Educational corner ( શૈક્ષણિક ) |
Posted: 29 Jul 2013 09:43 AM PDT વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના (1) પાંચમાં તબક્કામાં ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષય માટેના ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા-૧-૮-૨૦૧૩ ના રોજ બોલાવેલ છે. (2) ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા-૩૦-૭-૨૦૧૩ ના ૧૩-૦૦કલાકથી ઉમેદવારોએ ઓન-લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે.અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાંઆવશે નહિ. (3) ચોથા તબક્કામાં ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષયમાંનીચેના મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે. ગણિત-વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન માધ્યમ કેટેગરી મેરીટ માધ્યમ કેટેગરીમેરીટ ગુજરાતી જનરલ ૫૮.૧૭ ગુજરાતી અનુ.જાતિ ૬૪.૧૧ અનુ.જાતિ ભાઈઓ ૫૭.૩૫ વાલ્મિકી ૫૩.૬૫ અનુ.જાતિ બહેનો ૫૬.૯૫ સા.શૈ. પછાત બહેનો ૬૧.૪૪ અનુ.જન જાતિ ૫૫.૦૯ હિન્દી જનરલ ૬૪.૬૬ વાલ્મિકી ૫૬.૪૯ ઉર્દૂ જનરલ ૫૯.૬૮ સા.શૈ. પછાત ૫૦.૨૪ મરાઠી જનરલ ૫૯.૦૧ હિન્દી જનરલ ૭૦.૮૭ સા.શૈ. પછાત ૭૦.૦૬ અંગ્રેજી અનુ.જન જાતિ ૫૮.૬૪ ઉર્દૂ જનરલ ૫૯.૯૬ મરાઠી જનરલ ૬૩.૯૬ |
Posted: 29 Jul 2013 09:05 AM PDT બનાસ દર્શન પુસ્તકના આધારે બનાસકાંઠાજિલ્લામાં આવેલ કાંકરેજ તાલુકો જગપ્રસિઘ્ધ ગાયો અને બળદો ધરાવતો પ્રાચીન સમયમાં એક વિશાળ રાજય ધરાવતો હતો આગળ આ તાલુકો મહીકાંઠા એજન્સીમાં હતો . ૫ણ ૧૮૪૪ માં વહીવટની સગવડતા ખાતરઆ તાલુકાને પાલનપુર એજન્સીમાં મુકવામાં આવ્યો. વર્તમાન સમયમાં આ તાલુકાનું ક્ષેત્રફળ ૩રર ચો.માઈલ છે અને તેમાં ૧૦૫ ગામો આવેલ છે. ઘણા જુના સમયથી આ તાલુકો જુદી-જુદી જાગીરોમાં વહેચાયેલો છે આ જાગીરોના માલિક અસલ વાઘેલા રાજપુતોમાંથી નીકળેલ રાજપુત દરબારો છે. આ તાલુકામાં૩૪ તાલુકદારો છે. આ તાલુકામાં મોટા ભાગના જાગીરદારો વાઘેલા દરબારો છે. એકમાન્યતા પ્રમાણે અહીના દરબારો રાણકદેવજી નામના વાઘેલા રાજપુતના વંશમાંથી ઉતરી આવેલા છે. વાઘેલા રાણકદેવજી જે દિયોદરના હતા તેમના મોટા ભાઈ માણેક દેવજી દિયોદરની ગાદી ઉ૫ર રાજય કરતા હતા. તે રાણકદેવજીના વંશમાંથી ઉતરી આવેલા વંશજો વાઘેલા દરબારો કહેવાયા. શરૂઆતમાં કંબોઈ કાંકરેજની રાજધાનીનું સ્થળ હતું અહેમદશાહે કાંકરેજ ઉ૫ર ચડાઈ કરીને કાંકરેજના કેટલાક ગામોનો નાશ કર્યા હતો આ જાગીર ઘણા અલગ-અલગ ગામોમાં વહેચાય ગયેલ હતી.તેમાંની બે મોટી જાગીરો દેવ - દરબાર અને થળી છે. થળી કાંકરેજ તાલુકામાં મહત્વ ધરાવતી બીજી જાગીર છે . આના સ્થા૫ક ૫ણ શ્રી ઓગડ મહારાજ છે. કાંકરેજ તાલુકાનું વડું મથક શિહોરી છે. શિહોરી એમ કહેવાય છે કે શિવા રબારીના નામ ઉ૫રથી આ ગામનું નામ શિહોરી ૫ડયું છે. અત્યારે ૫ણ ગામમાં રબારી , લોહાણા અને દરબારો ની મુખ્ય વસ્તી છે. કાંકરેજી ૫શુધન રાષ્ટ્રીય કક્ષાએ ,૫ણ વખણાય છે .ગામમાં પ્રવેશતાં ૫શ્રિમે દરબારવાસનો રસ્તો ૫સાર કરીએ એટલે સામે એક નાનકડો વડલો દેખાય છે. તેના બીલકુલ પાસે કોટ છે. અંદરના ભાગમાં નાની દેરીના ઘુમટ ઉ૫ર લીલા રંગની અડધી ધજા ફરકે છે આ ગૌરી માતાનું મંદિર છે. ગુજરાત ભરમાં ગાયમાતાનું આ એક માત્ર મંદિર છે અને ધર્મશાળા ૫ણ છે. આ નાનકડી દેરીને ત્રણ બાજુ ત્રણ દરવાજા છે. દેરીની જાળીમાં જોતાં આરસ ૫હાણની ગાયમાતાની મૂર્તિ છે. તેવી લોક વાયકા છે કે સંવત ૧૯૪૯ ના કારતક સુદી અગિયારસ ને મંગળવારના રોજ લોઢા રબારીની એક ગાય જેનું નામ વાદળી હતું આ ગાયને રબારણ દોહવા માટે આવી અને વાછરડાને તેનાથી દૂર કરતાં ગાય ત્યાંથી એકદમ દોડી અને ત્રણ દરબાર ભાઈઓની જમીનના ખૂંટની મઘ્યમાં આવી ઉભી રહી ત્યારે ધરતી માતાએ તેને માર્ગદીધો અને ગાય ધરતીમાં સમાઇ ગઈ આ જમીન ત્રણ રાજપુત ભાઈઓ ભાવસિંહ , વજેસિંહ અને હિમંતસિંહની હતી જેના ઉ૫રથી આજે ભાવાણી પાર્ટી , વજાણી પાર્ટી અને હેમાણીપાર્ટી શિહોરીમાં છે . |
FIX PAY HEARING DATE CHANGED NEW DATE 13/8/13 Posted: 29 Jul 2013 08:52 AM PDT "Fix pay case next date aavi gai se.. 13-8-2013 SLP (Civil)14124-14125 /2012Case History & Order(s) STATUSPENDING Cause Title STATE OF GUJARAT & ORS. Vs. SHREE YOGKSHEM FNDN. FOR HUMAN DIGNITY Advocate Details Pet. Adv.MR. E.C. AGRAWALA Res. Adv.MR. ANIL KUMAR MISHRA-I Subject Category LETTER PETITION & PIL MATTER-SLPs FILED AGAINST JUDGMENTS/ORDERS PASSED BY THE HIGH COURTS IN WRIT PETITIONS FILED AS PIL Listing Details Next Date of Listing13/08/2013" |
You are subscribed to email updates from Educational corner ( શૈક્ષણિક ) Educational news,TET,TAT,HTAT, Paripatro,and useful for Teachers To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |