રવિવાર, 6 ઑક્ટોબર, 2013

શિક્ષણ પરિપત્રો

શિક્ષણ પરિપત્રો


Posted: 05 Oct 2013 11:37 AM PDT

બનાસકાંઠા જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા પ્રકાશિત થતા બનાસગંગા માસિક માં છપાયેલ કાર્ટૂન  આજની પરિસ્થિતિમાં ઘણુબધુ કહી જાય છે. સારસ્વત મિત્રો - જરા વિચારજો  


Posted: 05 Oct 2013 11:06 AM PDT

આજનો કોયડો 

એક પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીએ જુદા જુદા ચાર વિષયોમાંથી દરેક વિષયમાં પાસ થવું ફરજિયાત છે. તો વિદ્યાર્થી કેટલી રીતે નાપાસ થઈ શકે ? 

જવાબ -  (1) 24    (2) 16      (3) 15      (4)  12  
જવાબ કોમેંટ્સમાં નામ - સરનામા સાથે આવકાર્ય છે. 

Posted: 05 Oct 2013 05:34 AM PDT

મિત્રો - નજીકના સમયમાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓના ઓનલાઈન ફોર્મ ભરવાના થશે. ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીઓના ફોટા તથા સહી 20 કે.બી થી ઓછી સાઈઝની અપલોડ કરવાની થાય છે. ફોર્મ ભરવામાં સરળતા રહે તે માટે ફોટા તથા સહી ૨૦ કે.બી થી ઓછી સાઈઝની બનાવવાની રીત માટે મારા મિત્ર  શ્રી બાબુભાઈ પટેલ - શિક્ષક - વિવેકાનંદ વિદ્યાલય - જડીયા - બનાસકાંઠા એ  સુંદર વિડીયો તૈયાર કરેલ છે. વિડીયો નિહાળશો તો આપનું કામ સરળ બનશે. 



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો