પાસપોર્ટમાં જન્મના પ્રમાણપત્ર માટે 8 ડોક્યુમેન્ટ્સ માન્ય, જાણો સરળ પ્રોસેસ
divyabhaskar | Jan 02,2017 11:08 AM
યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ: ભારતના વિદેશ મંત્રાલયે પાસપોર્ટ બનાવવા માટેના નિયમોને વધુ ઉદાર અને આસાન બનાવવા નવાં નિયમોની જાહેરાત કરી છે. જે અંતર્ગત પાસપોર્ટ બનાવવા માટે અરજદાર જન્મના પ્રમાણ તરીકે હવે 8 પૈકી કોઇ એક ડોક્યુમેન્ટ્સ રજૂ કરી શકશે. નવા નિયમથી તા.26 જાન્યુઆરી 1989 ના રોજ કે તે પછી જન્મેલા અને પાસપોર્ટ માટે અરજી કરનારા ભારતીય નાગરિકોને ફાયદો થશે.
- જન્મનું પ્રમાણપત્ર
- માર્કશીટ.
- પન કાર્ડ
- જન્મ તારીખ
- આધાર કાર્ડ
- ઇ-આધાર કાર્ડ
- સરકારી કર્મચારી હોય તો સર્વિસ રેકોર્ડની કોપી
- ડ્રાઇવિંગ લાઇસન્સ
- ચૂંટણી ફોટો ઓળખકાર્ડ
પાસપોર્ટ નિયમાવલી 1980 ના વર્તમાન વૈધાનિક જોગવાઇઓ મુજબ તા.26 જાન્યુઆરી 1989 ના રોજ કે તે પછી જન્મનાર અરજદારોને પાસપાર્ટ બનાવવા માટે જન્મ તારીખના પ્રમાણ તરીકે જન્મનું પ્રમાણપત્ર(બર્થ સર્ટિફિકેટ) આપવું અનિવાર્ય હતું. પરંતુ હવે નિર્ણય કરાયો છે કે, આવા અરજદારો જન્મ તારીખના પ્રમાણ માટે 8 પૈકી કોઇએક દસ્તાવેજ રજૂ કરી શકશે.
પાસપોર્ટ બનાવવાની પ્રક્રિયામાં સિંગલ પેરેન્ટ અને દત્તક લેવાયેલા બાળકોને લગતી સમસ્યાઓનો ઉકેલ લાવતા નિયમોમાં ફેરફાર કરાયો છે. માટે વિદેશ મંત્રાલય તેમજ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના અધિકારીઓની બનેલી 3 સભ્યોની સમિતિએ સુપરત કરેલા રિપોર્ટને વિદેશ મંત્રાલયે સ્વીકારી લીધો છે.
- ઓનલાઇન પાસપોર્ટ માટેની અરજીમાં હવે માતા-પિતા અથવા કાનૂની વાલીના નામ પૈકી કોઇ એકનું નામ આપવું પડશે. જેનાથી સિંગલ પેરેન્ટ્સના બાળકોનો પાસપોર્ટ આપવામાં સરળતા રહેશે.
- અરજદારો દ્વારા વિવિધ મુ્દ્દાઓ પર આપવામાં આવતી જાણકારી સાદા કાગળ પર એક સ્વ-ઘોષણાના સ્વરૂપમાં હશે. હવે કોઇ એટેસ્ટેસન, શપથ, નોટરી, કાર્યકારી મેજીસ્ટ્રેટ, ક્લાસ વન ન્યાયિક મેજિસ્ટ્રેટની આવશ્યકતા નહીં રહે.
- વિદેશ રાજ્યમંત્રી વી કે સિંહે જણાવ્યું હતું કે હવે પાસપોર્ટ માટે અપ્લિકેશન કરતી સમયે ડેટ ઓફ બર્થના આધાર માટે ટ્રાન્સફર/સ્કૂલ લિવિંગ/ મેટ્રીકુલેશન સર્ટિફિકેટ,પાન કાર્ડ અને આધાર કાર્ડ/ઇ આધારમાંથી કોઇ એક ડોક્યુમેન્ટ આપી શકાશે.
- સિંહે વધુમાં જણાવ્યું છે કે નવા રૂલ્સમાં પોતાના ડિપાર્ટમેન્ટ/મિનિસ્ટ્રીથી નો ઓબ્જેક્ટ સર્ટિફિકેટ ન મેળવી શકનારા ગર્વમેન્ટ સર્વન્ટ પણ હવે પાસપોર્ટ માટે અપ્લાય કરી શકે છે.
- સાધુ સંન્યાસીઓને માટે માતા -પિતાના નામને બદલે તેમના અધ્યાત્મિક ગુરુનું નામ માન્ય ગણવામાં આવશે.સિંગલ પેરન્ટવાળા માતા -પિતાના બાળકોને માટે પાસપોર્ટ પર માતા કે પિતા કે તેની સાથે સંકળાયેલા કાનૂની વ્યક્તિના નામને મંજૂરી આપવામાં આવી છે.
- સૌ પહેલાં જેની પાસે જન્મનું પ્રમાણપત્ર નથી તેઓએ મેજિસ્ટ્રેટ પાસેથી પ્રમાણપત્ર લેવાનું રહેતું નથી. હવે આધાર કાર્ડમાં ઉલ્લેખ કરાયેલી જન્મતિથિને માન્યતા આપવામાં આવી છે. આધારકાર્ડ સિવાય ડ્રાઇવિંગ લાયસન્સ, પેન કાર્ડ, સ્કૂલનું પ્રમાણપત્ર કે પછી મતકાર્ડની ઓળખને પણ જન્મ તારીખ માટે માન્ય ગણી શકાશે.
- પરિણિત લોકો માટે લગ્નના પ્રમાણપત્રની જરૂરિયાતને હટાવી દેવાયું છે. સરકારી લોકો કે કર્મચારીઓ માટેના પોતાના વિભાગથી પ્રમાણપત્ર લાવવાના નિયમને પણ હટાવી દેવામાં આવ્યો છે.