મંગળવાર, 5 નવેમ્બર, 2013

WI-FI EDUCATION IN GUJARAT

WI-FI EDUCATION IN GUJARAT


HAPPY BHI-BIJ

Posted: 04 Nov 2013 09:47 PM PST


OPEN SCHOOL BOARD

Posted: 04 Nov 2013 09:31 PM PST

loading...

GTU EXAMINATION

Posted: 04 Nov 2013 09:29 PM PST

loading...                loading...

શાળામાં પ્રાર્થના ગાતી વેળા શિક્ષકને હાથ જોડવાની ફરજ પાડી ન શકાય

Posted: 04 Nov 2013 09:15 PM PST


શાળામાં પ્રાર્થના ગાતી વેળા શિક્ષકને હાથ જોડવાની ફરજ પાડી ન શકાય
-શાળામાં પ્રાર્થના ગાતી વેળા શિક્ષકને હાથ જોડવાની ફરજ પાડી ન શકાય
-શિક્ષક પુસ્તકમાંની પ્રતિજ્ઞા વાંચતી વેળાએ હાથ આગળ કર્યા વિના ઊભા રહે તો શિસ્તભંગ ગણશે નહીં
 
''અનુદાનિત શાળાઓમાં કરાની પ્રાર્થના ધાર્મિ‌ક હોવાતી અને પ્રાર્થનાઓ કોઈ શિક્ષકને પોતાના ધર્મ સંબંધી વિચારો સાથે સુસંગત કે અનુકુળ ન લાગે તો એ પ્રાર્થના ગવાતી હોય ત્યારે તેમને હાથ જોડવાની ફરજ પાડી ન શકાય'' એવો મહત્ત્વપૂર્ણ ચુકાદો મુંબઈ વડી અદાલતે આપ્યો હતો. એવી જ રીતે શિક્ષક પુસ્તકમાંની પ્રતિજ્ઞા વાંચતી વેળા હાથ આગળ કર્યા વિના ઊભા રહે તો તેમાં શિસ્તભંગ ગણશે નહીં, એમ પણ અદાલતે જણાવ્યું હતું.
 
નાસિકની મહાત્મા ફૂલે સમાજ શિક્ષણ સંસ્થાના શિક્ષક સંજય આનંદા સાળવેની અરજીની સુનાવણીમાં ન્યા. રેવતી મોહિ‌તે - ઢેરે તથા ત્યા. અભય ઓકની ખંડપીઠે આ ચૂકાદો આપ્યો હતો. ''બંધારણમાં નાગરિકોને ધર્મ-સંપ્રદાયમાં આસ્થાનું સ્વાતંત્ર્ય તથા વિવેક બુદ્ધિ અનુસાર નિર્ણય લેવાની છૂટ આપી છે. તેથી પ્રાર્થના ગાવા કે વાંચવા અથવા તેના ગાયન-પઠન વેળા હાથ જોડવાની શિક્ષકોને ફરજ પાડી નશકાય. જો એવી ફરજ પડાય તો એ બંધારણમાં અપાયેલા મૂળભૂત અધિકારોનો ભંગ ગણાશે.'' એમ તેમણે ચુકાદામાં જણાવ્યું હતું.

Jobes Update

Posted: 04 Nov 2013 09:04 PM PST


MGVCL Various Posts Details | Apply Now last: 20-11-2013 

GSRTC Driver Details | Apply Now last :29-11-2013 

CET (ITI) Assistant Store Keeper Details | Apply Now last:26-11-2013 

CET (ITI) Supervisor Instructor Details | Apply Now last : 26-11-2013 

UGC NET - December 2013 Details | Apply Now last : 04-11-2013 

સરકારી કર્મચારીઓને તમામ નિવૃત્તિ લાભ ઇ-ટ્રાન્‍સફર દ્વારા બેંક ખાતામાં જમા અપાશે

Posted: 04 Nov 2013 08:54 PM PST

સરકારી કર્મચારીઓને તમામ નિવૃત્તિ લાભ ઇ-ટ્રાન્‍સફર દ્વારા બેંક ખાતામાં જમા અપાશે
નિવૃત્તિ લાભની ચુકવણીમાં થતા બિનજરૂરી વિલંબને નિવારવા યોગ્‍ય મિકેનિઝમ ગોઠવવા તમામ સરકારી વિભાગને આદેશ

                          કેન્‍દ્ર સરકારના કર્મચારીઓને હવે ટૂંક સમયમાં નિવૃત્તિ પહેલા લિવ એન્‍કેશમેન્‍ટની રકમ તેમના બેન્‍ક ખાતાઓમાં જમા મળી જશે. આ અંગે સંબંધિત વિભાગોના પગાર અને હિસાબ અધિકારીઓ સાથે પરામર્શ કરીને એક દરખાસ્‍ત તૈયાર કરવામાં આવી રહી છે. લિવ એન્‍કેશમેન્‍ટ ઉપરાંત સરકારી કર્મચારીઓને મળવાપાત્ર અન્‍ય તમામ નિવૃત્તિ લાભ પણ ઈ-ટ્રાન્‍સફર દ્વારા સંબંધિત કર્મચારીના બેન્‍ક ખાતામાં જમા આપવામાં આવશે અને નિવૃત્તિ લાભની ચુકવણીમાં થતા બિનજરૃરી વિલંબને નિવારવા માટે યોગ્‍ય મિકેનિઝમ ગોઠવવામાં આવશે.
                                કેન્‍દ્ર સરકારના તમામ વિભાગોને કર્મચારીઓની રજાઓનો હિસાબ રાખવા અને રજાનું બેલેન્‍સ મહત્તમ ૩૧૫ રજાઓથી વધે નહીં તે જોવા સુચના આપવામાં આવી છે કે જેથી ભવિષ્‍યમાં રજાના બદલામાં વધારાની ચુકવણીના અભાવે કાનૂની દાવાદૂવી થાય નહીં.મહેકમ વિભાગના ધ્‍યાન પર એ વાત લાવવામાં આવી છે કે સરકારી કર્મચારી જયારે નિવૃત્ત થાય છે ત્‍યારે તેમને મળવાપાત્ર નિવૃત્તિ લાભની ચુકવણી તત્‍કાળ કરવામાં આવતી નથી. પરિણામે પાછળથીઆ અંગે કાનૂની દાવાઓ થાય છે અને અદાલત દ્વારા વિલંબિત ચુકવણી બદલ વ્‍યાજ ચૂકવવા માટે કેન્‍દ્ર સરકારને આદેશ કરવામાં આવે છે. આ પ્રકારની ચુકવણીમાં થતો વિલંબ નિવારી શકાય તેમ હોય છે એવું મહેકમ મંત્રાલયના એક આદેશમાં જણાવ્‍યું હતું.
                               સરકારી કર્મચારીની જમા રજાની ગણતરીમાં થતો વિલંબ કોઈ સંજોગોમાં સ્‍વીકાર્ય ગણી શકાય નહીં અને તેને વહીવટી ત્રુટી તરીકે ગણવામાં આવે છે. આથી નિવૃત્ત થતા તમામ સરકારી કર્મચારીઓને ચૂકવવાપાત્ર તમામ નિવૃત્તિ લાભ ચુકવવામાં કોઈ પણ પ્રકારનો વિલંબ થવો જોઈએ નહીં એવું મંત્રાલયે તાજેતરમાં જારી કરેલા આદેશમાં કેન્‍દ્ર સરકારના તમામ વિભાગોને સૂચના આપવામાં આવી છે.
                             આ આદેશના પગલે વહીવટી વિભાગો હવે ખાસ કરીને નિવૃત્ત થતા કર્મચારીઓના ખાતાઓમાં દર મહિનાની ૨૦મી તારીખે રજાઓ જમા થાય તે પ્રકારનું મિકેનિઝમ ગોઠવશે અને તેના આધારે નિવૃત્તિ સમયે ચૂકવવાપાત્ર લિવ એન્‍કેશમેન્‍ટ સીધું તેમના બેન્‍ક ખાતામાં જમા કરવા માટેની વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવશે અને આ માટે લિવ એન્‍કેશનમેન્‍ટનું હવે ઈ-ટ્રાન્‍સફર કરવામાં આવશે.પ્રત્‍યેક સરકારી વિભાગના પે એન્‍ડ એકાઉન્‍ટસ ઓફિસર્સ સાથે સલાહ-મસલત કરીને નિવૃત્તિ લાભની ચુકવણી ઈ-ટ્રાન્‍સફર મારફતે સંબંધિત કર્મચારીના બેન્‍ક ખાતામાં સીધી કરવામાં આવશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો