ધોરણ 1 થી 10 માટે ઉપયોગી એવા એનિમેશન સોફ્ટવેરની તમામ માહિતી અહી મુકેલ છે. આ સોફ્ટવેર છે Learnvita.
ફાયદાઓ
● તદ્દન ફ્રી સોફ્ટવેર છે.
● ધોરણ 1 થી 10 ના પાઠ્ય-પુસ્તક અનુસાર એનિમશન અને યુનિટ.
● ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન જેવા વિષયો
● સોફ્ટવેર ચાલુ રાખતી વખતે ઈન્ટરનેટ કનેક્શન જરૂરી છે.
આ સોફ્ટવેર કેમ install કરવો અને તેનો ઉપયોગ કેમ કરવો જાણો નીચેથી
● ડાઉનલોડ ફોલ્ડરમાં exe સેટઅપ ફાઈલ હશે તેના પર ડબલ ક્લીક કરી તેને install કરો.
● નેટ કનેક્શન શરૂ રાખીને સોફ્ટવેર શરૂ કરો.
● Log in માગશે. તો પ્રથમ વાર નીચે Create Account પર ક્લીક કરો.
● નવા પેજમાં શાળાનું નામ User id અને ગમે તે password રાખી માહિતી ભરી ખાતુ બનાવો.
● હવે ડાબી બાજુ ધોરણવાઈઝ લીસ્ટ હશે તે મુજબ એનિમેશન જોઈ શકાશે.
● હવે દર વખતે ચાલુ કરતા આ user id અને password જોશે.
● યાદ રહે, દર વખતે ઈન્ટરનેટ કનેક્શન ચાલુ હોવું ફરજીયાત છે.