મંગળવાર, 3 ફેબ્રુઆરી, 2015

SATISHKUMAR PATEL

SATISHKUMAR PATEL


Jamnagar Jilla na badali Pamela shixakone chhuta karava babat no paripatra

Posted: 03 Feb 2015 05:59 AM PST

Now You Can Link Your ADHARCARD From Your SBI ATM Card [ SBI ATM ધારકોને મળશે આ ખાસ ફાયદો, ૧ ફેબ્રુઆરીથી સમગ્ર દેશમાં લાગુ ]

Posted: 02 Feb 2015 06:50 PM PST

Now You Can Link Your ADHARCARD From Your SBI ATM Card [ SBI ATM ધારકોને મળશે આ ખાસ ફાયદો, ૧ ફેબ્રુઆરીથી સમગ્ર દેશમાં લાગુ ]

તમે એસબીઆઈ બેન્કની કોઈ પણ બ્રાન્ચના ગ્રાહક છો અને તમારી પાસે એટીએમ કાર્ડ છે બેંક એકાઉન્ટને એટીએમ કાર્ડ દ્વારા જ આધાર નંબર સાથે લીંક કરી શકો છો. એસબીઆઈએ પોતાના ગ્રાહકોને આ સુવિધા આપવા માટે આ યોજના સમગ્ર દેશમાં એક સાથે શરૂ કરી છે. આ સુવિધા 1 ફેબ્રુઆરીથી સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી છે.

ડાયરેક્ટ બેનીફિટ ટુ ટ્રાન્સફર એલપીજી (ડીબીટીએલ) ગેસ સબસિડી સ્કીમનો લાભ લેવા માટે લોકોએ એકાઉન્ટ નંબરને આધાર નંબર સાથે લિંક કરાવવા માટે કહેવામાં આવ્યું છે. લોકોને તેમાં ઘણા પ્રકારની મુશ્કીલનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે ફોર્મ ભરીને બેંકમાં જમા કરાવવું પડે છે. ત્યાર બાદ ત્યાંથી લિંક કરવામાં આવે છે. ઘણા ગ્રાહક જાણીજોઇને અથવા ભૂલથી યોગ્ય જાણકારી નથી આપી રહ્યા. બેંકમાં પેન્ડેન્સી વધતી જઈ રહી છે. બેંકે આ સમસ્યાનું સમાધાન શોધી લીધું છે. બેંકે ગ્રાહકોને કહ્યું છે કે હવે તેઓ એટીએમ કાર્ડ અને ઓનલાઇન બેન્કિંગ દ્વારા પોતાના એકાઉન્ટ નંબરને આધાર નંબર સાથે લિંક કરી શકે છે. બેંકમાં પણ આધાર લિંક કરાવી શકાય છે.

મેસેજની સુવિધા પણ ઉપલબ્ધ

તમારા મોબાઇલ નંબર બેંકમાં રજિસ્ટર્ડ હોય તો તમે મેસેજ બોક્સમાં જઇને કેપિટલમાં UID ટાઇપ કરી, સ્પેસ આપીને આધાર નંબર ટાઇપ કરવો, ફરી સ્પેસ આપી અને એકાઉન્ટ નંબર ટાઇપ મેસેજ કરી 567676 પર મોકલી દેવો. આધાર નંબર એકાઉન્ટ નંબર સાથે લિંક થયા બાદ તમારા મોબાઇલ પર મેસેજ આવી જશે.

ઓનલાઇન બેન્કિંગ મારફતે જોડો તમારો આધાર નંબર

તમારા એકાઉન્ટને આધાર નંબર સાથે જોડવા માટે ગ્રાહક એસબીઆઇ ઓનલાઇન બેન્કિંગ એકાઉન્ટ ખોલીને સ્ક્રીનના લેન્ડિંગ પેજ પર ડાબી બાજુ ઉપલબ્ધ 'તમારા આધાર નંબરને લિંક કરો'ની લિંકનો ઉપયોગ કરીને આધાર નંબર લિંક કરાવી શકાય છે.

એટીએમ દ્વારા કેવી રીતે લિંક કરશો

ગ્રાહક પોતાના એટીએમ કાર્ડને કોઈ એસબીઆઇ એટીએમમાં સ્વાઇપ કરી, પિન નાખ્યા બાદ રજિસ્ટ્રેશન લિંક ઓપ્શન પર ક્લિક કરી અને પોતાના એકાઉન્ટને આધાર નંબર સાથે જોડવા માટે લિંક આધાર રજિસ્ટ્રેશનનો ઉપયોગ કર્યા પછી તમારો આધાર નંબર ટાઇપ કરવો. તેનાથી આધાર લિંક થઈ જશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો