બુધવાર, 25 ડિસેમ્બર, 2013

શિક્ષણ પરિપત્રો

શિક્ષણ પરિપત્રો


Posted: 24 Dec 2013 07:59 PM PST

ધોરણ ૧ થી 5 માં ૨૦૦૦ પી.ટી.સી શિક્ષકોની ભરતી અંદાજિત તા. ૦૧ થી ૦૫ જાન્યુઆરી વચ્ચે આવવાની સંભાવના છે.  

Posted: 24 Dec 2013 09:46 AM PST

ઉચ્ચત્તર શિક્ષક ભરતી  વિવાદમાં લાગે છે. વાઈબ્રંટ ગુજરાતમાં ભરતીના કંઈજ ઠેકાણા લાગતા નથી.
દુ:ખદ ઘટના એ છે  કે  AC  ઓફિસોમાં બેસીને શિક્ષણ વિશે ચિંતા અને ચિંતન કરનારા વહિવટી અધિકારીઓ ચાની ચુસકી લેતા લેતા મરક મરક હસતા હોય છે. શિક્ષિત બેકારોએ ઉચ્ચત્તર શિક્ષકોની ભરતીના ફોર્મ ભરે ૪ માસ થયા હોવા છતાં કમ્પ્યૂટરના આ વાઈબ્રંટ ગુજરાતમાં કયા કારણસર મેરીટ જાહેર થતુ તે વિચારવા જેવો પ્રશ્ન છે. 
અધિકારીઓએ  શિક્ષકો વિના કેવી રીતે વર્ગખંડોમાં  વિદ્યાર્થીઓ શિક્ષણ લેતા હશે તેના વિશે ચિંતન કરવાની જરૂર છે. આવા ચિંતનના અભાવે ગુજરાતમાં શિક્ષણનું  સ્તર ઘટેલ છે તેવા સમાચાર સમાચારપત્રોમાં વાંચેલ હતા તે ખરેખર સાચા સાબિત થયા છે. ગુજરાત પ્રાથમિક કક્ષાએ  ૨૮ મા નંબરે પહોંચેલ છે. કદાચ ભરતીના અભાવે ૨૮ થી વધુ પાછળ ધકેલાય તો નવાઈ નહિ. 
બિનસત્તાવાર સમાચાર મુજબ મેરીટ જાહેર થવામાં હવે કંઈજ કહી શકાય તેમ નથી. અઠવાડિયામાં આવે કે પછી પંદર દિવસ પછી આવે કે પછી મહિના પછી.  કે પછી ચૂટણી આચારસંહિતા પણ વિધ્નરૂપ બને.
ઉમેદવારોએ હવે જાગવાની જરૂર છે. લડતની જરૂર છે. કોઈકે નેતાગીરી લેવાની જરૂર છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો