારોએ સક્ષમ અધિકારીઓ સમક્ષ નામદાર હાઈકોર્ટના હૂકમ મુજબ ફરીથી રજૂઆતની કાર્યવાહી કરેલ છે. અરજદારો તરફે વિ.વ.પી.જે.યાજ્ઞિાક હાજર રહ્યા હતા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો