આપણું ગુજરાત – AAPNU GUJARAT |
- કર્મચારીઓને 20 ટકા રકમ રોકડમાં મળશે..
- ખેડા જિલ્લામાં હોમગાર્ડઝની ચાલુ થયેલ ભરતી :-
- DOWNLOAD CALL LETTER - SUB REGISTRAR EXAM
- દેશભરના કરોડો કર્મચારીઓને જલ્દી જ સારા સમાચાર મળશે
- વિદ્યાસહાયકોની ભાવિનો ફેંસલો જુલાઇમાં
કર્મચારીઓને 20 ટકા રકમ રોકડમાં મળશે.. Posted: 28 May 2013 07:37 AM PDT રાજ્ય સરકારે કર્મચારીઓની માંગણીને ગ્રાહ્ય રાખીને છઠ્ઠા પગારપંચના અમલ વખતે કરેલ નિર્ણય અનુસાર પાંચમો અને અંતિમ 20 ટકાનું પગાર વધારો રોકડમાં ચુકવવાનો નિર્ણય કર્યો છે. કર્મચારી સંગઠનો દ્વારા આ અંગે છેલ્લા કેટલાક દિવસથી માંગણી કરીને હડતાલ પર જવાની ચિમકી ઉચ્ચારવામાં આવતી હતી. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે 2006માં જ્યારે રાજ્ય સરકારે કેન્દ્રના ધોરણે છઠ્ઠા પગારપંચનો અમલકર્યો ત્યારે તફાવતની રકમને પાંચ ભાગમાં વહેંચીને 20-20 ટકા પ્રમાણે રકમ જે તે કર્મચારીના પીએફમાં જમા કરવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે કર્મચારીઓની એવી માંગણી હતી કે તફાવતની આ રકમ રોકડમાં આપવી જોઇએ. કર્મચારીઓની માંગણીને સરકારે સંતોષવાનો પ્રયાસ કર્યો છે. સરકારે કરેલા એક નિર્ણય અનુસાર હવે આ તફાવતનીરકમનો પાંચમો અને છેલ્લા 20 ટકાના હપ્તાની રકમ રોકડમાં ચુકવાશે. સૂત્રોએ જણાવ્યું કે સરકારના આ નિર્ણયથી કર્મચારીઓ અને પેન્શનરોને મળીને અંદાજે 8 લાખ કર્મચારીઓને તેનોલાભ મળશે. કર્મચારી સંગઠનોએ સરકારના આનિર્ણયને આવકાર આપ્યો છે. એમ મનાઇ છે કે સરકારે કર્મચારીઓની નારાજગી દુર કરીને તેમની સહાનુભૂતિ જીતવાનો પ્રયત્ન કર્યો છે | ||||||||||||||||||||||||||||||||||||||||||
ખેડા જિલ્લામાં હોમગાર્ડઝની ચાલુ થયેલ ભરતી :- Posted: 28 May 2013 02:03 AM PDT ખેડા જિલ્લા હોમગાર્ડઝમાં જિલ્લામાં જુદા જુદા યુનિટોમાં હોમગાર્ડઝમાં પુરૂષ અને મહિલા સભ્યોની ભરતી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માતર, ખેડા, હલધરવાસ, લીંબાસી, આતરસુંબા, બાલાસિનોર અને વિરપુર ગામના ૪ કિ.મી. વિસ્તારના રહીશ પુરૂષ તેમજ મહિલા હોમગાર્ડઝની ભરતી કરવામાં આવી રહી છે. આ ભરતીમાં જોડાવવા ઇચ્છુક ઉમેદવારોની લાયકાતમાં ધોરણ ૭(સાત) પાસ કે તેથી વધુ અભ્યાસ, ઉં.વ.૧૮ થી ૫૦ વર્ષ સુધી, વજન ૫૦ કિ.ગ્રા. ઉંચાઇ ઓછામાં આછી ૧૬૫ સે.મી. હોવી જરૂરી છે. ઉમેદવારે લાયકાત અંગેના અસલ પ્રમાણપત્રો ઝેરોક્ષ નકલ સાથે તેમજ એક પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે નીચે જણાવેલ તારીખ તથા સ્થળે ઉપસ્થિત રહેવા જિલ્લા કમાન્ડન્ટ શ્રી મહેશ મહેતા, હોમગાર્ડઝ, ખેડા-નડીઆદની યાદીમાં જણાવાયું છે.
| ||||||||||||||||||||||||||||||||||||||||||
DOWNLOAD CALL LETTER - SUB REGISTRAR EXAM Posted: 28 May 2013 01:54 AM PDT SUB REGISTRAR EXAM'S CALL LETTERS ARE AVAILABLE TO DOWNLOAD... Exam date: 09/06/2013 | ||||||||||||||||||||||||||||||||||||||||||
દેશભરના કરોડો કર્મચારીઓને જલ્દી જ સારા સમાચાર મળશે Posted: 28 May 2013 01:36 AM PDT મોંઘવારીના મારની વચ્ચે તમારા માટે એક અગત્યના સમાચાર આવી ગયા છે. આવનારા મહિનાઓમાં તમારા પીએફ ખાતામાં આવનારી રકમ વધવાની પૂરેપૂરી શકયતા છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ) વળતરની નવી પરિભાષા માટે નવેસરથી નોટિફિકેશન રજૂ કરવાની તૈયારીમાં છે.તેના અંતર્ગત પીએફ ફકત બેસિક પગાર અને ડીએના 12% કપાશે નહીં પરંતુ હવે આ પૂરા પગારના આધાર પર કપાશે. જેનાથી સંસ્થા કે કંપનીના પીએફમાં ફાળો વધી જશે. પરંતુ ઔદ્યોગિક જગત ઇપીએફઓની આ નવી પહેલની વિરૂદ્ધ છે. હાલ મોટાભાગની ખાનગી કંપનીઓ ડીએ (ડિયરનેસ એલાઉન્સ) આપતી નથી. ત્યારે મોટાભાગની કંપનીઓ બેસિક પગાર વધાર્યા વગર અન્ય બાબતોમાં પગાર વધારી દે છે. તેના લીધે હજારો કર્મચારીઓના પીએફમાં ફાળો લાંબા સમય સુધી એક જેવો જ રહે છે. આ રીતે કર્મચારીની ટેક્સ સાથે જોડાયેલી જવાબદારી વધી જાય છે, પરંતુ પીએફની રકમ એટલી જ રહે છે. આ મહિને નાણાંમંત્રાલયે કર્મચારીઓને પીએફ પર 2012-13ના વર્ષ માટે મળનાર વ્યાજ 8.25% થી વધારીને 8.50% કરી દીધું હતું. તેનો સીધો ફાયદો દેશના અંદાજે 5 કરોડ નોકરીયાત (સરકારી અને ખાનગી ક્ષેત્રના કર્મચારી)ને મળી રહ્યો છે. પોતાના શેરહોલ્ડરોને પૂરેપૂરી સગવડ આપવા માટે ઇપીએફઓ પોતાનાથી બનતા બધા જ પ્રયત્નો કરી રહ્યું છે. તેના અંતર્ગત જ ઇપીએફઓ હવે પોતાના શેરહોલ્ડરોને પેન કાર્ડ પર નોંધાયેલા નંબરના તર્જ પર ઇપીએફઓ દેશભરમાં યુનિક કોડ આપવા જઇ રહ્યું છે. આ યુનિક કોડના અંતર્ગત તમને પીએફ ખાતા સંખ્યા મળશે જે નોકરી બદલવા પર પણ બદલાશે નહીં.
| ||||||||||||||||||||||||||||||||||||||||||
વિદ્યાસહાયકોની ભાવિનો ફેંસલો જુલાઇમાં Posted: 28 May 2013 12:40 AM PDT ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક શાળામાં વિદ્યાસહાયકોની ફીક્સ પગારથી કરાયેલી નિમણૂંકના મામલે સુપ્રિમ કોર્ટમાં કરાયેલી રીટ અરજીની સુનાવણી આજે હાથ ધરાઇ ત્યારે સુપ્રિમ કોર્ટે યથાવત સ્થિતિ જાળવી રાખીને તેની વધુ સુનાવણી જુલાઇ 2013માં રાખવાનો આદેશ આપ્યો હતો. આમ, ફીક્સ પગારથી શિક્ષકની ફરજ બજાવતાં વિદ્યાસહાયકોના ભવિષ્યનો ફેંસલો જુલાઇ માસમાં જાહેર થાય તેમ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે વિદ્યાસહાયકોની નિમણૂંકને ગુજરાત હાઇકોર્ટે અયોગ્ય ઠેરવી હતી. તેની સામે ગુજરાત સરકારે સુપ્રિમ કોર્ટમાંઅપીલ કરી હતી. ગઇ વખતની સુનાવણી દરમિયાન સુપ્રિમ કોર્ટે ફીક્સ પગારથીશિક્ષકની ફરજ બજાવતાં વિદ્યાસહાયકોની આ નિમણૂંક સામે અનેક પ્રકારના સવાલો પૂંછયાં હતા. આ વિદ્યાસહાયકો ખરેખર તો વિદ્યાના સહાયકો નહી પરંતુ વિદ્યાના શત્રુઓ હોવાનું અવલોકન કર્યું હતું. અને જ્યારે શિક્ષણના અધિકારનો કાયદો અમલ છે ત્યારે કોઇપણ સરકાર સાવ નજીવા વેતનથી એટલે કે 2500 કે 3500 ના ફિક્સ પગારથી શિક્ષકની નિમણૂંક કઈ રીતે કરી શકે તેવો સવાલ પણ કર્યો હતો. તેની સામેરાજ્ય સરકારે વિદ્યાસહાયકોની નિમણૂંક યોગ્ય રીતે અને એક શિક્ષકની જે લાયકાત જોઇએ તે મુજબ થતી હોવાનું જાહેર કર્યું હતું. આજે સૂનાવણી નીકળી ત્યારે સુપ્રિમ કોર્ટે આ કેસમાં યથાવતની સ્થિતિ જાળવી રાખીને જુલાઇ માસમાં વધુ સુનાવણી હાથ ધરવાની જાહેરાત કરતાં હવે નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાસહાયકોના ભાવિનો ફેંસલો થશે. GGN NEWS |
You are subscribed to email updates from આપણું ગુજરાત – AAPNU GUJARAT To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |