શિક્ષણ પરિપત્રો |
ઈન્કમટેક્ષ ગણતરી યંત્ર ૨૦૧૩-૧૪ ઓરિજનલ શીટ Posted: 31 Jan 2014 09:22 AM PST મિત્રો - અહી નીચે એજ્યુસફર.કોમ વેબસાઈટ પર સતનામ પટેલ દ્વારા તૈયાર કરેલ ઈન્કમટેક્ષ ૨૦૧૩-૧૪ ની ગણતરી માટેની એક્સેલ સીટ મૂકેલ છે. શ્રી સતનામભાઈ - શ્રી બાબુભાઈ - શ્રી કમલેશભાઈ - શ્રી હસમુખભાઈ દ્વારા www.edusafar.com વેબસાઈટનું સુંદર સંચાલન થાય છે અને શિક્ષણ તથા શિક્ષકને લગતી અગત્યની માહિતી મુકવામાં આવે છે તે માટે તેઓ અભિનંદનને પાત્ર છે. શ્રી સતનામભાઈ દ્વારા ઉપયોગી એક્સેલ સીટો - તથા શ્રી બાબુભાઈ પટેલ દ્વારા ઉપયોગી પી.પી.ટી તેમજ વિડીયો જાતે મહેનત કરીને બનાવેલ છે.અને તેમની સાઈટ પર મૂકેલ છે. દુખની વાત એ છે કે કેટલાક સારસ્વત મિત્રો તેમની મંજૂરી વિના સીટો ડાઉનલોડ કરી પાસવર્ડ તોડી લેખકનું નામ બદલી પોતાનું નામ લખી જાતે બનાવ્યાનો આનંદ અનુભવે છે. આવા ઘણા શિક્ષિત સમાજના સારસ્વતો જોવા મળેલ છે. અહી શ્રી સતનામભાઈ દ્વારા બનાવેલ ઓરીજનલ ટેક્ષ ગણવાની એક્સેલ શીટ છે. તેને ડાઉનલોડ કરીને જુઓ. અને નીચે બીજી પોસ્ટમાં અન્ય સી.આર.સી કો ઓર્ડિનેટર દ્વારા શ્રી સતનામભાઈની સીટનો પાસવર્ડ તોડી પોતાના નામે ચડાવેલ શીટ છે. બન્ને શીટ સતનામભાઈની છે. પરંતુ બીજી શીટ સી.આર.સી કો.ઓ એ પોતાના નામે કરેલ છે. આવી ઘણી શીટ્સ લોકો પોતાના નામે કરી માનસિક આનંદ મેળવતા હોય છે. આશા રાખીએ કે પરમાત્મા આવા લોકોને સદબુધ્ધિ આપે કે પ્રસિધ્ધિ માટે નકલ નહિ પરંતુ મહેનતની જરૂર છે. |
You are subscribed to email updates from Jitu Gozaria To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |