શનિવાર, 12 જુલાઈ, 2014

સુરેન્દ્રનગર જીલ્લા આચાર્ય સંઘ

સુરેન્દ્રનગર જીલ્લા આચાર્ય સંઘ


Find out why I love LinkedIn

Posted: 11 Jul 2014 07:19 PM PDT

 
Madhav pandya
Student at Gujarat University
Ahmedabad Area, India
I'd like to add you to my professional network on LinkedIn.
- Madhav
Confirm that you know Madhav
You are receiving Invitation to Connect emails. Unsubscribe
Learn why we included this.
© 2014, LinkedIn Corporation. 2029 Stierlin Ct. Mountain View, CA 94043, USA

શિક્ષણ પરિપત્રો

શિક્ષણ પરિપત્રો


Medecal status 11/07/2014 5-29 pm

Posted: 11 Jul 2014 10:45 AM PDT

શુક્રવાર, 11 જુલાઈ, 2014

સુરેન્દ્રનગર જીલ્લા આચાર્ય સંઘ

WI-FI EDUCATION IN GUJARAT

WI-FI EDUCATION IN GUJARAT


B.Com.માં ૧૩મીથી રિશફલિંગ તમામ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે

Posted: 10 Jul 2014 08:38 PM PDT

ખાલી રહેનારી ૪૦૦૦થી વધુ બેઠકો માટે BBA-BCA અને


બેંક ડિપોઝિટ બાદ કોલેજમાં ડોક્યુમેન્ટ જમા ન કરી શકનારા વિદ્યાર્થીઓ માટે એક દિવસ


અમદાવાદ,ગુરૃવાર
ગુજરાત યુનિવર્સિટીના બીબીએ,બીસીએ અને બીકોમના ઓનલાઈન સેન્ટ્રલાઈઝ્ડ પ્રવેશમાં ફાઈનલ ચોઈસ ફીલીંગ  અને એલોટમેન્ટ બાદ ઓછી ચોઈસ ફિલિંગ ભરનારને પ્રવેશ ન મળતા ૩૫૦૦થી વધુ બેઠકો ખાલી પડી છે ત્યારે યુનિવર્સિટી દ્વારા આ ખાલી બેઠકો ભરવા માટે આગામી ૧૩મીથી બીજો રાઉન્ડ એટલે કે રીશફલિંગ થનાર છે.આ રીશફલિંગમાં પ્રવેશ ન મેળવનાર અને અગાઉ પ્રવેશ મેળવીને ફી ભરી દેનાર વિદ્યાર્થીઓ પણ ભાગ લઈ શકશે.આ ઉપરાંત યુનિ.દ્વારા ૮થી૧૦ સુધીમાં કોલેજમાં જઈને ડોક્યુમેન્ટ જમા ન કરી શકનારા વિદ્યાર્થીઓ માટે આજનો એક દિવસ વધારાયો છે.
યુનિવર્સિટીની આ વર્ષની  પ્રથમવારની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામાં બીબીએ બીસીએ તેમજ સૌથી વધુ બીકોમમાં બેઠકો ખાલી પડવા પામી છે અને ચોઈસ પ્રમાણે વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળતા ૩૫૦૦થી વધુ બેઠકો ખાલી પડી છે ત્યારે યુનિ.બીજો રાઉન્ડ શરૃ કરવા જઈ રહી છે.૧૩મીથી રીશફલીંગ હાથ ધરાનાર છે.મહત્વનું છે કે બે દિવસના આ રીશફલિંગ રાઉન્ડમાં તમામ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે.જે વિદ્યાર્થીઓને ક્યાંય પ્રવેશ ફાળવાયો જ નથી તેવા વિદ્યાર્થીઓ સાથે ૮થી૧૦ તારીખ સુધીમાં બેંક ફી ભરીને કોલેજમાં પ્રવેશ નિશ્ચિત કરી દેનારા વિદ્યાર્થીઓ પણ ભાગ લઈ શકશે.જો કે વિદ્યાર્થીઓએ આ રીશફલિંગમાં ભાગ લેતા પહેલા એ બાબતની કન્સેન્ટ એટલે કે ખાત્રી આપવી પડશે કે તેઓ રીશફલિંગમાં ભાગ લેવા માંગે છે અને તેઓને આ રીશફલિંગમાં અન્ય કોઈ કોલેજમાં બેઠક મળી જતા અગાઉ મળેલી બેઠક આપોઆપ રદ્દ થઈ જશે. જેથી વિદ્યાર્થીઓએ આ રીશફલિંગમાં ખૂબ જ સમજીને અને વિચારીને ચોઈસ ભરવાની રહેશે. વિદ્યાર્થીઓએ જે પસંદગીની કોલેજમાં પ્રવેશ જોઈએ છે તે કોલેજોને ઉતરતા ક્રમમાં મુકવાની રહેશે અને હાલ મળેલી કોલેજને પસંદગીમાં સૌથી નીચે રાખવાની રહેશે. જો વિદ્યાર્થીને આ રીશફલિંગમાં તેમની નવી ચોઈસ પ્રમાણે બેઠક નહીં મળે તો અગાઉની બેઠક પર પ્રવેશ ચાલુ જ રહેશે.
પ્રથમ રાઉન્ડમાં ૮થી૧૦ તારીખ સુધીમાં પ્રવેશ મેળવાનારા ૨૭૨૯૦ જેટલા વિદ્યાર્થીઓએ બેંકમાં ફી ડીપોઝીટ કરીને જે તે કોલેજમાં જઈને ડોક્યુમેન્ટ જમા કરીને પ્રવેશ નિશ્ચિત કરવાનો હતો ત્યારે આજે અંતિમ દિવસે હજુ પણ અનેક વિદ્યાર્થીઓ કોલેજમાં ડોક્યુમેન્ટ જમા કરવા માટે અને પ્રવેશ નિશ્ચિત કરવા માટે બાકી રહી ગયા છે

જૂની મિલકતના મૂડીનફાનું એક જ મકાનમાં કરેલું રોકાણ બાદ મળશે

Posted: 10 Jul 2014 08:35 PM PDT

આવકવેરા ધારાની કલમ ૫૪માં ફેરફાર કરાયો

મૂડી નફાને એક કરતાં વધુ ઘરમાં રોકીને બાદ મેળવી લેનારાઓ હવે તે લાભથી વંચિત થઇ જશે


(પ્રતિનિધિ)    અમદાવાદ, ગુરૃવાર
આવકવેરા ધારાની કલમ ૫૪માં ફેરફાર કરીને નાણાં મંત્રી અરુણ જેટલીએ જૂની પ્રોપર્ટીને વેચાણ પર કરવામાં આવેલા મૂડી નફાને ફરીથી નવી પ્રોપર્ટીની ખરીદી કે બાંધકામ માટે કરવામાં આવેલા ખર્ચ પેટે લાભ લેવાની વ્યવસ્થાને એક જ ઘર પૂરતી સીમિત કરી દેવાનું પગલું લીધું છે. પરિણામે જૂની મિલકતો પર જંગી મૂડી નફો કરનારાઓને મૂડીનફાનું એક કરતાં વધુ મિલકતમાં રોકાણ કરીને અત્યાર સુધી મળતો લાભ એપ્રિલ ૨૦૧૫ પછી મળતો બંધ થઇ જશે.
આવકવેરા ધારાની કલમ ૫૪માં અત્યાર સુધી જો કોઇ વ્યક્તિગત કે એચયુએફ કરદાતા પોતાના રહેવાનું મકાન વેચવાના એક વર્ષ પહેલા અથવા મકાનના વેચાણના બે વર્ષની અંદર નવું રહેવાનું મકાન ખરીદી લે અને રહેવાના મકાનના વેચાણના ત્રણ વર્ષની અંદર નવા રહેવાના મકાનનું બાંધકામ કરી દે તો તેણે વેચેલા મકાનના મૂડીનફાની રકમ નવા રહેવાના મકાનની કિંમત સુધી કરમુક્ત ગણાય છે.
અત્યાર સુધી કલમ ૫૪માં ખરીદ કરવામાં આવેલી કે બાંધવામાં આવેલા એક ઘર (a residential house) ને સુપ્રીમ કોર્ટે કમિશનર ઓફ ઈન્કમ ટેક્સ વિરુદ્ધ અરવિન્દા રેડ્ડી (આઈટીઆર ૧૨૦ પેજ ૪૬)ના કેસમાં ચુકાદો આપ્યો હતો કે એક રહેઠાણ (a residential house) નો અર્થ એક કરતા વધુ ઘર થાય છે. તેથી એક કરતાં વધુ ઘરમાં રોકવામાં આવે તો સંપૂર્ણ મૂડીનફો બાદ મળી શકે છે.મુંબઇ હાઇકોર્ટે મોહમ્મદ અલી તાજભોય ૨૦-આઈટીઆરના પેજ નંબર ૨૭૪ના કેસમાં ઠેરવ્યું કે એ (a residential house) નો અર્થ એની (any) એટલે કે કોઇપણ થઇ શકે છે. સામાન્ય ક્લોઝિઝ એક્ટની કલમ ૧૩(૨)માં જણાવ્યા મુજબ પણ એક વચન બહુવચન સમાઇ જાય તેવો અર્થ કરવામાં આવ્યો છે.આ વિરોધાભાસને કારણે નાણાં મંત્રી અરુણ જેટલીએ પહેલી એપ્રિલ ૨૦૧૫થી આકારણી વર્ષ ૨૦૧૫-૧૬થી કલમ ૫૪માં સુધારો કરીને એક ઘર (a residential house) ની જગ્યાએ (one residential house in India) કરી દઇને સ્પષ્ટ કરી દીધું છે કે હવે પછીથી રહેવાના મકાનના વેચાણનો મૂડીનફો ફક્ત એક જ રહેવાના મકાનની સામે બાદ મળશે.આજ રીતે પ્રેમા પી. શાહ, સંજીવ પી. શાહ વિરુદ્ધ ઈન્કમટેક્સ ઓફિસર ૨૮૨-આઇટીઆર ૨૧૧માં મુંબઇ ટ્રિબ્યુનલના ચૂકાદાની આપવામાં આવેલી વિગત મુજબ કરદાતા નવું રહેવાનું મકાન ભારતની બહાર ખરીદે તો પણ તેને આવકવેરા ધારાની કલમ ૫૪ હેઠળ મૂડીનફાનું રોકાણ ગણીને માફીનો લાભ મળી શકે છે.

budget 2015

Posted: 10 Jul 2014 08:24 PM PDT


શિક્ષણ પરિપત્રો

શિક્ષણ પરિપત્રો


એલ. જી. મેડીકલ કોલેજ, મણીનગર, અમદાવાદ (LGMED) ને શૈક્ષણિક વર્ષ ૨૦૧૪-૧૫ માટે પ્રવેશની માન્યતા મળેલ છે.

Posted: 10 Jul 2014 07:09 AM PDT

  • અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન મેડીકલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત એલ. જી. મેડીકલ કોલેજ, મણીનગર, અમદાવાદ (LGMED) ને શૈક્ષણિક વર્ષ ૨૦૧૪-૧૫ માટે પ્રવેશની માન્યતા તારીખ ૧૦/૦૭/૨૦૧૪ ના રોજ આપવામાં આવેલ છે. તારીખ ૧૦/૦૭/૨૦૧૪ ના રોજ બોલાવેલ ગુજરાત બોર્ડ ના મેરીટ નંબર ૧ થી ૬૦૦ સુધીના ઉમેદવારો એ મેડીકલ માં પ્રવેશ મેળવેલ છે તેમાંથી જે કોઈ ને એલ. જી. મેડીકલ કોલેજ, મણીનગર, અમદાવાદ (LGMED) ખાતે પ્રવેશ મેળવવો હોય અથવા ૧૦/૦૭/૨૦૧૪ ના રોજ મેડીકલ માં લીધેલો પ્રવેશ એલ. જી. મેડીકલ કોલેજ, મણીનગર, અમદાવાદ (LGMED) ખાતે બદલવો હોય તેવા તમામ ઉમેદવારોએ તારીખ ૧૧/૦૭/૨૦૧૪ ના રોજ બપોરે ૨:૦૦ વાગે એડમિશન કમીટી, બી. જે. મેડીકલ કોલેજ ખાતે હાજર રહેવું.

બજેટ એક નજર

Posted: 10 Jul 2014 07:39 AM PDT


બજેટ 


ઇનકમ ટેક્સમાં રાહતની લિમિટને બે લાખ રૂપિયાથી વધારીને 2.5 લાખ રૂપિયા કરવામાં આવી

હોમ લોન વ્યાજ પર ટેક્સમાં રાહત 2 લાખ રૂપિયા

સીનિયર સિટીઝન માટે 3 લાખની આવક સુધી કોઇ ટેક્સ નહીં

ટીડીએસની સાથે-સાથે એજ્યુકેશન સેસ ત્રણ ટકા કપાશે જ. જો, કોઇનો પગાર ચાર લાખ હોય તો અઢી લાખ પર છૂટ અને બાકીના દોઢ લાખ પર ટીડીએસ કપાત.

ડાયરેક્ટ ટેક્સના સરચાર્જમાં કોઇ વધારો નહીં

50 હજાર રૂપિયા વધી ઇનકમ ટેક્સની લિમિટ

ઇપીએફ કાપ માટે ન્યૂનતમ વેતન પંદર હજાર રૂપિયા
આનો અર્થ થાય છે કે 15000 રૂપિયા સુધી પગાર મેળવતાં લોકોનું પીપીએફ કાપવું નોકરીદાતાઓ માટે જરૂરી થશે. પહેલા આની લિમિટ 6500 રૂપિયા હતી.

PPFની લિમિટ વર્ષિક 1 લાખથી વધારીને 1.5 લાખ

હોમ લોનના વ્યાજ પર ટેક્સથી છૂટની લિમિટ વધારીને બે લાખ કરવામાં આવી

3% એજ્યુકેશન સેસ સતત રહેશે

ઇનકમ ટેક્સ એક્ટના સેક્શન 80સીમાં છૂટની સીમાં 1.5 લાખ કરવામાં આવી


નાણાપ્રધાન અરૂણ જેટલીએ આજે સંસદમાં બજેટ રજૂ કર્યું. નાણામંત્રી અરૂણ જેટલી પાસેથી ઇનકમટેક્સમાં આવકની મુક્તિ મર્યાદામાં આશા રાખી હતી જે તેમણે પૂરી કરી છે. ઇનકમ ટેક્સમાં આવકની મુક્તિ મર્યાદા રૂપિયા 50000 વધારીને 2 લાખની જગ્યાએ 2.50 લાખ રૂપિયા કરાઇ છે. બજેટમાં નાણાપ્રધાને ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન નાણાખાધને 4.1 ટકા લાવવાની મોટી જાહેરાત કરી છે. આ ઉપરાંત ગુજરાતમાં તૈયાર થનારા સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે રૂ. 200 કરોડની ફાળવણી કરી છે. આ ઉપરાંત ગુજરાતના રૂર્બન મોડલને દેશભરમાં લાગુ કરવાની જાહેરાત પણ કરી છે.

મોદી સરકારે પોતાના પહેલા બજેટમં મદરેસાઓના આધુનિકરણ માટે રૂ. 100 કરોડની ફાળવણી કરી છે. નવી પાંચ IIT -પાંચ IIM શરૂ કરવાની જાહેરાત પણ બજેટમાં કરવામાં આવી છે. મોદીનું મોડેલ ગુજરાત આ બજેટમાં જોવા મળ્યું હતું.
 
નાણાપ્રધાને રજૂ કરેલા બજેટની તમામ અપડેટ

અપ્રત્યક્ષ કર (કસ્ટમ ડ્યુટી)

 
* ફેટી એસિડેટ, ફૂડ, પામ્સ પર કસ્ટમ ડ્યુટી હટાવવામાં આવી
* મિથાઈલ આલ્કોહોલ પર આયાત જકાતને ઘટાડાની 2.5 ટકા કરવામાં આવી
* ક્રૂડ તેલ પરની આયાત જકાત પાંચ ટકા કરવામાં આવી
* ટીઆરટીવી ટ્યુબની આયાત જકાતમુક્ત
* એલસીડી-એલઈડી (19 ઈંચથી ઓછા) કરમુક્ત
* સ્ટેનલેસ સ્ટિલ પાઈપ્સ, (ભારતના ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા) કસ્ટમ ડ્યુટીના દરને પાંચ ટકાથી વધારી 7.5 ટકા કરવામાં આવ્યો
* પવન ઊર્જાના ઉપયોગ માટે કર ટકાવારીને દસ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવી. વીજ ઉત્પાદનના અન્ય સાધનો પરની ટકાવારીમાં ઘટાડો કરવામાં આવ્યો. જેથી સસ્તી થશે.
* ગ્લિસરીન પરની આયાત જકાત ઘટાડવામાં આવતા સાબુ અને સૌંદર્ય પ્રસાધનની ચીજો સસ્તી થશે
* તૂટવા માટે આવેલા જહાજો ઉપર બેઝિક કસ્ટમ ડ્યુટી 5 ટકા હતી જે 2.5 ટકા થશે
* હાલમાં સેમી ડાયમંડ અને રો ડાયમંડ પર કોઈ કર નથી. તેવી જ રીતે અન્ય રત્નો પર 2.5 ટકા કર હતો. જેને નાબુદ કરવામાં આવ્યો
 
અપ્રત્યક્ષ કર (એકસાઈઝ ડ્યુટી)
 
* સોલાર ફોલોવેટિક સેલ્સને એકસાઈઝ ડ્યુટીમાંથી મુક્તિ
* સિગારેટ 11 ટકાથી વધારીને 72.
* તમાકુ, પાનમસાલા,ચ્યુઈંગ તમાકુ અને ગુટખા પર એકસાઈઝ ડ્યુટી વધતા મોંઘા બનશે
* એરેટેડ બ્રેવરેજીસ પર પાંચ ટકાનો કર
* લિગ્નાઈટની આયાત પર ક્લિન એનર્જી સેસ લાદવામાં આવ્યો.

અપ્રત્યક્ષ કર (સેવા કર)
 
* એરકન્ડિશન મેઈનટેન્સ કોન્ટ્રાક્ટ્સ પર સેવાકર ફરી લાગૂ
* ઈન્ડિયન ટુર ઓપરેટર્સ ફોરેનર્સને જે સેવાઓ આપશે તેની ઉપર સેવા કર નહીં લાગે
* કોટનના સંગ્રહ, પરિવહન વગેરે પર સેવા કર સમાપ્ત
* તમામ પચાસ હજાર નીચેના જીવન વિમાઓને સેવાકરમાંથી મુક્તિ
* રેડીઓ ટેક્સીઝ પર સેવાકર
* ઓનલાઈન એડવર્ટાઈઝમેન્ટ પર સેવાકર
* 13 નવા એરપોર્ટ્સ પર ઈમ્પોર્ટ-એક્સપોર્ટ માટે કસ્ટમ્સ 24*7 સેવા આપશે.

પ્રત્યક્ષ કર
 
* કરના દરમાં કોઈ ફેરફાર નહીં
* નાના અને સિમાંત કરદાતાઓને માટે કર છૂટને રૂ. બે લાખથી અઢી લાખ સુધી વિસ્તારવામાં આવી. જેમની ઉંમર સાંઈઠથી નીચે હોય
* કોર્પોરેટ અને વ્યક્તિગત કરને માટે કોઈ ફેરફાર નહીં
* એજ્યુકેશન અને બીજા સેસ યથાવત રહેશે
* સ્થાનિક રોકાણને લાંબા ગાળા માટે વિસ્તારવા માટે 80-સી હેઠળ છૂટને રૂ. એક લાખથી દોઢ લાખ કરવામાં આવી
* મધ્યમ અને નાના ઘરના લોકોના લોનભારણને માટે વ્યાજ પર છૂટની મર્યાદા રૂ. 1.5 લાખથી રૂ. 2 લાખ કરવામાં આવી.
* સિનિયર સિટિઝન્સને માટે રૂ. 2.5 લાખથી છૂટ વધારીને રૂ. 3 લાખ કરવામાં આવી.
* ભારતીય કંપનીઓને વિદેશી એકમમાંથી આવતી આવકની ઉપર માત્ર પંદર ટકાનો કર દર.
* લાંબાગાળાના મ્યુચ્યુઅલ ફંડના લાભના દરને (36 મહિનાઓ) 20 ટકા કરવામાં આવ્યો.
* છ વધુ આયકર સેવા કેન્દ્ર ઊભા કરાશે. 













લેકચરર્સને ફાજલ કરવાના હુકમ સામે ગુજરાત હાઇકોર્ટનો મનાઇ હુકમ

Posted: 09 Jul 2014 08:03 PM PDT

લેકચરર્સને  ફાજલ કરવાના હુકમ સામે ગુજરાત હાઇકોર્ટનો મનાઇ હુકમ


સોર્સ - ગુજરાત સમાચાર 
ડિસ્ટ્રીક્ટ  ઇન્સ્ટીટયુટ ઓફ એજયુકેશન એન્ડ  ટ્રેનીંગ(ડાએટ) હેઠળની પંદર પીટીસી કોલેજના સિનિયર લેકચરર્સ અને લેકચરર્સને ફાજલ/છૂટા કરવા અંગેના ગુજરાત સરકારના વિવાદીત નિર્ણયના અમલ સામે ગુજરાત હાઇકોર્ટે એક મહત્વના આદેશ મારફતે મનાઇહુકમ ફરમાવી દીધો છે. ૭૬ જેટલા પ્રાધ્યાપકો તરફથી સરકારના વિવાદીત નિર્ણયને પડકારતી રિટ અરજીમાં જસ્ટિસ હર્ષાબહેન દેવાણીએ કેન્દ્રના માનવ સંશાધન વિકાસ મંત્રાલય, રાજય સરકાર, નેશનલ કાઉન્સિલ ફોર એજયુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનીંગ(એનસીઇઆરટી), ગુજરાત કાઉન્સિલ ફોર એજયુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનીંગ(જીસીઈઆરટી), અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી, કમિશનર ઓફ સ્કૂલ્સ સહિતના સંબંધિત સત્તાવાળાઓને કારણદર્શક નોટિસ જારી કરી હતી અને કેસની વધુ સુનાવણી બે સપ્તાહ બાદ મુકરર કરી હતી.
ગુજરાત સરકારના વિવાદીત નિર્ણયને ૭૬ જેટલા વ્યાખ્યાતાઓએ હાઇકોર્ટમાં પડકાર્યો ઃ કેન્દ્ર અને રાજય સરકારને નોટિસ
વધુમાં, હાઇકોર્ટે ડાએટ હેઠળની પીટીસી કોલેજના આ અરજદાર સિનિયર લેકચરર્સ અને લેકચરર્સને તેમની મૂળ જગ્યાએ ફરજ બજાવવા દેવા અને તેમનો પગાર ચાલુ રાખવા પણ સત્તાવાળાઓને હુકમ કર્યો હતો. હાઇકોર્ટે સરકારના તા.૩૦-૬-૨૦૧૪ના અરજદારોને મૂળ જગ્યાએથી ફાજલ/છૂટા કરવાના તેમ જ તા.૭-૭-૨૦૧૪ના ડીઇઓ હેઠળ મૂકી ત્યારબાદ તેમના નિર્દેશ મુજબ તેઓને સમાવવા અંગેના નિર્ણયના અમલીકરણ સામે મનાઇહુકમ ફરમાવી દીધો હતો. ડાએટ હેઠળની પંદર પીટીસી કોલેજના ૭૬ સિનિયર લેકચરર્સ અને લેકચરર્સ તરફથી કરાયેલી સ્પેશ્યલ સિવિલ એપ્લીકેશન નં-૯૫૬૦/૨૦૧૪માં  એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, ડાએટ એ કેન્દ્ર સરકારની સ્કીમ હેઠળ ચાલતી વ્યવસ્થા છે, જેનું કામ શિક્ષકોને તાલીમ આપવા ઉપરાંત પીટીસી કોલેજોનું સંચાલન, રિસર્ચ સહિતનું ઘણુબધુ છે. ડાએટ એ પીટીસી કોલેજ માત્ર નથી અને તેને વિદ્યાર્થીઓની સંખ્યાના મુદ્દે કોઇ લેવાદેવા નથી, તેનો આધાર તો શિક્ષકોની સંખ્યા પર હોય છે. વળી, ડાએટની પ્રિસર્વિસ ટીચર્સ એજયુકેશન ટ્રેનીંગ બ્રાંચ હેઠળની પીટીસી કોલેજ લેબોરેટરીનું કામ કરે છે અને આ બ્રાંચ ડાએટની તમામ બ્રાંચોમાં હાર્દ સમી છે.  અરજદારો છેલ્લા પંદર-સોળ વર્ષોથી નોકરીમાં ફરજ બજાવી રહ્યા છે અને સરકાર દ્વારા પુખ્ત વિચારણા વિના લેવાયેલા ઉપરોકત નિર્ણયના કારણે તેમના બંધારણીય અને નોકરીના અધિકારોનું હનન થાય છે. રાજય સરકાર દ્વારા તાજેતરમાં સંબંધિત પીટીસી કોલેજો બંધ કરવાનો અને તેના વ્યાખ્યાતાઓને ફાજલ/છૂટા કરવાનો જે નિર્ણય લીધો છે, તે સત્તા બહારનો ગેરકાયદે અને અયોગ્ય હોઇ રદબાતલ થવાપાત્ર ઠરે છે. કારણ કે, ડાએટની સ્કીમ કેન્દ્ર સરકારની હોઇ તેનું અંગ બંધ કરવાની સત્તા રાજય સરકારને ના હોઇ શકે. અરજદારપક્ષ તરફથી કરાયેલી દલીલો ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે ઉપરમુજબ મહત્વનો હુકમ જારી કર્યો હતો.


વાહન - ઘર લોન વ્યાજ ગણન યંત્ર

Posted: 09 Jul 2014 12:15 PM PDT

E.L ગણતરી યંત્ર

Posted: 09 Jul 2014 12:13 PM PDT

Family Pension Forms

Posted: 09 Jul 2014 12:10 PM PDT

(Satnam Patel - Adarsh Kanya Vidhyalaya - Bhandu )

ફિક્સવેતન - ચિંતન - ચિંતા

Posted: 09 Jul 2014 09:47 AM PDT

આજે જ્યારે મોંઘવારી ચરમસીમા એ છે ત્યારે ફિક્સ વેતનમાં વધારો કરવો એ સરકારની નૈતિક ફરજ છે. એક શાળામાં એક શિક્ષક  ૪૦૦૦૦ થી ૫૦૦૦૦ પગાર મેળવે છે જ્યારે તે જ શાળામાં અન્ય શિક્ષક  ૫૩૦૦ જેટલો ફિક્સ પગાર મેળવે છે. બંને એકજ બઝારમાંથી ખરીદી કરે છે. ગુજરાતમાં એવું કોઈ બજાર બન્યુ નથી કે જેમાં ૫૩૦૦ રૂ. પગારવાળા ફિક્સ પગારદાર વાળા કર્મચારીની ખરીદી સસ્તી હોય. દૂધ - ઘી - તેલ કે અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ બધા માટે સરખા ભાવે મળે છે. 

ફિક્સ પગારવાળા કર્મચારીઓની પત્ની - પતિ કે બાળકો માટે  ફિક્સ આહાર આપીએ તો શું તે તંદુરસ્ત રહી શક્શે ? આજે દવાખાનામાં દાક્તરની કેસ ફી પણ  ૨૫૦ રૂપિયાથી ઓછી નથી ત્યારે  ૧૦૦ થી ૩૦૦ રૂ.  મેડિકલ એ  મૂછમાં હાસ્ય ફેલાવે છે. 


ઓનલાઈન રીટર્ન ફાઈલ કરવા અહિ ક્લીક કરો.

Posted: 09 Jul 2014 09:40 AM PDT

ફાજલ રક્ષણનો કોઈજ પરિપત્ર આજ રોજ થયેલ નથી.

Posted: 09 Jul 2014 09:35 AM PDT

ફાજલ રક્ષણનો કોઈજ પરિપત્ર આજ રોજ થયેલ નથી. 

New Important press note for HSC SCIENCE 2014 PURAK examination starting from 10/07/2014

Posted: 09 Jul 2014 09:29 AM PDT

ગુરુવાર, 10 જુલાઈ, 2014

WI-FI EDUCATION IN GUJARAT

WI-FI EDUCATION IN GUJARAT


ભાષાનાં ટેટ- ૨ પાસ ઉમેદવારો દ્વારા ભરતીની માંગ સાથે આવેદનપત્ર

Posted: 09 Jul 2014 09:15 PM PDT




ઉમેદવારો દ્વારા ચોથી વખત રજુઆત : સરકાર બાંહેધરી આપીને ભુલી જાય છે : ઉમેદવારો

ભાસ્કર ન્યૂઝ. ગાંધીનગર, રાજય શિ ાણ બોર્ડ દ્વારા ધોરણ ૬થી ૮નાં શિ ાકોની ભરતીમાં ટેટ પાસ ભાષાનાં ઉમેદવારોની છેલ્લા ઘણા સમયથી ભરતી ન થતા ઉમેદવારોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ભાષાનાં ઉમેદવારો દ્વારા ભરતી માટે શિ ાણમંત્રી તથા શિ ાણ વિભાગને વારવાર રજુઆતો કરવામાં આવી છે. પરંતુ ભરતી માટે કોઇ પગલા ન લેવાતા મંગળવારે સતત ચોથી વખત આવેદનપત્ર પાઠવ્યુ હતુ.
ભાષાનાં ટેટ પાસ ઉમેદવારોએ સેકટર ૬ની સત્યાગ્રહ છાવણી ખાતે ભરતીની માંગ સાથે દેખાવો કર્યા હતા.
વિધાનસભાનું સત્ર ચાલુ થવાની સાથે ગાંધીનગર સેકટર ૬ ખાતેની સત્યાગ્રહ છાવણી ખાતે ગરમાવો આવી ગયો છે. રાજયમાંથી જુદા જુદા ઉમેદવારો તથા કર્મચારીઓ પોતાની માંગણીઓ સરકાર સુધી પહોચાડવા આવવા લાગ્યા છે. સોમવારે સીપીએડ તથા ફાર્માસિસ્ટ સત્યાગ્રહ છાવણી ખાતે ઉમટી પડ્યા બાદ મંગળવારે ધોરણ ૬થી ૮ ભાષાનાં ટેટ પાસ ઉમેદવારો ભરતીની માગણી સાથે ઉમટી પડયા હતા. ઉમેદવારોનું કહેવુ છે કે સરકારનાં શિ ાણ વિભાગ દ્વારા શિ ાકોની ભરતી માટે ટેટની પરી ાાઓ છાશવારે યોજવામાં આવે છે.
પરંતુ પરી ાા પત્યા બાદ ટેટ પાસ ઉમેદવારની ભરતીનું નામ નથી લેતી. જેમાં ખાસ કરીને ભાષા વિષયનાં તથા સામાજીક વિજ્ઞાન વિષયનાં ઉમેદવારોની છેલ્લા ઘણા સમયથી ભરતી કરવામાં આવી નથી. ઉમેદવારો દ્વારા લોકસભાની ચુંટણી પહેલાનાં દિવસોમાં ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ આંદોલન કરીને ભરતીની માંગ કરી હતી. પરંતુ સરકાર ચુંટણી પત્યા બાદ યોગ્ય પગલા લેવાની બાંહેધરી આપી હતી. પરંતુ ચુંટણી પત્યા બાદ પણ આ દિશામાં કોઇ પગલા ન લેવાતા ઉમેદવારો સરકારને યાદ કરાવવા ગાંધીનગર તરફ આવી રાા છે.
જો કે ભાષાનાં ઉમેદવારો આગામી દિવસોમાં ૩ વખત આ બાબતને લઇને આવેદનપત્ર પાઠવીને રજુઆત કરી ચુકયા છે. જેમાં વહેલી તકે ભરતી કરવાની બાંહેધરી અપાઇ હતી. પરંતુ ભરતી ન કરાતા ફરી મંગળવારે ઉમેદવારો રજુઆત કરવા પહોરયા હતા. જેમાં શિ ાણ મુજબ ફરી એક વખત વહેલી તકે ભરતી કરવાની બાંહેધરી આપી છે

પગાર બાધંણી નો પરીપત્ર ૩૦ જુન ૨૦૧૪

Posted: 09 Jul 2014 09:12 PM PDT

ગુજરાત યુનીવર્સિટીનો વધુ એક તુક્કો, વિદ્યાર્થીઓ રઝડી પડ્યા

Posted: 09 Jul 2014 08:53 AM PDT

- રાતોરાત નિયમ બદલાતા વિદ્યાર્થીઓમાં હાલાકી

- ફી ભરવા બાબતે નિયમો બદલ્યા


ગુજરાત યુનીવર્સિટીના સત્તાધીશો છેલ્લા ઘણાં સમયથી જાણે વિદ્યાર્થીઓને હેરાન કરવાના શપથ લીધા હોય તેમ અવનવા તુક્કાઓ લગાવીને વિદ્યાર્થીઓ માટે હાલાકી પેદા કરી રહી છે. પહેલા બી.એસ.સી એડમીશન માટે વિદ્યાર્થીઓને દોડાવ્યા બાદ હવે બી.કોમ.ના વિદ્યાર્થીઓને ફી બાબતે નિયમો બદલતા બી.કોમ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

વિગતો મળી રહી છે કે, ગુજરાત યુનીવર્સિટીમાં બી.કોમ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ફી ભરવા બાબતે રાતોરાત નવો નિયમ લાવવામાં આવ્યો છે. જેના કારણે કેટલાય વિદ્યાર્થીઓ રઝડી પડ્યા છે. ગુજરાત યુનીવર્સિટીએ વિદ્યાર્થીઓને બેંકમાં ફી ભરવાની જાહેરાત કરી છે. પરંતુ આજે વિદ્યાર્થીઓની ફી બેંક દ્વારા લેવામા ન આવતા વિદ્યાર્થીઓ અટવાયા છે.

ગણિતની અઘરી થિયરીને ઉકેલવા સ્ટુડન્ટ્સ માટે લેક્ચર સિરી

Posted: 09 Jul 2014 08:42 AM PDT

 સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ફાધર વાલેસ લેક્ચર સિરીઝનું આયોજન


અમદાવાદ ગણિત મંડળ અને સેન્ટ ઝેવિયર્સ કોલેજના મેથેમેટિક્સ અને સ્ટેટિસ્ટિક ડિપાર્ટમેન્ટ દ્વારા ફાધર વાલેસ લેક્ચર સિરિઝનું આયોજન કરાયું છે. જુલાઇ અને ઓગસ્ટ એમ બે મહિનામાં ૮ લેક્ચર યોજાશે. આ લેક્ચર દર શનિવારે સેન્ટ ઝેવિયર્સ કોલેજના કેમ્પસમાં રખાશે. પ્યોર સાયન્સમાં સ્ટુડન્ટસ વધુ રિસર્ચ કરે તે માટે લોકભોગ્ય વિષયની પસંદગી કરાઇ છે.
 ગયા શનિવારથી શરૃ થયેલી આ લેક્ચર સિરિઝમાં જાણીતા ગણિતજ્ઞા આ લેક્ચર સિરિઝમાં મેથેમેટિક્સ વિષય પર વાત કરશે. અમદાવાદ ગણિત મંડળના સંજય પટેલ કહે છે કે અમદાવાદની સાત સાયન્સ કોલેજના વિદ્યાર્થી જોડાય અને પ્યોર સાયન્સમાં વધુ રસ કેળવે તે માટે આ લેક્ચર સિરિઝ રખાઇ છે. પરંતુ અન્ય વિદ્યાશાખા વિદ્યાર્થીઓ પણ આ લેક્ચર સિરિઝમાં આવી શકે છે. આ લેક્ચર સિરિઝ નિઃશુલ્ક રખાઇ છે. અમે આઇઆઇટી ગાંધીનગર, પાટણ યુનિવર્સિટી, એસવીએનઆઇટી-સુરત, સરદાર પટેલ યુનિવર્સિટી વગેરે જેવી સંસ્થાનના દિગ્ગજ તજજ્ઞાો વ્યાખ્યાન આપશે. અમે વિષયોને પણ એવી પસંદ કર્યાં છે જેથી વિદ્યાર્થીઓને રસ કેળવાય. અમારા આ ગણિત મંડળ નહી નફા નહી નુકસાનના ધોરણે ચાલે છે. અમદાવાદ ગણિત મંડળે અનેક યશસ્વી ગણિતના અભ્યાસુંઓ આપ્યા છે. જે યુનિવર્સટી, હાઇસ્કુલ શિક્ષણ તથા અનેક એકેડેમીઓ સાથે જોડાયેલા છે.
ગણિત વિષય તરીકે સરળ છે પરંતુ એને સમજવાની અને સમજાવવાની પધ્ધતિમાં આપણે અટવાયા છીએ.ગણિતને સમજવામાં તર્કશકિત અને મહાવરાની જરૃર પડે છે.આ વિચારયાત્રામાં લોકોને સહભાગી બનાવવા માટે અને ગણિત શિક્ષણને વધુ જોરદાર બનાવવા માટે આજથી ૫૬ વર્ષ પહેલા ૧૯૫૭માં પ્ર.ચુ વૈધે અમદાવાદ ગણિત મંડળની સ્થાપના કરી હતી.એક સમયે તેના પાયામાં ભૂમિતિના ભિષ્મ પિતામહ ગણાતા એ આર રાવ અને ફાધર વાલેસ પણ રહયા હતા.

બે મહિના સુધી ફાધર વાલેસ લેક્ચર સિરીઝનું આયોજન
* ૧૨ જુલાઇ -      એમ.એન. પટેલ
* ૧૯ જુલાઇ -      ડૉ. મહાવીર વસાવડા
* ૨૬ જુુલાઇ -      ડૉ. અજય શુક્લ
* ૨ ઓગસ્ટ -      ડૉ. પી.જે. ભટ્ટ
* ૯ ઓગસ્ટ -      એન.એન. રોઘેલીયા
* ૧૬ ઓગસ્ટ -      ડૉ. જગમોહન ત્યાગી
* ૨૩ ઓગસ્ટ -      ડૉ. રવિ ગૌર

  quiz