એ...હાલો...હાલો...નોકરી સામે આવીને ઉભી છે!
- કેન્દ્ર - રાજ્ય સરકાર તથા તેના વિવિધ વિભાગો, સ્કૂલ - કોલેજ - યુનિવર્સિટી, કોર્પોરેટ, મેડીકલ, લશ્કર, પોલીસ, બેન્ક, રેલ્વે, વીજકંપની, મહાપાલિકા, હોમગાર્ડઝ, રીસર્ચ વિગેરે ક્ષેત્રે ચિક્કાર જગ્યાઓ - P.S.I., તલાટી મંત્રી તથા કોન્સ્ટેબલ્સની હજ્જારો ભરતી ટૂંક સમયમાં ?! - GPSC વર્ગ-૧ અને ર (ડે.કલેકટર, ડી.વાય.એસ.પી., મામલતદાર વિગેરે)ની ભરતી પણ નજીકના ભવિષ્યમાં આવવાની શકયતા. ઉંમરમાં છૂટછાટની
એ...હાલો...હાલો...નોકરી સામે આવીને ઉભી છે!
હાલના સમયમાં અમેરિકામાં શટ ડાઉનને કારણે લાખ્ખો લોકો બેકાર છે તો યુરોપીયન કન્ટ્રીઝમાં તથા વિશ્વના બીજા અમૂક દેશોમાં આર્થિક સ્થિતિ ડામાડોળ હોવાને કારણે ધીમે - ધીમે મંદી વકરતી જાય છે. પરિણામે ત્યાંનાં માણસોની નોકરીઓ ઉપર પુરૂ જોખમ ઉભું થયું હોવાના સમાચાર અવાર-નવાર પ્રિન્ટ તથા ઇલેકટ્રોનિક મિડીયામાં આપણને જોવા મળે છે.
આ બધા વચ્ચે પણ જીવનમાં બચત અને કરકસરને ખૂબ જ મહત્વ આપતા ભારતીયો અને ગુજરાતીઓ માટે તો વિવિધ જગ્યાઓ ઉપર પુષ્કળ નોકરીઓ ઉપલબ્ધ હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. ભારત અને ગુજરાતમાં ચિક્કાર નોકરીઓ હાલમાં તથા આવનારા સમયમાં ઉપલબ્ધ થાય તેમ છે તેવું દેખાય છે.
હવે, સરકારી, અર્ધ સરકારી, સહકારી કે પછી ખાનગી -કોર્પોરેટ ક્ષેત્રે જે ભરતીઓ ચાલી રહી છે, ભવિષ્યમાં આવી રહી છે અથવા તો સેંકડો ખાલી જગ્યાઓ પડી છે, કે જે નજીકના ભવિષ્યમાં ભરાવાની પૂરેપૂરી શકયતાઓ છે તેની ઉપર નજર કરીએ તો...
* ખૂબ જ નજીકના સમયમાં GPSC દ્વારા વર્ગ ૧ અને ર ની આશરે ૭૦૦ જેટલી જગ્યાઓ (ડે. કલેકટર, ડીવાયએસપી., મામલતદાર, ટી. ડી. ઓ., જી. એલ. ઓ. વિગેરે) માટેની ઐતિહાસીક ભરતી જાહેરાત આવવાની પ્રબળ શકયતા છે. આ ભરતી અનુસંધાને પેપર સ્ટાઇલ સહિતનાં વિવિધ મુદ્દાઓનું યોગ્ય નિરાકરણ લાવવાના હેતુથી ગુજરાત સરકાર દ્વારા એક સ્પેશ્યલ કમિટી પણ રચાઇ હોવાનું સંભળાય છે.
આ ભરતીમાં ડે. કલેકટર સહિતની GAS કેડરની જગ્યાઓ માટેની જાહેરાત વીસ વર્ષો પછી આવતી હોય, જનરલ કેટેગરીનાં ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ અપાવાની પણ પુરી શકયતા છે. જનરલ કેટેગરીનાં ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં ૪૦ વર્ષ સુધીની છૂટછાટ આપવાની જોરદાર માંગણી અને રજૂઆત પણ મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીને કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મિડીયામાં પણ આગામી વર્ગ-૧ અને ર ની ભરતીમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિતનાં અન્ય રાજયોની જેમ ગુજરાતમાં પણ ૪૦ વર્ષ સુધીની છૂટછાટ આપવી જોઇએ તેવી રજુઆત સાથેનાં સમાચારો હાલમાં સમગ્ર ગુજરાતમાં સાંભળવા મળે છે.
* ગ્રામ સાર્વજનિક એજયુકેશન ટ્રસ્ટ, અમરાપુર, તા. જસદણ દ્વારા રર-૧૦-૧૩ ની છેલ્લી અરજી તારીખ સાથે ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાનના શિક્ષક, તથા કમાઠીની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.
* તાજેતરમાં સુપ્રિમ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે તમામ સરકારી વિભાગો, કંપનીઓ તથા સંસ્થાઓમાં નોકરી બાબતે વિકલાંગો માટે ૩ ટકા જગ્યાઓ અનામત રાખવામાં આવે.
* વિર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ. દ્વારા ૩૦-૧૦-૧૩ની છેલ્લી અરજી તારીખ સાથે લાયબ્રેરીયન તથા ડેપ્યુટી એકાઉન્ટન્ટની ભરતી ચાલી રહી છે.
www.vnsgu.ac.in
* રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશન મધ્યપ્રદેશ દ્વારા ૨૪-૧૦-૧૩ની છેલ્લી ઓનલાઇન અરજી તારીખ સાથે રાજય પ્રોકયોરમેન્ટ સલાહકાર, જિલ્લા સલાહકાર, સેક્રેટેરીયલ આસીસ્ટન્ટ તથા ઇન્સેકટ કલેકટરની ભરતી ચાલી રહી છે. www.health.mp.gov.in
* પરમેનન્ટ કમીશન્ડ ઓફીસર થવા માટે ઇન્ડિયન નેવીનાં આકર્ષક કોર્ષમાં જોડાવવા માટેની છેલ્લી ઓનલાઇન અરજી તારીખ ૨૫-૧૦-૨૦૧૩ છે.
www.nausena-bharti.nic.in
* દક્ષિણ ગુજરાત વિજ કંપની લિ., કોર્પોરેટ ઓફિસ, નાના વરાછા રોડ, કપોદ્રા ચાર રસ્તા સુરત દ્વારા ૨૨-૧૦-૨૦૧૩ની છેલ્લી અરજી તારીખ સાથે વિદ્યુત સહાયક (જુનિયર આસીસ્ટન્ટ) ની ભરતી ચાલી રહી છે.
* સુરત મહાનગરપાલિકા દ્વારા ૨પ-૧૦-૧૩ ની છેલ્લી અરજી તારીખ સાથે સિકયુરીટી સુપરવાઇઝરની ભરતી ચાલી રહી છે.
www.suratmunicipal.gov.in
* PGVCL રાજકોટ દ્વારા એકાઉન્ટસ ઓફીસર, સુપ્રીટેન્ડેન્ટ ઓફ એકાઉન્ટસ, ડેપ્યુટી સુપ્રી. ઓફ એકાઉન્ટસ, જુનિયર પ્રોગ્રામર તથા વિદ્યુત સહાયક (જુનિયર એન્જીનિયર)ની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.
www.pgvcl.com ''jobs''.
તમામ જાહેરાતમાં ફેરફાર શકય હોય, અરજી કરતા પહેલા વેબસાઇટસ ચેક કરવી હિતાવહ છે.
* ગુજરાત પેટ્રોલિયમ, કેમીકલ્સ એન્ડ પેટ્રો કેમીકલ્સ સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રીજનલ ડેવલપમેન્ટ ઓથોરિટી અને ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા ૨૧-૧૦-૧૩ ની છેલ્લી અરજી તારીખ સાથે આસિસ્ટન્ટ આર્કિટેકટ અને કેડેસ્ટ્રલ સર્વેયરની ભરતી ચાલી રહી છે.
www.gujaratpcpir.org
* સંકલિત જળષાાવ વ્યવસ્થાપન કાર્યક્રમ રાજકોટ દ્વારા 'પ્રકાશ નિકેતન', પ-જંકશન પ્લોટ, પોસ્ટ ઓફિસ પાસે રાજકોટ ખાતે તા. ૨૧-૧૦-૧૩ ના રોજ સવારે ૯-૩૦ વાગ્યે એકાઉન્ટન્ટસનાં તથા ૨૨-૧૦-૧૩ ના રોજ સવારે ૯-૩૦ વાગ્યે ઇજનેર, ડેટા એન્ટ્રી ઓપરેટર તથા મેસેન્જરનાં સીધા ઇન્ટરવ્યુ રાખેલ છે.
* એકથી બે મહિનાની અંદર તલાટી મંત્રીની ૧૮૦૦ જેટલી જગ્યાઓ, પોલીસ કોન્સ્ટેબલ્સની ૪પ૦૦ જેટલી જગ્યાઓ તથા પી.એસ.આઇ.ની પ૦૦ જેટલી જગ્યાઓ માટેની ભરતી ગુજરાત સરકાર દ્વારા આવવાની પ્રબળ શકયતા છે.
* આર.કે. યુનિવર્સિટીમાં પી.એચ.ડી. માં એડમીશન લેવા માટેની છેલ્લી અરજી તારીખ ૨-૧૧-૧૩ છે. જેમાં સાયન્સ તથા કોમ્પ્યુટર સાયન્સ, એન્જીનિયરીંગ, મેનેજમેન્ટ, ફાર્મસી, ફીઝીયોથેરાપી વિગેરે વિષયો-પ્રોગ્રામ ઉપલબ્ધ છે. ફોન - ૦ર૮૧-ર૭૮પ૧૧૬
* વિભાગીય નાયબ નિયામક, આરોગ્ય અને તબીબી સેવાઓ રાજકોટ દ્વારા રાજકોટ, જામનગર, કચ્છ-ભૂજ જિલ્લા માટે રેફ્રિજરેશન મિકેનિકની જગ્યા માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. ર૧-૧૦-૧૩ સુધીમાં શ્રોફ રોડ, સરકારી પ્રેસ સામે રાજકોટ ખાતે અરજી પહોંચાડવાની છે.
*ભાવસિંહજી જનરલ હોસ્પિટલ પોરબંદર દ્વારા ડીસ્ટ્રીકટ મેડીકલ ઓફીસર, ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ ઓફીસર, મેડીકલ ઓફીસર તથા સ્ટાફ નર્સના સીધા ઇન્ટરવ્યુ મહિનાના દર સોમવારે લેવાઇ રહ્યાં છે.
ફોન :- ૦ર૮૬-રરપર૯૧૦.
* જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, બ્લોક નં. પ, ગ્રાઉન્ડ ફલોર, બહુમાળી ભવન રાજકોટ દ્વારા ર૧-૧૦-ર૦૧૩ની છેલ્લી અરજી તારીખ સાથે બાળકોના ન્યાય નિર્ણય માટે જુવેનાઇલ જસ્ટીસ બોર્ડ તથા ચાઇલ્ડ વેલ્ફેર કમીટી અને સિલેકશન કમીટીમાં મેમ્બર, ચેરમેન તથા પ્રતિનિધિ નિયુકિત કાર્યવાહી ચાલી રહી છે.
* ડી માર્ટ હાઇપર અને સુપર માર્કેટ દ્વારા અમદાવાદ, ગાંધીનગર, બરોડા, આણંદ, સુરત અને રાજકોટના સ્ટોર્સ માટે સ્ટોર મેનેજર્સ, આસી. સ્ટોર મેનેજર્સ, ડીપાર્ટમેન્ટ મેનેજર, આસી. મેનેજર-રીક્રુટમેન્ટ, પરચેઝ ઓફીસર્સ વિગેરેની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.
hrd.gujarat@dmartindia.com
* કેન્દ્રના અર્ધલશ્કરી દળો, લઘુમતી બહુમતી ધરાવતા વિસ્તારોમાં ખાસ ભરતી મેળાનું આયોજન કરીને ૭૦૦૦૦ જેટલી વિવિધ રેન્કની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે ખાસ ભરતી અભિયાન ચલાવશે તેવું જાણવા મળે છે.
* ગુજરાત રાજયના શિક્ષણ વિભાગમાં નિયામકથી માંડીને આચાર્ય સુધીની વિવિધ કેડરની ૩ર૧ જેટલી જગ્યાઓ ખાલી હોવાની ચર્ચા છે. જે ભરવા માટેની કામગીરી સરકારે હાથ પર લીધી હોવાનું રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે.
* બોર્ડર સિકયુરીટી ફોર્સ દ્વારા વિવિધ પ્રવૃતિઓ માટે કોન્સ્ટેબલ્સ (ટ્રેડસમેન) ની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. www.bsf.nic.in
* ગુજરાત રાજય વન વિકાસ નિગમ લિ. દ્વારા ર૧-૧૦-૧૩ ની છેલ્લી અરજી તારીખ સાથે આયુર્વેદ ફાર્માસીસ્ટ વર્ગ-ર તથા સહાયક લેબ ટેકનીશીયન વર્ગ-૩ ની જગ્યા માટે ભરતી ચાલી રહી છે.
www.gsfdcltd.co.in.
* આઇ. સી. ડી. એસ. કચેરી માળીયા મીંયાણા હેઠળના આંગણવાડી કેન્દ્રોમાં મહિલા આંગણવાડી કાર્યકરો તથા હેલ્પરોની જગ્યાઓ માટે ર૧-૧૦-૧૩ ની છેલ્લી અરજી તારીખ સાથે સ્થાનિક પરણિત મહિલા ઉમેદવારો માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.
* આઇ.સી.ડી.એસ જસદણ (જિ.રાજકોટ) ઘટક નીચે આવતા કેન્દ્રોમાં આંગણવાડી વર્કર તેમજ હેલ્પરની જગ્યા માટે ૨૮-૧૦-૧૩ ની છેલ્લી અરજી તારીખ સાથે મહિલા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.
વેર્સ્ટન રેલ્વે એમ્પ્લોયઝ યુનિયનના સેફટી કેટેગરીના ૩૦૦ થી વધુ કર્મચારી સંતાનોને(વારસદારો) દિવાળી પહેલા વિવિધ જગ્યાઓ ઉપર નોકરી મળવાની શકયતા યુનીયનના મહેશભાઇ છાયાએ વ્યકત કરી છે.
* વેર્સ્ટન રેલ્વે મઝદુર સંઘના ડીવીઝનલ સેક્રેટરી હિરેનભાઇ મહેતાના જણાવ્યા અનુસાર રેલ્વે કર્મચારીઓ માટે કેડર રીસ્ટ્રકચરીંગની જાહેરાત કરવામાં આવી છે.
જે અનુસંધાને ત્રણ લાખ જેટલા રેલ્વે કર્મચારીઓને પ્રમોશનનો લાભ મળવાની પ્રબળ શકયતા છે.
* ગુજરાત રાજયમાં આવેલા ડીસ્ટ્રીકટ/ સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલોમાં બાળરોગ નિષ્ણાંત માટેના ઓપન ઇન્ટરવ્યુ દર સોમવારે આરોગ્ય કમીશ્નર કચેરી બ્લોક નં-૫ ડો.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર ખાતે ચાલી રહ્યા છે.
* યુપીએસસી દ્વારા ૨૧-૧૦-૧૩ ની છેલ્લી અરજી તારીખ સાથે કમ્બાઇન્ડ સેકશન ઓફીસર્સ,સ્ટેનોગ્રાફર્સ ની ડીપાર્ટમેન્ટલ કોમ્પીટીટીવ એકઝામ્સ માટે અરજીઓ મંગાવાઇ છે.
*ગુજરાત સરકાર દ્વારા નજીકના ભવિષ્યમાં ૮૦ હજાર જેટલા કર્મચારીઓની ભરતી કરવા માટે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ગુજરાતનાં યુવાનોને સરકારી નોકરી આપવાની અને તે અંગેની પરીક્ષા તથા પસંદગી માટે ખાસ અલગ વિભાગ રચવાની જાહેરાત કરવામાં આવી છે.
* ગુજરાતમાં ૩૧ હાઇકોર્ટ જ્જ કાર્યરત હોય, જ્જનાં ૧૧ પદ ખાલી છે. જયારે દેશભરમાં હાઇકોર્ટ જજની ર૬પ જેટલી જગ્યાઓ ખાલી છે જે વહેલી તકે ભરાવાની આશા સેવાઇ રહી છે.
* દેશભરની જાહેર ક્ષેત્રની બેન્કોમાં પ૬ હજાર જેટલા કર્મચારીઓની જરૂર હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત ભારતનાં નાણામંત્રી પી. ચિદમ્બરમે નવી દસ હજાર જેટલી બેંકની શાખાઓ ખોલવાની જાહેરાત પણ કરી છે. પરિણામે આગામી તથા વર્તમાન સમયમાં જાહેરક્ષેત્રની બેન્કસમાં વિવિધ પદો ઉપર ભરતી સતત ચાલુ જ રહેશે જેમાં બેમત નથી.
* સમગ્ર દેશમાં વિવિધ કોલેજો અને યુનિ.માં ૩ લાખથી વધુ જગ્યાઓ ખાલી હોવાનું જાણવા મળે છે. જે ભરાવાની કાગડોળે રાહ જોવાઇ રહી છે. શિક્ષકોની અછત નિવારવા નિવૃત્ત થયેલા શિક્ષકોને પણ અમુક શરતોને આધીન ફરીથી નોકરી આપવાની તૈયારી કેન્દ્ર સરકાર કરી રહી હોવાનું સંભળાય છે.
* રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાયબ કમિશ્નરની જગ્યા માટેની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. www.rmc.gov.in
* ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટ દ્વારા સમગ્ર દેશમાં ર૧ હજાર જેટલી નવી જગ્યાઓ ભરવા માટેની ગતિવિધિ તેજ થઇ છે.
* સમગ્ર દેશમાં સરકારી નોકરીઓમાં માત્ર ૧૦ ટકા જેટલી જ મહિલાઓ હોય, તેઓની સંખ્યા વધારવા સંસદની સ્થાયી સમિતિએ સરકારને ભલામણ કરી છે. જેથી ભવિષ્યમાં સરકારી નોકરીમાં મહિલાઓ માટેની તકોમાં વધારો થવાની પુરી શકયતા છે.
* ગુજરાત રાજયમાં પ્રાથમિક શિક્ષણની ગુણવતા સુધારવા માટે પુરા પગારથી કલાસ ટુ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની રરપ જેટલી જગ્યાઓ ભરવાની ગતિવિધિ તેજ બની ગઇ છે.
* આગામી ૧૭ થી ર૪ ઓકટોબર દરમ્યાન જુનાગઢમાં સૌરાષ્ટ્ર-કચ્છ કક્ષાનો લશ્કરી ભરતી મેળો યોજાવાનો હોવાનું જાણવા મળે છે
* ગુજરાત રાજયના પોલીસ ખાતામાં વિવિધ પોસ્ટસની ભરતી માટે વહેલી તકે કાયમી ભરતી બોર્ડ રચવાની વિચારણા છેલ્લા તબક્કામાં હોવાનું રાજયના અધિક ગૃહ સચિવ એસ.કે.નંદાએ જણાવ્યુ હતું.
* ભારતીય રેલ્વેમાં તમામ શ્રેણીના થઇને હાલમાં ૨૦૦૦૦ જેટલી જગ્યાઓ ખાલી છે જે ટુંક સમયમાં ભરાવાની શકયતા છે.
* પીજીવીસીએલમાં છેલ્લા ૬ મહિનાથી ૨૦૦ જેટલી જગ્યાઓ ખાલી છે. જે ભરાવાની કાગડોળે રાહ જોવાઇ રહી છે.
* ગુજરાતના પોલીસતંત્રમાં ૧૧૫૦૦ જેટલી જગ્યાઓ ખાલી હોવાનુ જાણવા મળે છે જે ટુંક સમયમાં ભરાવાની આશા છે.
* ગુજરાતમાં કોન્સટેબલથી પીએસઆઇ સુધીની સીધી ભરતી આગામી સમયમાં રેન્જ આઇજી દ્વારા થવાની પૂરી શકયતા છે.
* ભારતમાં નોકરી અપાવતી તથા નોકરી વાંચ્છુઓને યોગ્ય માહિતી આપીને વિવિધ ફિલ્ડના લોકોને તાલીમ આપતી અમુક વેબસાઇટસ પણ જાણકારી માટે જોઇ શકાય છે જેમ કે,
-babajob.com
-labournet.in
-bodhijobs.com
-justrojgar.com
-cvbhejo.com
* અજન્ટા કવાટર્ઝ-અજન્ટા ઇન્ડિયા મોરબીને તેના નવા પ્રોજેકટ માટે બેન્ક-લોનને લગતા કામનો બહોળો અનુભવ ધરાવતા નિવૃત્ત બેન્ક મેનેજરની જરૂર છે. મો.૯૮રપ૪૩૩૩૩૩.
* ગોંડલ અને પાટણવાવ દેવ-સ્થાનકની સાર-સંભાળ માટે ૪૦ થી ૬૦ વર્ષનું એક કપલ વ્યવસ્થાપક તરીકે જોઇએ છે. અરજી કરવાનું સરનામું-પોસ્ટ બોકસ નં.૬રપ, ભકિતનગર પોસ્ટ ઓફિસ, રાજકોટ કવર ઉપર 'ગોંડલ' લખવું.
* કેન્દ્ર સરકારના સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (સી.બી.આઇ.) દ્વારા ૧-૧૧-૧૩ ની છેલ્લી અરજી તારીખ સાથે કોન્ટ્રાકટ બેઇઝ ઉપર અમદાવાદ ખાતે પૈરવી ઓફિસર્સની જગ્યા માટે ભરતી ચાલી રહી છે www.cbi. nic.In.
* ગુજરાત મેડીકલ એજ્યુકેશન અને રીસર્ચ સોસાયટી દ્વારા તા. ર૩-૧૦-૧૩ થી ર૯-૧૦-૧૩ સુધી વિવિધ સમયે અને સ્થળે મેડીકલ કોલેજમાં ડીન, મેડીકલ સુપ્રિન્ટેન્ડેન્ટ, પ્રાધ્યાપક, સહપ્રાધ્યાપક તથા મદદનીશ પ્રાધ્યાપકના સીધા ઇન્ટરવ્યુ રાખેલા છે.
www.gujhealth.gov.in
* ગુજરાત વિધાનસભામાં એક સવાલના જવાબમાં રાજયના પશુપાલન મંત્રીએ સ્વિકાર કર્યો હતો કે રાજ્યના કુલ ૬૪પ પશુ દવાખાનામાંથી ૧૩ર દવાખાનામાં ચિકિત્સા અધિકારીની પોસ્ટ જ મંજુર નથી થઇ.
* ઇન્સ્ટીટયુટ ફોર પ્લાઝમા રીસર્ચ ગાંધીનગર દ્વારા એન્જીનીયર્સ, સાયન્ટીસ્ટસ, ટેકનીકલ અને સાયન્ટીફીક આસીસ્ટન્ટસ, ટ્રેડસમેન, ડ્રાફટસમેન, ઓફીસ આસીસ્ટન્સ વિગેરેની ભરતી પ્રક્રિયા ચાલી રહી છ.ે www.ipr.res.in/advertisements.html
* રીકોન કલોક મેન્યુ.કાું.-મોરબી દ્વારા મોલ્ડીંગ મશીન ઓપરેટર, કોમ્પ્યુટર ઓપરેટર, પ્રોડકશન ઇન્ચાર્જ તથા મોલ્ડ મેકરની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. ફોન-૦ર૮રર-ર૮પ૩૦૦.
* કે.એમ.પી.ઇલેકટ્રો પ્રા.લિ.રાજકોટ દ્વારા મોટર ફિટર, સ્ટોરકીપર, મોટર બોડી ભરવા માટેના વ્યકિત, સેલ્સમેન, કવોલિટી કન્ટ્રોલ, ઇન્સ્પેકટર તથા હેલ્પરની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. ફોન-૦ર૮૧-ર૩૬૭૦પર.
* રાજકોટ નાગરિક સહકારી બેન્ક લી. દ્વારા તેની ઉપલેટા બ્રાન્ચ માટે સિનિયર એકઝીકયુટીવ તથા જુનિયર એકઝીકયુટીવ (ટ્રેઇની)ની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. www.rnsbindia.com
* તક્ષશીલા કોલેજ ઓફ એન્જી.અને ટેકનોલોજી દ્વારા ર૧-૧૦-૧૩ ની છેલ્લી અરજી તારીખ સાથે ડીપ્લોમાં એન્જી. કોર્સ માટે વિવિધ સ્ટીમમાં આસી.પ્રોફેસર્સ, લેબ આસીસ્ટન્ટ તથા લાઇબ્રેરીયન અને પ્રિન્સીપાલની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. એડ્રેસ -હિલવ્યુ કલબ સામે, ઇશ્વરીયા રોડ-કાલાવાડ રોડ, વાયા પડધરી-રાજકોટ.
* સિગ્મા ઇન્સ્ટીટયુટસ, બાક્રોલ, આજવા નિમેતા રોડ વડોદરા દ્વારા રપ-૧૦-૧૩ ના રોજ સવારે ૧૦ વાગ્યાથી સિવિલ, મિકેનિકલ, ઇલેકટ્રીકલ, ઇ.સી., કોમ્પ્યુટર, આઇ.ટી.,ઓટોમોબાઇલ એન્જીનીયરીંગ તથા ફીઝીકસ, મેથ્સ અને ઇગ્લિશના એસો. તથા આસી. પ્રોફેસર્સ,એચ.ઓ.ડી.તથા લેકચરર્સના સીધા ઇન્ટરવ્યું રાખેલ છે.
* RMS પોલિટેકનીક દ્વારા સિગ્મા કેમ્પસ, બાક્રોલ, આજવા નિમેતા રોડ વડોદરા ખાતે તા. રર-૧૦-૧૩ ના રોજ સવારે ૧૦ વાગ્યાથી એન્જીનીયરીંગના ઉપરોકત વિવિધ સ્ટ્રીમના HOD તથા લેકચરર્સના સીધા ઇન્ટરવ્યુ રાખેલ છે.
* જુનાગઢ જિલ્લા સહકારી બેન્ક લિ. બસ સ્ટેન્ડ સામે, જુનાગઢ દ્વારા ર૬-૧૦-૧૩ ની છેલ્લી અરજી તારીખ સાથે કલેરીકલ કેડર (કલાર્ક)ની ૯૦ જગ્યા માટે તથા પટ્ટાવાળાની ૧૪ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. અરજી મોકલવાનું સ્થળ-રેન્ડસ્ટેડ ઇન્ડિયા લી., હેડ પોસ્ટ ઓફિસ, પોસ્ટ બોકસ નં.૧૪૩, રાજકોટ છે. લાયકાત-પ૦ ટકા સાથે સ્નાતક તથા કોમ્પ્યુટરનું જ્ઞાન (કલાર્કમાટે) તથા ધોરણ ૧૦ પાસ પરંતુ ૧ર ધોરણથી વધુ નહિ (પ્યુન માટે)
* UPSC દ્વારા ૩૧-૧૦-૧૩ ની છેલ્લી અરજી તારીખ સાથે વિવિધ કેડર અને વિષયોના ડીઝાઇનર, પ્રોફેસર્સ, લેકચરર્સ, ઓફીસર્સ વિગેરેની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. http://www. upsconline.nic.in
* ટેકનિકલ એન્ડ હાયર એજયુકેશન ઇન્સ્ટીટયુશન્સ સોસાયટી દમણ અને દિવ દ્વારા ર૩-૧૦-૧૩ ની છેલ્લી અરજી તારીખ સાથે સાંજે પાંચ વાગ્યા સુધી લેબોરેટરી ટેકનીશ્યન, વર્કશોપ ઇન્સ્ટ્રકટર, એકાઉન્ટન્ટ, UDC, આસી. લાઇબ્રેરીયન, સ્ટોરકીપર LDC તથા મલ્ટી ટાસ્કીંગ સ્ટાફની ભરતી ચાલી રહી છે. www.diu.gov.in
* એસ.ટી.વિભાગમાં જુદા-જુદા ડેપોમાં વિવિધ કેટેગરીમાં કરાયેલ એપ્રેન્ટીસોની ભરતી સંદર્ભે તમામ એપ્રેન્ટીસોને નિમણુંક પત્રો આપવાની કામગીરી ખૂબજ ટુંકાગાળામાં શરૂ થનાર હોવાનું જણાય છે.
* ગવર્નમેન્ટ પોલિટેકનિક દિવ દ્વારા તા. ૩૧-૧૦-૧૩ના રોજ સવારે નવ વાગ્યે કલેકટર ચેમ્બર-કોન્ફરન્સ હોલ દિવ ખાતે ફીઝીકસ, કેમેસ્ટ્રી, મેથ્સ, ઇંગ્લિશ, કોમ્પ્યુટર એન્જી., સિવિલ, મિકેનિકલ, ઇલેકટ્રીકલ અને પ્લાસ્ટીક એન્જી.ના લેકચરર્સ માટેના તથા ઓફીસ સુપ્રીટેન્ડેન્ટ માટેના કોન્ટ્રાકટ બેઇઝડ સીધા ઇન્ટરવ્યું રાખેલ છે.
* એચ.એન.શુકલ ડીપ્લોમાં એન્જી.કોલેજ રાજકોટ દ્વારા ર૪-૧૦-૧૩ ની છેલ્લી અરજી તારીખ સાથે વિવિધ બ્રાન્ચમાં HOD તથા આસી.પ્રોફેસર્સની ભરતી ચાલી રહી છે. ફોન-૦ર૮૧-ર૯રપ૦૦ર.
* તાજેતરમાં પાસ થયેલ સ્નાતક/ડીપ્લોમાં ધારક તથા ૧૦+ર સુધીના વ્યવસાયલક્ષીઓને 'ઓન ધ જોબ વ્યવસાયિક તાલીમ' મેળવાની તક ભારત સરકાર દ્વારા ગુજરાત સહિત અમૂક રાજયોમાં ઉપલબ્ધ બની છે. www.apperntice-engineer.com ફોન-૦રર-ર૪૦પપ૬૩પ
* પારૂલ ઇન્સ્ટીટયુટ ઓફ એન્જી એન્ડ ટેકનોલોજી દ્વારા ર૪-૧૦-૧૩ ની છેલ્લી અરજી તારીખ સાથે વિવિધ એન્જી. બ્રાંચ તથા વિષયો માટે પ્રોફેસર્સ, એસો. તથા આસી. પ્રોફેસર્સની ભરતી ચાલી રહી છે. www.parul.ac.in
* સરદાર એજયુકેશન ઝોન, ગોંડલ આટકોટ હાઇવે, રામોદ, તા.કોટડા સાંગાણી દ્વારા ર૧-૧૦-૧૩ ની છેલ્લી અરજી તારીખ સાથે શિક્ષકોની ભરતી ચાલી રહી છે.
* રાજકોટ જિલ્લામાં સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં પ્રિન્સીપાલ સહિત ૮૧ શિક્ષકોની જગ્યાઓ ખાલી હોવાનું જાણવા મળે છે. જે ભરાવાની પ્રબળ આશા સેવાઇ રહી છે.
* તાજેતરના સુપ્રિમ કોર્ટના નિર્દેશ અનુસાર હવે મહારાષ્ટ્રમાં પોલીસ અધિકારીઓની બદલી ત્રણને બદલે દર બે વર્ષે કરવાનો નિર્ણય રાજયના ગૃહવિભાગે કર્યો હોવાનું જાણવા મળે છે. આ નિર્દેશ સમગ્ર દેશમાં પણ લાગુ પડી શકે છે.
* સૌરાષ્ટ્ર યુનિ.રાજકોટ દ્વારા રર-૧૦-૧૩ ના રોજ બપોરે એક વાગ્યે જર્નાલીઝમના કોન્ટ્રાકટ બેઇઝડ આસી. પ્રોફેસર માટેના સીધા ઇન્ટરવ્યું રાખેલ છે.
* રેલ્વે રીક્રુટમેન્ટ સેલ, ચેન્નઇ તથા નોર્થ ઇસ્ટ ફ્રન્ટીયર રેલ્વેમાં ગ્રુપ ડી ની જગ્યાઓ ઉપર ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.
www. rrcchennai.org.in
www. nfr.railnet.gov.in
* રાજસ્થાન રાજય વિદ્યુત પ્રસારણ નિગમ લિ. દ્વારા રર-૧૦-૧૩ ની છેલ્લી ઓનલાઇન અરજી તારીખ સાથે એકાઉન્ટન્ટ, જુનિયર એકાઉન્ટન્ટ તથા વિવિધ સ્ટ્રીમના જુનિયર એન્જીનિયર્સની ભરતી ચાલી રહી છે.
www. rvpn.co.in
www.rvunl.com
www.jaipurdiscom.in
www.avvnl.com.
www.jdvvnl.com
આટલી આટલી ચિક્કાર નોકરીઓ સામે આવીને ઉભી છે ત્યારે વર્તમાન અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને, સંપૂર્ણ અને ચોક્કસ આયોજન કરીને તથા યોગ્ય દિશા અને માર્ગદર્શન સાથે મહેનત કરવા તુટી પડો. નોકરી મળવાની જ છે. સાચી નીતિ અને શ્રધ્ધા-વિશ્વાસથી મહેનત કરનારને ઇશ્વર પણ સો ટકા સાથ આપે જ છે જે નિર્વિવાદ હકીકત છે. સર્વેને ઓલ ધી બેસ્ટ તથા હેપી દિવાલી એન્ડ હેપી ન્યુ યર ઇન એડવાન્સ.
- નોકરી...નોકરી...નોકરી...જલ્દી લેવા માંડો!
- ફરવાના શોખીનો માટે સાતમ-આઠમમાં મજા-મજા
આ બંને લેખને રૂબરૂ, ફોન ઉપર તથા SMS રૂપે પ્રચંડ તથા અદ્ભૂત પ્રતિસાદ આપનાર અમારા માનવંતા વાંચકોનો અર્કરૂપી પ્રતિભાવઃ
''આજના યુવાધનમાં અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતીઓમાં સરકારી નોકરી તથા હોદ્ા પ્રત્યે અમૂલ્ય જાણકારી, જાગૃતતા તથા અગત્યતા બતાવતો લેખ છે. ઉપરાંત ભારત સહિત અન્ય દેશોમાં ફરવા જવા માટેની અપ ટુ ડેટ માહિતી પણ પ્રદાન કરેલ છે.''
અમોને પ્રોત્સાહિત કરતા ગૌરવવંતા વાંચકો-મહાનુભાવો
કિરણભાઇ કતીરા-ચીફ મેનેજર-સંદેશ-રાજકોટ, પંકજભાઇ ઓંધિયા-ડે.કલેકટર-D.S.O.-વડોદરા, વિણાબેન પાંધી તથા ડો. હર્ષદભાઇ ખખ્ખર- ટ્રસ્ટી-વિશ્વ લોહાણા મહાપરીષદ-રાજકોટ, બાનુબેન ધકાણ-ટ્રસ્ટી--MVM કોલેજ, જગદિશભાઇ ગણાત્રા-રાજકોટ, ડો.પ્રો.હેમીક્ષાબેન રાવ-અધ્યક્ષ-સમાજશાષા ભવન, ડો.પ્રો.હરેશભાઇ ઝાલા તથા ડો.પ્રો.જયશ્રીબેન નાયક-સમાજ શાષા ભવન, ડો. પ્રિન્સીપાલ અન્નપૂર્ણાબેન શાહ-MVM કોલેજ, પ્રિન્સીપાલ ડો. યજ્ઞેશભાઇ જોષી તથા પ્રિન્સીપાલ ડો. રાજેશભાઇ રાવલ-કુંડલીયા કોલેજ, દેવાંગભાઇ માકડ- ચેરમેન, શિક્ષણ સમિતિ- રાજકોટ, રાજેશભાઇ જળુ-ડે.ઇલે.એન્જીનીયર-RMC, ડો. પ્રો. નિર્મલભાઇ નથવાણી-કુંડલીયા કોલેજ, ડો.પ્રો.પ્રફુલ્લાબેન રાવલ-અધ્યક્ષ-ઇતિહાસ ભવન, ડો. પ્રો.કલ્પાબેન માણેક-ઇતિહાસ ભવન, અશોકભાઇ કુંડલીયા-પ્રમુખ-રઘુવંશી રોયલ ગ્રુપ, અશોકભાઇ હિન્ડોચા-સેક્રેટરી-લોહાણા યુવક મંડળ, અતુલભાઇ રૂપારેલીયા-કોટક સ્કૂલ, રવિ પોપટ-ઇશાકો એન્જી., મહેન્દ્રભાઇ પૂજારા-ટેક્ષ કન્સલટન્ટ, ડો.પ્રો.બી.એન.પરમાર-HOD-સમાજ-શાષા-MVM કોલેજ તથા ડો.પ્રો.ડી.સી.પંડયા, MVM કોલેજ, પી.એમ.દવે-MVM કોલેજ, જયેશ જોષી, મોઇનભાઇ, દિનેશભાઇ ગીડા, રૂષાંતભાઇ ચોટલીયા, વિકાસભાઇ દવે, સાગરભાઇ ભરવાડ, વિલાસગીરી ગોસ્વામી, ભાવિનભાઇ કોઠારી, હિતેષભાઇ સેદાણી- શેરબજારના અગ્રણી, મનોજભાઇ ઇલાણી, જયેશભાઇ વિઠ્ઠલાણી-સેન્ટ્રલ બેન્ક, રાજેશભાઇ ભાટેલીયા-નેશનલ યુથ કલબ, ધર્મેન્દ્રસિંહ રાઠોડ, લાલજીભાઇ, દિવ્યાબેન, મનોજભાઇ સોલંકી, મિતલભાઇ ખેતાણી, જીતેન્દ્રભાઇ, સિદિક કટારીયા, ભરતભાઇ રેલીયા-બિઝનેસ સેલ કન્વીર-રાજકોટ ભા.જ.પ., નરેન્દ્રભાઇ પોપટ (બાલાભાઇ) -ડાયરેકટર-માર્કેટીંગ યાર્ડ, નટુભાઇ કોટક તથા કે.ડી.કારીયા-લોહાણા અગ્રણી, બળવંતભાઇ પૂજારા, અરૂણભાઇ ચગ, વસંતભાઇ સેજપાલ, સુરેશભાઇ મણિયાર, અનંતભાઇ ચા વાળા, રાજુભાઇ દત્તાણી, મોહનભાઇ સોનગ્રા-સતવારા સમાજ, પ્રમોદભાઇ રાઠોડ, નિકુલભાઇ મારૂ-ગુજરાત પોલીસ, આર.એન.કોટક-નિવૃત્ત ના.રોજગાર નિયામક, પ્રિતીબેન, જયેશભાઇ ગોહેલ-ડે.સુપ્રી.-PGVCL, રમેશભાઇ સતાસીયા-રાજકોટ, ડો.પ્રિ.વિશાલભાઇ જોષી-વિનયન કોલેજ-ભેંસાણ, વિનોદભાઇ રાજા-માર્કેટીંગ યાર્ડ- ગોંડલ, જયેશભાઇ અંતાણી-ચીફ કન્ટ્રોલર-પશ્ચિમ રેલ્વે-ભાવનગર, જીજ્ઞેશભાઇ-જસદણ, વિપુલભાઇ-શ્રીનાથગઢ, અંકુર હીરાણી-ગવરીદડ, કરસનભાઇ કાછડીયા-બાબરા-જસદણ, દર્શનભાઇ-મોરબી, મુકેશભાઇ વસાવા-રોજગાર અધિકારી-અમરેલી, પરેશ પટેલ-અમદાવાદ, ઇકબાલભાઇ-કણઝા, રાજેશભાઇ દેવમુરારી- હાથીગઢ, વિનુભાઇ-કણઝા, હીરપરાભાઇ-ભાદર ઇરીગેશન-ધોરાજી, સુનિલભાઇ પટેલ-જોડીયા, ભીમાભાઇ ઓડેદરા-પોરબંદર, મનીષભાઇ જાની-પીજીવીસીએલ-રાજકોટ.
-: આલેખન :-
ડૉ. પરાગ દેવાણી
મો. ૯૮૨૪૪ ૫૧૫૪૧
Source : Akila News