WI-FI EDUCATION IN GUJARAT |
- H-TAT 5/2/14 UPADATE જિલ્લા શિ.સમિતિ
- H-TAT update 5/2/14 નગર પ્રા.શિક્ષણ સમિતિ
- પ૦ ટકા DA મર્જ કરવાનો નિર્ણય
- Education Update
H-TAT 5/2/14 UPADATE જિલ્લા શિ.સમિતિ Posted: 05 Feb 2014 08:29 PM PST |
H-TAT update 5/2/14 નગર પ્રા.શિક્ષણ સમિતિ Posted: 05 Feb 2014 08:26 PM PST |
Posted: 05 Feb 2014 08:11 PM PST પ૦ ટકા DA મર્જ કરવાનો નિર્ણય તુરંતમાં.......!કેન્દ્ર સરકારના કર્મચારીઓ, પેન્શનરો અને તેમના પરિવારજનોના અઢી કરોડ મતો કબ્જે કરવા સરકાર મહત્વનો નિર્ણય ટુંક સમયમાં લેશેઃ ડીએ મર્જ કરવાના નિર્ણયથી સરકાર ઉપર ર૦,૦૦૦ કરોડનો બોજો પડશેઃ કર્મચારીઓના ભથ્થા પણ વધી જશે કેન્દ્રની યુપીએ સરકારે કર્મચારી વર્ગના સહારે ચૂંટણી જંગ જીતવા તૈયારી કરી હોવાનુ જાણવા મળે છે. સાતમાં પગાર પંચની રચના, આવતા મહિને ડીએની જાહેરાત કરવા ઉપરાંત હવે સરકાર અઢી કરોડ જેટલા કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો અને તેમના પરિવારજનોના મતો કબજા કરવા માટે મુળ પગારમાં પ૦ ટકા ડીએ મર્જ કરવા જઇ રહી છે. આ અંગેનો નિર્ણય ટુંક સમયમાં લેવામાં આવશે. સરકાર આનાથી ૩૮ લાખ કર્મચારીઓ અને રપ લાખ પેન્શનરોને બખ્ખા થઇ જશે. કેન્દ્ર સરકાર પ૦ ટકા ડીએ મર્જ કરવાનો નિર્ણય ટુંક સમયમાં લેશે. જો સરકાર આ નિર્ણય લ્યે તો સરકારી તિજોરી ઉપર રૂ.ર૦,૦૦૦ કરોડનો બોજો પડશે. કેન્દ્રના કર્મચારીઓ તથા રેલ્વેના યુનિયનનું સરકાર ઉપર આ બાબતે ભારે દબાણ છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓએ વિવિધ માંગણીઓના સંદર્ભમાં અનિヘતિ મુદ્દતની હડતાલની ધમકી પણ આપી છે. સરકાર પણ કર્મચારીવર્ગને રાજી કરવા અને રાા કરોડ મતો કબ્જે કરવા સાબદી થઇ છે. સેક્રેટરી જનરલ એ.આઇ.આર.એફ.ના શિવા ગોપાલ મિશ્રા કે જેઓ ૧ર લાખ કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે તેઓએ જણાવ્યુ છે કે મેં આ બાબતે પીએમઓ અને નાણા મંત્રાલય સાથે પત્ર વ્યવહાર કર્યો છે. હું ખર્ચ સચિવને પણ મળ્યો છું. એવા નિર્દેશો મળે છે કે પ૦ ટકા ડીએ મર્જ કરવાનો નિર્ણય સંસદમાં વોટ ઓન એકાઉન્ટ પછી તરત જ જાહેર કરવામાં આવશે. રેલ્વે યુનિયનના પ્રેસ સેક્રેટરી એસ.એન.મલિકે જણાવ્યુ છે કે, ટુંક સમયમાં આ અંગેની કેબીનેટ નોટ પણ આવશે. હાલ આ અંગેની ફાઇલ પીએમઓમાં નિર્ણય લેવા ઉપર છે. તેઓ કહે છે કે આવતા સપ્તાહે જાહેર થવાની સંભાવના છે. જો પ૦ ટકા ડીએ મર્જ કરી દેવામાં આવે તો કર્મચારીવર્ગને જલ્સા થઇ જશે. તેઓના વિવિધ ભથ્થાઓ પણ વધી જશે. |
Posted: 05 Feb 2014 08:06 PM PST |
You are subscribed to email updates from WI-FI EDUCATION IN GUJARAT To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |